AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘સમીર વાનખેડેને જાણી જોઈને બદનામ કરવામાં આવી રહ્યા છે’, રામદાસ આઠવલેએ કહ્યું- તે દલિત પરિવારના છે, તેમને અનામત લેવાનો અધિકાર

રામદાસ આઠવલેએ કહ્યું કે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા વતી અમે નવાબ મલિકને કહેવા માંગીએ છીએ કે સમીર વાનખેડેને બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરવામાં આવે. તમે જાણી જોઈને આ પરિવારને બદનામ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે રિપબ્લિકન પાર્ટી આ પરિવારની સાથે છે.

'સમીર વાનખેડેને જાણી જોઈને બદનામ કરવામાં આવી રહ્યા છે', રામદાસ આઠવલેએ કહ્યું- તે દલિત પરિવારના છે, તેમને અનામત લેવાનો અધિકાર
Ramdas Athawale
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 5:12 PM
Share

NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક ક્રૂઝ ડ્રગ્સ કેસને લઈને NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર સતત ગંભીર આરોપો લગાવી રહ્યા છે. હવે રિપબ્લિકન પાર્ટીના વડા રામદાસ આઠવલેએ (Ramdas Athawale) આ કેસમાં ઓફિસર સમીર વાનખેડેનો બચાવ કર્યો છે. અઠાવલેએ વાનખેડે પરના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ અને પિતા ધ્યાનદેવ વાનખેડે રામદાસ આઠવલેને મળ્યા હતા.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, સમીર વાનખેડે પર જાણી જોઈને હુમલા કરવામાં આવી રહ્યા છે. તેમના અંગત જીવન પર હુમલા કરવામાં આવી રહ્યા છે અને તેમને જાણી જોઈને બદનામ કરવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું, જ્ઞાનદેવ વાનખેડેએ અમને દસ્તાવેજ બતાવ્યા છે કે તેની પત્ની મુસ્લિમ હતી. જે રીતે સમીર વાનખેડે પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તેણે મદદ માંગી છે જેના માટે પિતા જ્ઞાનદેવ વાનખેડે અને સમીરની પત્ની ક્રાંતિ અહીં આવ્યા છે. સમીર વાનખેડે એક દલિત પરિવારના છે, તેને આરક્ષણ લેવાનો અધિકાર છે અને આરક્ષણ દ્વારા આઈઆરએસ બન્યા છે.

રિપબ્લિકન પાર્ટીએ સમર્થનની ખાતરી આપી રામદાસ આઠવલેએ વધુમાં કહ્યું કે, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા વતી અમે નવાબ મલિકને કહેવા માંગીએ છીએ કે સમીર વાનખેડેને બદનામ કરવાનું ષડયંત્ર બંધ કરવામાં આવે. તમે NCP ના પ્રવક્તા પદનો ગેરકાયદેસર ફાયદો ઉઠાવ્યો છે અને જાણી જોઈને આ પરિવારને બદનામ કરી રહ્યા છો. તેમણે કહ્યું કે રિપબ્લિકન પાર્ટી આ પરિવારની સાથે છે.

ક્રાંતિ રેડકરે નવાબ મલિકના આરોપોને નકારી કાઢ્યા સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું, આજે રામદાસ આઠવલેજી અમારી સાથે છે કારણ કે તેઓ દરેક દલિત બાળકની માતા અને બહેનના સન્માનની કાળજી રાખે છે. આ મુદ્દો રામદાસજીના હૃદયની ખૂબ નજીક છે જ્યારે અમે આ સાબિતી તેમની સામે મૂકીએ છીએ. બધા પુરાવા જોયા પછી તેને ખાતરી થઈ ગઈ કે અમે સાચું કહી રહ્યા છીએ. ક્રાંતિ રેડકરે કહ્યું કે, નવાબ મલિકે જે પણ આરોપો લગાવ્યા છે, પછી તે માલદીવના આરોપો હોય કે દુબઈમાં પૈસા લેવા માટે સેટિંગ કરવાનો હોય, પછી તે બર્થ સર્ટિફિકેટનો હોય કે મેરેજ સર્ટિફિકેટનો મામલો હોય, તેના દરેક આરોપો ખોટા છે.

મુંબઈ પોલીસે તપાસ માટે અધિકારીઓની નિમણૂક કરી મુંબઈ પોલીસે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને એજન્સીના અન્ય અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદોની તપાસ માટે પોલીસ અધિકારીઓની નિમણૂક કરી છે. આ મામલો ડ્રગ્સ સાથે સંબંધિત છે જેમાં આર્યન ખાન સામેલ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્વતંત્ર પ્રત્યક્ષદર્શી પ્રભાકર, એડવોકેટ સુધા દ્વિવેદી અને કનિષ્ક જૈન અને નીતિન દેશમુખ દ્વારા નોંધાયેલી ફરિયાદોની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : Corona Vaccination: ધીમા રસીકરણથી ટેન્શન વધ્યું ! કેન્દ્રએ 3 નવેમ્બરે 11 રાજ્યોના મુખ્યમંત્રીઓની બોલાવી બેઠક

આ પણ વાંચો : ITBP ના 260 જવાનોને કેન્દ્રીય ગૃહ પ્રધાનના સ્પેશિયલ ઓપરેશન મેડલથી સન્માનિત કરાયા, 20 જવાનોને મળ્યો વીરતા ચંદ્રક

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">