Corona Update : ઓડિશામાં વધતા મૃત્યુઆંકે વધારી ચિંતા, એક દિવસમાં 15 દર્દીઓએ ગુમાવ્યો જીવ
ઓડિશામાં શનિવારે એક દિવસમાં કોવિડ -19 થી મૃત્યુના 15 કેસ નોંધાયા બાદ, મૃતકોની કુલ સંખ્યા વધીને 8,575 થઈ ગઈ છે, જ્યારે નવા 4,842 કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 12,41,068 ને પાર પહોંચી ગઈ છે.
Corona Update : ઓડિશામાં શનિવારે એક દિવસમાં કોવિડ-19ના (Corona) કારણે મૃત્યુના 15 કેસ નોંધાયા બાદ કુલ મૃતકોની સંખ્યા 8,575 થઈ ગઈ છે, જ્યારે કોવિડના 4,842 નવા કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 12,41,068 પર પહોંચી ગઈ છે. ઓડિશાના આરોગ્ય વિભાગના(Health Department) બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે ખુર્દા વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના 1,253 નવા કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે,રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં ખુર્દા વિસ્તાર આવેલો છે. શુક્રવારે ઓડિશામાં કોરોનાનાના 58,533 કેસ નોંધાયા હતા અને 10 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
કોરોના કેસમાં આંશિક રાહત
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 58,533 છે. જ્યારે 11,73,907 લોકો કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થયા છે. જ્યારે શુક્રવારે 10,511 લોકો સાજા થયા હતા. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 માટે 68,871 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં સંક્રમણ દર 7.58 જોવા મળ્યો હતો.
જો દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 2,35,532 લોકો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા બાદ, સંક્રમિત કુલ કેસોની સંખ્યા વધીને 4,08,58,241 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 871 દર્દીઓના મોતને કારણે દેશમાં મૃત્યુઆંક વધીને 4,93,198 થઈ ગયો છે.
એક્ટિવ કેસની સંખ્યા હજુ પણ 20 લાખથી વધુ
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે નવા કેસ સાથે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 20,04,333 થઈ ગઈ છે, જે કુલ સંક્રમણ કેસના 4.91 ટકા છે, જ્યારે સાજા થયેલ દર્દીઓનો આ દર 93.89 ટકા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચેપનો દૈનિક દર 13.39 ટકા નોંધાયો હતો, જ્યારે સાપ્તાહિક ચેપ દર 16.89 ટકા નોંધાયો હતો. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,83,60,710 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.21 ટકા નોંધાયો છે.
શ્રી જગન્નાથ મંદિર ભક્તો માટે ફરીથી ખૂલશે
આ સાથે ઓડિશા સરકારે શુક્રવારે જાહેરાત કરી કે સ્થાનિક લોકોની આજીવિકા અને રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિમાં નજીવા સુધારાને ધ્યાનમાં રાખીને પુરીનું શ્રી જગન્નાથ મંદિર 1 ફેબ્રુઆરીથી ભક્તો માટે ફરીથી ખોલવામાં આવશે. પુરીના જિલ્લા કલેક્ટર સમર્થ વર્માએ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) અને છતિસા નિજોગ (મંદિર સેવા સંસ્થા)ના સભ્યોની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : હાલમાં NeoCov વાયરસ મનુષ્યમાં ફેલાવાનું જોખમ નહીં, પરંતુ સાવચેત રહેવાની જરૂર, જાણો શું કહી રહ્યા છે વૈજ્ઞાનિકો?