દિલ્લી એરપોર્ટ પર મિત્ર દેશોની પહોચી મદદ, પાંચ દિવસમાં 25 ફ્લાઈટમાં આવી 300 ટન કોવિડ રાહત સામગ્રી

ભારતની રાજધાની દિલ્લીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર મિત્ર દેશોની મદદ આવી પહોચી છે. છેલ્લા પાંચ દિવસમાં યુએસએ, યુકે, યુએઈ, ઉઝબેકિસ્તાન, થાઇલેન્ડ, જર્મની, કતાર, હોંગકોંગ અને ચીન સહીતના વિવિધ દેશમાંથી 25 ફ્લાઈટમાં કોવીડ રાહત સામગ્રી ( relief goods ) ઉતારવામાં આવી.

  • Bipin Prajapati
  • Published On - 17:30 PM, 3 May 2021
દિલ્લી એરપોર્ટ પર મિત્ર દેશોની પહોચી મદદ, પાંચ દિવસમાં 25 ફ્લાઈટમાં આવી 300 ટન કોવિડ રાહત સામગ્રી
દિલ્લી એરપોર્ટ ઉપર પાંચ દિવસમાં આવી પહોચી 300 ટન રાહત સામગ્રી

કોરોનાની બીજી લહેરમાં ભયાનક રીતે સપડાયેલા ભારતને મદદ કરવાના હેતુથી મિત્રો દેશોમાંથી વિવિધ પ્રકારની કોવિડ રાહત સામગ્રી ( relief goods) આવી છે. છેલ્લા પાંચ દિવસમાં જ દિલ્લીના આંતરરાષ્ટ્રીય વિમાનમથક ઉપર 25 ફ્લાઇટ્સ આવી પહોચી છે,વિદેશથી આવેલી આ 25 ફ્લાઈટમાંથી 300 ટન કોવિડ -19 રાહત સામગ્રી ઉતારવામાં આવી છે.

એરપોર્ટનું સંચાલન કરતા દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (ડાયલ) એ જણાવ્યું હતું કે, વિમાનમથક દ્વારા વચગાળાના સંગ્રહ અને રાહત સામગ્રીના ડિલિવરી માટે 3500 ચોરસ મીટર જગ્યામાં ખાસ ગોડાઉન બનાવાયુ છે. આ જગ્યામાં વિદેશથી આવનારી કોવિડને લગતી તમામ રાહત સામગ્રી ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને ઘણા રાજ્યોની હોસ્પિટલોમાં દવાઓ, ઓક્સિજન અને પથારીની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્લી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર 28 એપ્રિલથી 2 મે સુધીના પાંચ દિવસમાં કુલ 25 જેટલી નાની મોટી ફ્લાઇટ્સ પહોંચી હતી, જેમાં આશરે 300 ટન રાહત સામગ્રીને લગતો સામાન હતો. દિલ્લી એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઇટ્સ મુખ્યત્વે યુએસએ, યુકે, યુએઈ, ઉઝબેકિસ્તાન, થાઇલેન્ડ, જર્મની, કતાર, હોંગકોંગ અને ચીન વગેરે જેવા વિવિધ દેશોથી આવી છે. મોટાભાગની રાહત ફ્લાઇટ્સ ભારતીય વાયુ સેનાના વિમાન દ્વારા સંચાલિત કરવામાં આવી છે, જેમાં આઈએલ-76,, સી -130, સી -130, સી -5, સી -17 નો સમાવેશ છે. , આ ફ્લાઇટ્સ 5500 ઓક્સિજન કોન્સ્ટ્રેટર , 3200 ઓક્સિજન સિલિન્ડર, 9,28,000 માસ્કથી વધુ, 1,36,000 રેમેડિસિવર ઇન્જેક્શન સહીતની સામગ્રી છે.

ભારતની રાજધાની દિલ્લીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર મિત્ર દેશોની મદદ આવી પહોચી છે. છેલ્લા પાંચ દિવસમાં યુએસએ, યુકે, યુએઈ, ઉઝબેકિસ્તાન, થાઇલેન્ડ, જર્મની, કતાર, હોંગકોંગ અને ચીન સહીતના વિવિધ દેશમાંથી 25 ફ્લાઈટમાં કોવીડ રાહત સામગ્રી ઉતારવામાં આવી.

 

કોરોનાના નવા કેસો
બીજી તરફ, હાલમાં સતત બે દિવસથી કોરોનાના રોજીંદા કેસમાં નજીવો ઘટાડો જોવા રહ્યો છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં, કોવિડ -19 ના 3,68,147 નવા કેસ નોંધાયા છે અને 3,417 લોકોનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, 3,00,732 લોકો પણ 24 કલાકમાં કોરોનાથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.