Mann ki Baat: 23 કરોડ લોકો PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને નિયમિત સાંભળનારા, IIMના સર્વેથી મળ્યા આંકડા
સર્વેમાંથી મળેલી માહિતી મુજબ દેશમાં 23 કરોડ લોકો હંમેશા 'મન કી બાત' કાર્યક્રમ જુએ છે. સર્વેમાં ઉત્તર-પશ્ચિમ, પૂર્વ-દક્ષિણ ક્ષેત્ર દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે 17.6 ટકા લોકો રેડિયો પર મન કી બાત કાર્યક્રમ સાંભળે છે.
સર્વેમાંથી મળેલી માહિતી મુજબ દેશમાં 23 કરોડ લોકો હંમેશા ‘મન કી બાત‘ કાર્યક્રમ જુએ છે. સર્વેમાં ઉત્તર-પશ્ચિમ, પૂર્વ-દક્ષિણ ક્ષેત્ર દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે 17.6 ટકા લોકો રેડિયો પર મન કી બાત કાર્યક્રમ સાંભળે છે.
આ પણ વાચો: મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થવા પર 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે, જાણો તમામ વિગત
દેશની 95 ટકાથી વધુ વસ્તી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’થી જાણીતી છે. આ માહિતી એક સર્વેમાંથી મળી છે. IIM રોહતકે ‘મન કી બાત’ કાર્યક્રમ પર એક સર્વે કર્યો છે, જેમાં ઘણા સવાલોના જવાબ માંગવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે દેશના 96 ટકા લોકોને મન કી બાત કાર્યક્રમ વિશે જાણકારી છે.
23 કરોડ નિયમિત શ્રોતાઓ
સર્વેમાંથી મળેલી માહિતી મુજબ દેશમાં 23 કરોડ લોકો હંમેશા ‘મન કી બાત’ કાર્યક્રમ જુએ છે. સર્વેમાં ઉત્તર-પશ્ચિમ, પૂર્વ-દક્ષિણ ક્ષેત્ર દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે 17.6 ટકા લોકો રેડિયો પર મન કી બાત કાર્યક્રમ સાંભળે છે. જ્યારે 44.7 ટકા લોકો ટેલિવિઝન પર ‘મન કી બાત’ કાર્યક્રમ જુએ છે.
એટલું જ નહીં, 37.6 ટકા લોકો મોબાઈલ પર ‘મન કી બાત’ કાર્યક્રમ જુએ છે. 65 ટકા લોકો હિન્દીમાં કાર્યક્રમ સાંભળે છે, જ્યારે 18 ટકા લોકો અંગ્રેજીમાં સાંભળે છે. દેશમાં લગભગ 100 કરોડ લોકો છે, જેમણે ઓછામાં ઓછા એક વખત આ કાર્યક્રમ સાંભળ્યો છે, જ્યારે 23 કરોડ લોકો તેના નિયમિત શ્રોતા છે.
તેની અસર શું થઈ છે?
કાર્યક્રમના શ્રોતાઓ પર તેની અસર વિશે માહિતી મેળવ્યા બાદ જાણવા મળ્યું છે કે 60 ટકા લોકોમાં રાષ્ટ્ર નિર્માણના કાર્યોમાં યોગદાન આપવાની ભાવના કેળવી છે. આ સિવાય 63 ટકા લોકોનું માનવું છે કે સરકાર પ્રત્યે તેમનું વલણ સકારાત્મક બન્યું છે. તે જ સમયે, 59 ટકા લોકોને લાગે છે કે સરકારમાં તેમનો વિશ્વાસ વધ્યો છે, જ્યારે 73 ટકા લોકો સરકારના કામ અને દેશની પ્રગતિને લઈને આશાવાદી છે.
100માં એપિસોડે 100 રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવશે
ટૂંક સમયમાં બજારમાં 100 રૂપિયાનો સિક્કો જોવા મળશે. કેન્દ્ર સરકાર 100 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવા જઈ રહી છે. આ સિક્કો જાહેર કરવાનું ખાસ કારણ એ છે કે આ સિક્કો 30 એપ્રિલે વડાપ્રધાનની ‘મન કી બાત’નો 100મો એપિસોડ પૂરો કરી રહ્યો છે, તે નિમીતે બહાર પાડવામાં આવવાનો છે. જેના કારણે આ સિક્કો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવી રહ્યો છે. આ સિક્કા પર ‘100 રૂપિયા મન કી બાત’ લખેલું હશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…