ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યુ બાગેશ્વર ધામ, 10 વર્ષીય બાળકીનુ મોત થતા પરિવારજનોનો આક્રોશ આસમાને

બાળકીના પરિવારજનોએ અહીં ચમત્કાર સાંભળ્યો, ત્યારે તેઓ બાગેશ્વર ધામમાં લઈ આવ્યા, તેમણે ભભૂતિ આપી. એવી અપેક્ષા હતી કે તેનો જીવ બચી જશે, પરંતુ તેનુ મોત થઈ ગયુ.

ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યુ બાગેશ્વર ધામ, 10 વર્ષીય બાળકીનુ મોત થતા પરિવારજનોનો આક્રોશ આસમાને
Bageshwar Dham
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 20, 2023 | 9:25 AM

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આ દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન વધુ એક સમાચાર આવી રહ્યા છે. ધામમાં આવેલી 10 વર્ષની બાળકીનું મોત થતા ચકચાર મચી જવા પામી છે. બાળકી 17 ફેબ્રુઆરીએ બાગેશ્વર ધામમાં આવી હતી. સંબંધીઓના જણાવ્યા અનુસાર, બાળકીને હુમલા આવતા હતા. જ્યારે તેણે અહીં ચમત્કાર સાંભળ્યો, ત્યારે તેઓ બાગેશ્વર ધામમાં લઈ આવ્યા, તેમણે ભભૂતિ આપી. એવી અપેક્ષા હતી કે તેનો જીવ બચી જશે, પરંતુ તેનુ મોત થઈ ગયુ.

સંબંધીઓને લાગ્યું કે બાળકી સૂઈ ગઈ પણ……!

મળતી માહિતી મુજબ, 10 વર્ષની બાળકી વિષ્ણુ કુમારી તેના પિતા બુધરામ, તેની માતા ધમ્મુ દેવી અને માસી ગુડ્ડી સાથે બાડમેરથી 17 ફેબ્રુઆરીના રોજ બાગેશ્વર ધામ આવી હતી. ધામમાં બાળકીની નાજુક તબિયતને લીધે તે આખી રાત જાગતી રહી, જેના કારણે બપોરે જ્યારે તેની આંખો ઝબકી ત્યારે સંબંધીઓને લાગ્યું કે બાળક સૂઈ ગયુ છે. પરંતુ શરીરમાં કોઈ હિલચાલ ન થતાં તેઓ ગભરાઈ ગયા, જેથી તેઓ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરે તપાસ કરતા બાળકીને મૃત જાહેર કરી હતી.

 પરિવારજનોમાં પારાવાર રોષ જોવા મળ્યો હતો

મૃતક બાળકીની માસી ગુડ્ડીએ જણાવ્યું હતુ કે તે દોઢ વર્ષથી ધામમાં આવી રહી છે. જ્યારે તેમને બાબાજી પાસે લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે તેમને ભભૂતિ પણ આપી, પરંતુ તેનાથી તે બચી શકી નહી. બાબાજીએ કહ્યું કે તે શાંત થઈ ગઈ છે, આમને દૂર લઈ જઓ. હોસ્પિટલ ચેકઅપ અને મૃત્યુની પુષ્ટિ કર્યા બાદ પરિવારજનોમાં પારાવાર રોષ જોવા મળ્યો હતો.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ દરમિયાન વધુ એક તસવીર સામે આવી જે માનવતાને શરમાવે છે.બાળકીના મૃતદેહને હોસ્પિટલથી એમ્બ્યુલન્સ સુધી લઈ જવા માટે સ્ટ્રેચર પણ મળ્યુ ન હતું. બાળકીની માસી ગુડ્ડી પોતે મૃતદેહને ખોળામાં લઈને હોસ્પિટલની બહારની એમ્બ્યુલન્સમાં લઈ ગઈ.

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">