કથાકાર જયાકિશોરીનું ભવિષ્ય સૌપ્રથમ કોણે ભાખ્યુ હતુ અને શું તે સાચુ પડ્યુ?- જાણો

21 April 2024

Pic credit - Instagram

વૃંદાવનના મહારાજે કરી હતી કથાકાર જયા કિશોરી વિશે ભવિષ્યવાણી, સાચી પડી તો ખુદ કહી આ વાત

Pic credit - Instagram

જયા કિશોરી ઈન્ટરવ્યુઝમાં તેની પર્સનલ લાઈવ અંગે પણ વાત કરે છે. 

Pic credit - Instagram

એસ્ટ્રોલોજી પર વાત કરતા જયા કિશોરીએ ઈન્ટરવ્યુમાં જણાવ્યુ, હું એસ્ટ્રોલોજીમાં માનુ છુ કારણ કે આ આપણુ શાસ્ત્ર છે.

Pic credit - Instagram

જયા કિશોરીએ તેના બાળપણની એક ઘટના અંગે વાત કરતા કહ્યુ કે મે ભજન ગાવાનુ હજુ શરૂ જ કર્યુ હતુ કે એ જ સમયે અમે કોઈના ઘરે કિર્તન માટે ગયા હતા.

તો ત્યાં વૃંદાવનના એક દિગ્ગજ મહારાજ આવેલા હતા. મારા પિતા અને હું તેમનુ નામ પણ જાણતા ન હતા.

અમે પણ દર્શન કરવા જ ગયા હતા પરંતુ જ્યારે અમે ત્યાં ભજન ગાયા તો તેમણે કહ્યુ કે આપને મળવુ હોય તો જણાવો

દર્શન બાદ મારા પિતા અને મે એમના ચરણ સ્પર્શ કરી નમન કર્યુ. અમે બેઠા તો તેઓ મને જોતા જ રહી ગયા

તેમણે મને જોઈને કહ્યુ આ આગળ જતા કથા કરશે. એ સમયે મને ખબર પણ ન હતી કે કથા શું હોય છે.

પછી જ્યારે મે પ્રથમવાર કથા કરી ત્યારે તેમને પૂછીને જ કરી હતી, મારા પિતાએ તેમનુ સરનામુ શોધ્યુ અને અમે ત્યાં ગયા હતા

એ મહારાજે ફક્ત 2 મિનિટ મારી સામે જોઈને મારુ ભવિષ્ય કહી દીધુ હતુ જે વાત આજે સાચી સાબિત થઈ