ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત બનાવી, 1 ઓક્ટોબર 2023થી અમલમાં આવશે

ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત (6 Air Bag Mandatory) બનાવી છે. આ નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના અવસાન બાદ માર્ગ સુરક્ષાની ચિંતામાં વધારો થયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે

ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત બનાવી, 1 ઓક્ટોબર 2023થી અમલમાં આવશે
India made six airbags mandatory for all passenger cars
Follow Us:
| Updated on: Sep 29, 2022 | 4:39 PM

ઓટો ઉદ્યોગ માટે આવી રહેલા એક મોટા સમાચારમાં, ભારતે તમામ પેસેન્જર કાર માટે છ એરબેગ ફરજિયાત બનાવી છે. આ નિર્ણય 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે. ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીના અવસાન બાદ માર્ગ સુરક્ષાની ચિંતામાં વધારો થયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. “ઓટો ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતી વૈશ્વિક સપ્લાય ચેઇન અવરોધો અને મેક્રો ઇકોનોમિક લેન્ડસ્કેપ પર તેની અસરને ધ્યાનમાં રાખીને પેસેન્જર કાર (M-1 કેટેગરી)માં ઓછામાં ઓછી 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાની દરખાસ્તને 1લી ઓક્ટોબર 2023થી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ વર્ષની શરૂઆતમાં, મંત્રાલયે એક ડ્રાફ્ટ નોટિફિકેશનને મંજૂરી આપી હતી જેમાં આઠ લોકો માટે બેસવા માટેના વાહનોમાં 6 એરબેગ્સ ફરજિયાત (6 એરબેગ્સ ફરજિયાત) બનાવવાનું કહેવામાં આવ્યું હતું. 8 સીટર વાહનો માટે 6 એરબેગ નિયમ 1 ઓક્ટોબર 2022 સુધીમાં લાગુ થવાની સંભાવના છે.

14 જાન્યુઆરી, 2022 ના રોજના ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ, આઠ લોકો સુધીની બેઠક ક્ષમતા ધરાવતા વાહનો – M1 શ્રેણીને 6 એરબેગ્સ મળશે. આગળના ભાગમાં બે એરબેગ્સ અને પાછળના ભાગમાં બે કર્ટન એરબેગ્સ લગાવવામાં આવશે. ભારતમાં અત્યાર સુધી કારમાં સેફ્ટી ટૂલ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્વોલિટીને માપદંડ તરીકે ગણવામાં આવતા ન હતા. એપ્રિલ 2019 માં, સરકારે વાહનો માટે કડક સલામતી ધોરણો અમલમાં મૂક્યા અને નિર્માતાઓએ ધોરણ તરીકે ડ્રાઇવર સાઇડ એરબેગ, રિવર્સ પાર્કિંગ સેન્સર જેવી સલામતી સુવિધાઓ ઓફર કરવાનું શરૂ કર્યું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

વાહનોની કિંમતમાં 50,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે

સરકાર દ્વારા કરવામાં આવી રહેલા આ તમામ પ્રયાસો ભારતીય ગ્રાહકો દ્વારા ખરીદેલી કારને વધુ સુરક્ષિત બનાવવાના છે. માર્ગો પર વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. કારમાં એરબેગ્સની સંખ્યા વધારવા પાછળનો તર્ક કારમાં સવાર લોકો માટે તેને વધુ સુરક્ષિત બનાવવાનો છે. નિર્માતાઓ જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે તે ખર્ચ છે. કારમાં એરબેગ્સની સંખ્યા વધવાથી તેની સીધી અસર વાહનોની કિંમત પર પડશે.

આવી સ્થિતિમાં વાહનોની કિંમતમાં 50,000 રૂપિયા સુધીનો વધારો થવાની સંભાવના છે. ભારતમાં વેચાતી ઘણી કાર ટોપ-એન્ડ ટ્રીમમાં પણ 6 એરબેગ્સ ઓફર કરતી નથી, તેમના માટે કિંમત હજુ પણ વધી જશે કારણ કે તેમને એરબેગ્સને સમાવવા માટે શેલ અને આંતરિક ટ્રીમ્સમાં જરૂરી ફેરફારો કરવા પડશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">