હું મુંબઈ હુમલાનો બદલો લેવા માગતો હતો… 26/11 આતંકી હુમલાના 17 વર્ષ બાદ પૂર્વ ગૃહમંત્રી ચિદમ્બરમે તોડ્યુ મૌન
પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે 26/11 મુંબઈ હુમલાને લઈને કહ્યુ છે કે તાત્કાલિક સરકારે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે પાકિસ્તાન પર કોઈ જવાબી કાર્યવાહી ન કરી. તેમણે કહ્યુ કે એ સમયે અમેરિકાની વિદેશમંત્રી કોન્ડોલિસા રાઈસ મને અને PM ને મળવા દિલ્હી આવ્યા હતા. તેમણે ક્યુ કે પાકિસ્તાનને કોઈ જવાબ ન આપવો.

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે 26/11 મુંબઈ હુમલાને અંગે એક મોટો ખૂલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે તાત્કાલિન યુપીએ સરકારે મુંબઈ હુમલાને લઈને પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. જેનુ કારણ આંતરરાષ્ટ્રીય દબાણ અને વિદેશ મંત્રાલયની રાય હતી. ચિદમ્બરમે કહ્યુ કે મારા મનમાં પાકિસ્તાનને જવાબ દેવાનો વિચાર આવ્યો હતો. પરંતુ સરકારે કોઈ પણ સૈન્ય કાર્યવાહી ન કરવાનો નિર્ણય કર્યો હતો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની આ ટિપ્પણી બાદ રાજનીતિ ગરમાઈ ગઈ છે. ભાજપના અનેક નેતાઓએ કોંગ્રેસની આકરી ટીકા કરી રહ્યા છે. ભાજપના નેતાઓનું કહેવુ છે કે કોંગ્રેસે આ વાતનો બહુ મોડો સ્વીકાર કર્યો છે.
આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યુ હતુ
કોંગ્રેસ નેતાએ મુંબઈ હુમલાના થોડા દિવસો બાદ જ ગૃહમંત્રીનો પદભાર સંભાળ્યો હતો. તેમણે એક ઈન્યરવ્યુ દરમિયાન જણાવ્યુ કે દુનિયા દિલ્હીમાં એ કહેવા આવી કે યુદ્ધ શરૂ ન કરો. ચિદમ્બરે એ વાતનો સ્વીકાર કર્યો કે તત્કાલિન સમયે અમેરિકાની વિદેશ મંત્રી કોન્ડોલિસા રાઈસ હતી. તેઓ તેમને અને PM ને મળવા દિલ્હી આવ્યા હતા. રાઈસે અનુરોધ કર્યો કે પાકિસ્તાનને કોઈ જવાબ ન આપો.
ચિદમ્બરમે કહ્યુ કે આ નિર્ણય સરકાર લેશે. તેમણે કહ્યુ કે એ સમયે મારા મનમાં એ જ વિચાર આવ્યો હતો કે આપણે પાકિસ્તાનને મુંબઈ હુમલાનો જવાબ આપવો જોઈએ. તેને લઈને અમે પ્રધાનમંત્રી અને અન્ય લોકો સાથે ચર્ચા કરી હતી. અંતે સરકાર અને વિદેશ મંત્રાલયે IFS ની સલાહ માની એ નિષ્કર્ષ પર આવ્યા કે પાકિસ્તાનને મુંબઈ હુમલાનો કોઈ જવાબ નથી આપવો.
ભાજપે કરી આકરી ટીકા
કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમના મુંબઈ હુમલા અંગેના નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ ગઈ છે. ભાજપ નેતાઓએ કોંગ્રેસની આકરી ટીકા કરી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે ગૃહમંત્રીએ એ માની લીધુ કે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે મુંબઈ હુમલાનો જવાબ બરાબર નથી દેવાયો. આ ઉપરાંત ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યુ કે મુંબઈ હુમલા બાદ પી ચીદમ્બરમ પહેલા તો ગૃહમંત્રીનું પદ સંભાળવામાં અચકાઈ રહ્યા હતા. કારણ કે તેઓ પાકિસ્તાન પર સૈન્ય કાર્યવાહી કરવા માગતા હતા. પરંતુ અન્ય લોકોએ ના તેમ કરવાની ના પાડી તો તેઓ માની ગયા. પૂનાવાલાએ દાવો કર્યો કે એવુ લાગે છે કે એ સમયે યુપીએ સરકાર કોન્ડોલિસા રાઈસના દબાણ હેઠળ કામ કરી રહી હતી.
વાસ્તવમાં 26 નવેમ્બર 2008 એ લશ્કર-એ તૈયબા સાથે જોડાયેલા 10 પાકિસ્તાની આતંકવાદીઓનું એર જૂથ ભારતમાં ઘુસી ગયુ અને અલગ અલગ ગૃપમાં વહેંચાઈને મુંબઈને તબાહ કરી નાખ્યુ. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન, ઓબેરોય ટ્રાઈડેન્ટ, તાજ મહલ પેલેસ, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને નરીમન હાઉસને ટાર્ગેટ કરી હુમલા કર્યા. આ હુમલામાં સેંકડો લોકોના જીવ ગયા. જો કે મુંબઈ પોલીસને એક સફળતા મળી અને તેમણે અજમલ કસાબને જીવતો પકડી તેને 2012માં ફાંસી આપી દીધી.
