Mumbai: ગોવા પહોંચ્યું કોર્ડેલિયા ક્રુઝ સ્ટાફ સહિત 66 લોકો કોવિડ પોઝિટિવ, તમામ લોકોને બહાર આવવા પર નો એન્ટ્રી

Mumbai: ગોવા પહોંચ્યું કોર્ડેલિયા ક્રુઝ સ્ટાફ સહિત 66 લોકો કોવિડ પોઝિટિવ, તમામ લોકોને બહાર આવવા પર નો એન્ટ્રી
File Picture of Cordelia

પોઝિટિવ ક્રૂ મેમ્બરને જહાજની અંદર Isolationમાં છે અધિકારીઓએ કડક સૂચના આપી છે કે આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલા કોઈએ જહાજમાંથી ઉતરવું નહીં.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jan 04, 2022 | 9:59 AM

Mumbai:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ની ડ્રગ પાર્ટીમાંથી ધરપકડ થયા બાદ લાઇમલાઇટમાં આવેલી કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia cruise Corona Cases)ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે કોર્ડેલિયા ક્રૂઝ (Cordelia cruise) નવા વર્ષની પાર્ટી માટે 2000 લોકો સાથે મુંબઈથી ગોવા જઈ રહી હતી, પરંતુ અત્યાર સુધીમાં ક્રૂઝના સ્ટાફ સહિત 66 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે.

ક્રૂ મેમ્બરનો રિપોર્ટ પોઝિટિવ

ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ જણાવ્યું હતું કે, ક્રૂઝ પરના કુલ 2016 લોકો હાલ માટે Isolationમાં છે તેમને બહાર આવવાની મંજૂરી નથી.તમને જણાવી દઈએ કે, સોમવારે ક્રૂઝના એક ક્રૂ મેમ્બરનો Antigen રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ 2000 મુસાફરો અને 16 ક્રૂ મેમ્બરનો આરટી-પીસીઆર ટેસ્ટ (RT-PCR test) કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જહાજ પરના તમામ લોકો ફસાયેલા છે. કોર્ડેલિયા ક્રુઝ મુંબઈથી ગોવા જવા રવાના થઈ હતી. અત્યારે તે ગોવામાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે છે. હવે ત્યાંની સરકારે જહાજને ડોક કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે.

રિપોર્ટ આવે ત્યાં સુધી જહાજમાં જ રહેવું પડશે

પોઝિટિવ ક્રૂ મેમ્બરને જહાજની અંદર આઈસોલેટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ કડક સૂચના આપી છે કે, આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ આવે તે પહેલા કોઈએ જહાજમાંથી ઉતરવું નહીં. મહારાષ્ટ્રમાં કોરોના મહામારી દરમિયાન લાગાવવામાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં છે. આ હેઠળ માસ્ક વિના જાહેર સ્થળોએ જવું અને સોશિયલ ડિસ્ટસના નિયમનું પાલન કરવું ફરજિયાત છે.

ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ચિલ્ડ્રન પ્લે એરિયા અને જિમ જેવી સુવિધાઓ

જો કે, ક્રુઝ પર જાહેર કરવામાં આવેલ પાર્ટીના વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે અહીં હાજર લોકો દ્વારા આવા કોઈ નિયમનું પાલન કરવામાં આવ્યું નથી. આ ક્રૂઝ મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને કોચી માટે બુક કરવામાં આવી રહી છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2022માં વિદેશ પ્રવાસ શરૂ કરવામાં આવશે. આ ક્રૂઝમાં રેસ્ટોરન્ટ, બાર, ઓપન સિનેમા, ચિલ્ડ્રન પ્લે એરિયા અને જિમ જેવી સુવિધાઓ છે.

બોમ્બે હાઈકોર્ટમાં નવા નિયમો લાગુ

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન અને કોરોના સંક્રમણના વધતા જતા કેસોને કારણે વકીલો અને અરજદારોના ધસારાને ઘટાડવા માટે બોમ્બે હાઈકોર્ટે મંગળવારથી સુનાવણી માટે હાઇબ્રિડ સિસ્ટમ (વર્ચ્યુઅલ અને ફિઝિકલ) અપનાવવાનો નિર્ણય લીધો છે. આ માટે એક SOP પણ જાહેર કરવામાં આવી છે.ફિઝિકલ સુનાવણી માટે મંજૂર લોકોની સંખ્યાને મર્યાદિત કરીને, SOPમાં કહેવામાં આવ્યું કે, ફક્ત રેકોર્ડ પરના વકીલો, વરિષ્ઠ વકીલો અને રજિસ્ટર્ડ કારકુનને જ ફાઇલો લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. વધુમાં કાનૂની સહાયની ગેરહાજરીમાં જ અરજદારો અથવા પક્ષકારોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.

ન્યાયમૂર્તિ અમજદ સૈયદની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં હાઇબ્રિડ મોડમાં સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહારાષ્ટ્રના વિવિધ બાર એસોસિએશનો અને મ્યુનિસિપલ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર હતા. મુંબઈમાં રવિવારે 8000 થી વધુ COVID-19 કેસ નોંધાયા હતા, જ્યારે રાજ્યભરમાં 50 ઓમિક્રોન કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો : Birth Anniversary : ગુજરાતમાં જન્મેલી નિરુપા રોય, જાણો કેવી રીતે બોલિવૂડની ફેવરિટ ‘માં’ બની

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati