દેશમાં ગયા વર્ષે દરરોજ 31 બાળકોએ કરી આત્મહત્યા, NCRB ના ડેટા પર નિષ્ણાતોએ કહ્યું – કોરોનાને કારણે વધ્યું માનસિક દબાણ

|

Oct 31, 2021 | 6:33 PM

કોવિડ-19 ના પરિણામે શાળાઓ બંધ થવા ઉપરાંત, સામાજિક એકલતાના કારણે બાળકો સહિત પુખ્ત વયના લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

દેશમાં ગયા વર્ષે દરરોજ 31 બાળકોએ કરી આત્મહત્યા, NCRB ના ડેટા પર નિષ્ણાતોએ કહ્યું - કોરોનાને કારણે વધ્યું માનસિક દબાણ
Suicide

Follow us on

વર્ષ 2020 માં ભારતમાં દરરોજ સરેરાશ 31 બાળકોએ આત્મહત્યા (Suicide) કરી હતી. સરકારી આંકડાઓમાં આ માહિતી બહાર આવી છે. નિષ્ણાતોએ આ માટે કોવિડ-19 મહામારીને (Corona Virus) કારણે બાળકો પરના માનસિક દબાણને જવાબદાર ગણાવ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના (NCRB) ડેટા અનુસાર, 2020 માં દેશમાં 11,396 બાળકોએ આત્મહત્યા કરી હતી, જે 2019 ની સરખામણીમાં 18 ટકા વધુ છે. NCRB ના ડેટા અનુસાર, 2019 માં 9,613 અને 2018 માં 9,413 બાળકોએ આત્મહત્યા કરી હતી.

NCRB ના ડેટા અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની આત્મહત્યાના મુખ્ય કારણો કૌટુંબિક સમસ્યાઓ (4,006), પ્રેમ સંબંધો (1,337), બીમારી (1,327) હતા. કેટલાક બાળકોના આત્મહત્યા માટે વૈચારિક કારણો બેરોજગારી, નાદારી, નપુંસકતા અને ડ્રગનો ઉપયોગ જેવા અન્ય પરિબળો હતા. નિષ્ણાતોના મતે રોગચાળાને (Corona Virus) કારણે શાળાઓ અને રમતગમતની પ્રવૃત્તિઓ બંધ થવાને કારણે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ પર ખરાબ અસર પડી છે.

બાળ સુરક્ષા માટે કામ કરતી એનજીઓ (NGO) ‘સેવ ધ ચિલ્ડ્રન’ના ડેપ્યુટી ડાયરેક્ટર પ્રભાત કુમારે જણાવ્યું હતું કે, કોવિડ-19 ના પરિણામે શાળાઓ બંધ થવા ઉપરાંત, સામાજિક એકલતાના કારણે બાળકો સહિત પુખ્ત વયના લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

બાળકો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ જરૂરી
પ્રભાત કુમારે કહ્યું, આપણે એક સમાજ તરીકે રાષ્ટ્રીય માનવ મૂડી બનાવવા માટે બાળકોના શિક્ષણ અને શારીરિક સ્વાસ્થ્ય જેવી મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ તે દરમિયાન આપણે તેમના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેતા નથી અથવા તેમને માનસિક અને સામાજિક રીતે સમર્થન આપતા નથી.

બાળકોમાં આત્મહત્યાના કેસોમાં સતત વધારો થતા સમગ્ર તંત્રની નિષ્ફળતા છતી થઈ છે. માતા-પિતા, પરિવાર, પડોશીઓ અને સરકારની સામૂહિક જવાબદારી છે કે બાળકો તેમના ઉજ્જવળ ભવિષ્યની રાહ જોઈ શકે અને તેમના સપના સાકાર કરી શકે તેવું અનુકૂળ વાતાવરણ ઊભું કરવું.

 

આ પણ વાંચો : ‘હું મરી જઈશ પણ ભાજપ સાથે કોઈ સંબંધ નહીં રાખું’, પ્રિયંકા ગાંધીએ સંકલ્પ રેલીમાં યોગી સરકાર પર કર્યા પ્રહાર

આ પણ વાંચો : ‘સમીર વાનખેડેને જાણી જોઈને બદનામ કરવામાં આવી રહ્યા છે’, રામદાસ આઠવલેએ કહ્યું- તે દલિત પરિવારના છે, તેમને અનામત લેવાનો અધિકાર

Next Article