J&K: રામબનની ઝૂંપડીઓમાં લાગી આગ, 3ના મોત, 2 ગંભીર રીતે દાઝ્યા
રામબન જિલ્લાના એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું હતું કે બિંગારા ગામના હમેર ઢોકમાં ત્રણ અસ્થાયી ઝૂંપડીઓ બળીને રાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે.
Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના રામબનમાં બુધવારે મોડી સાંજે એક મોટો અકસ્માત થયો હતો. અહીં ઝૂંપડીઓમાં આગ લાગવાને કારણે એક માતા અને તેની બે પુત્રીઓના મોત થયા હતા. આ આગમાં બે લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો રામબન જિલ્લાની બિંગરા પંચાયતની હમેર ગલીનો છે.
આ પણ વાંચો: Mumbai News: ગુજરાતના NRI દંપતી સાથે મુંબઈમાં કરૂણાંતિકા, હોટલમાં લાગેલી આગમાં મોત
રામબન જિલ્લાના એસએસપી મોહિતા શર્માએ જણાવ્યું કે બિંગારા ગામના હમેર ઢોકમાં ત્રણ અસ્થાયી ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. તે જ સમયે, બે લોકો દાઝી ગયા છે, જેમને ગંભીર હાલતમાં સારવાર માટે ઉખરાલ પીએચસીમાં મોકલવામાં આવ્યા છે.
Ramban, Jammu and Kashmir: Temporary huts at Hamer Gali Pyt Bingara caught fire. Three dead, two injured. Medical team PHC Ukhral is onsite. The district administration is taking action and offering support via SDRF and the Red Cross Fund. Further details are awaited: Deputy…
— ANI (@ANI) August 30, 2023
રિપોર્ટ મુજબ, પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં મૃતકના પતિ ઈબ્રાહિમ, પુત્ર બોબિયા અને એક મહિલા મિર્ઝા બેગમ પત્ની નૂરાની પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. જણાવી દઈએ કે ઉનાળાની ઋતુમાં પશુઓને ચરાવવા માટે પર્વતો પર જે અસ્થાયી ઝૂંપડીઓ બનાવવામાં આવે છે તેને ઢોક કહેવામાં આવે છે.
કેન્દ્રીય મંત્રીએ શોક વ્યક્ત કર્યો
બીજી તરફ રામબનના ડેપ્યુટી કમિશનર મુસરત ઈસ્લામે જણાવ્યું કે આ આગમાં ત્રણ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે ઉખરાલ પીએચસીની મેડિકલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે જ સમયે, મૃતકોની ઓળખ નજમા અને તેની બે સગીર પુત્રીઓ આસ્મા અને ઇકરા તરીકે થઈ છે. આ અંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે તેઓ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. તેમણે કહ્યું કે રામબનના ડીસી મુસરત ઈસ્લામને ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે સૂચના આપવામાં આવી છે.