Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : મહિલા પોલીસ કર્મીઓએ હવે માત્ર આટલા કલાક કરવી પડશે ડ્યુટી, કોરોના પ્રતિબંધો પણ થશે હળવા

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યુ કે, મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. છતા રાજ્ય સરકાર ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કરીને આગળ નિર્ણયો લેશે.

Maharashtra : મહિલા પોલીસ કર્મીઓએ હવે માત્ર આટલા કલાક કરવી પડશે ડ્યુટી, કોરોના પ્રતિબંધો પણ થશે હળવા
Women Police (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 1:55 PM

Maharashtra : મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાની(Corona Case)  સંખ્યામાં ઝડપથી થઈ રહેલા ઘટાડાને કારણે રાજ્ય સરકારે (Maharashtra Government) નિયંત્રણો હળવા કરવાની તૈયારી દર્શાવી છે.તમને જણાવી દઈએ કે, મુંબઈમાં બગીચા, રમતના મેદાન, પ્રવાસન સ્થળો, ઉદ્યાનો, પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમને શરતો સાથે ખોલવા માટે હાલ વિચારણા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યુ હતુ કે, મુંબઈમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. છતા રાજ્ય સરકા ટાસ્ક ફોર્સ સાથે પરામર્શ કરીને આગામી સમયમાં નિયંત્રણ હળવા કરશે.

પ્રતિબંધો હળવા થવાના એંધાણ

વધુમાં BMCના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યુ કે,  શારીરિક વ્યાયામ અને મોર્નિંગ વોક કોરોનામાં સ્વાસ્થ્ય માટે ગુણકારી સાબિત થઈ રહ્યા છે. તેથી, મેદાન અને બગીચાઓ ખોલવાની યોજના કરવામાં આવી રહી છે. જો કે, આવી સ્થિતિમાં હોટલ અને રેસ્ટોરન્ટનો સમય રાત્રે 10 વાગ્યાથી વધારીને 11 વાગ્યા સુધી કરી શકાય છે.

રાજ્યમાં મહિલા પોલીસકર્મીઓને મળી રાહત

જણાવી દઈએ કે, રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) સંજય પાંડેએ મહારાષ્ટ્રની મહિલા પોલીસકર્મીઓને ખુશખબર આપતા એક આદેશ જાહેર કર્યો છે. આ આદેશ મુજબ હવેથી સમગ્ર રાજ્યમાં મહિલા પોલીસકર્મીઓએ 12 કલાકને બદલે માત્ર 8 કલાક ફરજ બજાવવાની રહેશે. જો કે સામાન્ય રીતે, પુરુષ અને મહિલા બંને કર્મચારીઓની ફરજ 12 કલાક હોય છે. આ સાથે યુનિટ કમાન્ડરોને આ આદેશનો અમલ થાય તે માટે જણાવવામાં આવ્યુ છે.

એપ્રિલ મહિનામાં આ 4 રાશિ થઈ જશે માલામાલ ! શરુ થઈ રહ્યું Good Luck
આજનું રાશિફળ તારીખ : 01-04-2025
8 રૂપિયાની આ વસ્તુ ખાઈને અશ્વિની કુમારે શાહરૂખની ટીમને ધ્વસ્ત કરી
Astrology : નખ ચાવવાથી કયો ગ્રહ નબળો પડી જાય છે?
Post Office ની આ યોજનામાં મૂળ રકમથી બમણું વ્યાજ મળશે
ભારતનું પહેલું પ્રાઇવેટ રેલવે સ્ટેશન, મળે છે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ

ઈમરજન્સીના સંજોગોમાં મહિલા કર્મચારીઓની ફરજના કલાકો વધારી શકાય

આ ઉપરાંત પોલીસ અધિકારીએ કહ્યુ કે, આ પગલું મહિલા અધિકારીઓને વધુ સારું વર્ક-લાઇફ બેલેન્સ આપવા માટે લેવામાં આવ્યું છે. ઉપરાંત અધિકારીએ કહ્યુ કે, અગાઉ આ સિસ્ટમ નાગપુર શહેર, અમરાવતી શહેર અને પુણેના ગ્રામીણ વિસ્તારોમાં લાગુ કરવામાં આવી હતી. જોકે, ઈમરજન્સી કે તહેવારો દરમિયાન મહિલા કર્મચારીઓના ડ્યુટી અવર્સમાં પણ વધારો કરી શકાય છે. પરંતુ આ સંબંધિત જિલ્લાના એસપી અથવા ડીસીપીની પરવાનગી મેળવવી જરૂરી છે.

આ પણ વાંચો : Maharashtra Corona Cases: મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોનાથી થયા 100થી વધારે મોત, એકલા પુણેમાં ઓમીક્રોનના કેસ 110 ને પાર

g clip-path="url(#clip0_868_265)">