Video : ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે પડી ગઈ આ વૃદ્ધ મહિલા, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !

|

Sep 20, 2021 | 4:00 PM

વસઈ રોડ રેલવે સ્ટેશન (Railway Station) પર ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે એક મહિલા અચાનક પડી ગઈ હતી. જો કે સ્થાનિક પોલીસની બહાદુરીથી આ મહિલાનો જીવ બચી ગયો હતો.

Video : ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે પડી ગઈ આ વૃદ્ધ મહિલા, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !
Vasai Road Railway Station

Follow us on

Maharashtra: મુંબઈથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. વસઈ રોડ રેલવે સ્ટેશન (Vasai railway Station) પર શનિવારે એક મોટો અકસ્માત ટળી ગયો હતો. જ્યાં ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડેલી વૃદ્ધ મહિલાને પોલીસ અને મુસાફરોની મદદથી બચાવી લેવામાં આવી હતી. પરંતુ આ અકસ્માતમાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે.

ચાલતી ટ્રેનમાં ચઢતી વખતે પડી ગઈ આ વૃદ્ધ મહિલા

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વસઈ રોડ રેલવે પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીના (Railway officer) જણાવ્યા અનુસાર, આ મહિલા મુસાફર પ્રમિલા મારો તેના પતિ સાથે ભાવનગરથી હૈદરાબાદ જઈ રહી હતી. જ્યારે ટ્રેન રેલવે સ્ટેશન પર ઉભી રહી ત્યારે દંપતી પ્લેટફોર્મ પર ચા પીવા નીચે ઉતર્યા. પરંતુ અચાનક ટ્રેન થોડી જ વારમાં દોડવા લાગી. જેના કારણે પ્લેટફોર્મ પર ટ્રેન પકડવા દોડવા લાગ્યા અને ઉતાવળમાં વૃદ્ધ મહિલા લપસી ગઈ અને પ્લેટફોર્મ (Platform) અને ટ્રેન વચ્ચેના ટ્રેકમાં તે પડી ગઈ.

જુઓ વીડિયો

પોલીસ કર્મીઓએ આ વૃદ્ધ મહિલાનો જીવ બચાવ્યો

આ ઘટના થયા બાદ તેના પતિ અને ત્યાં હાજર લોકોએ અવાજ કરવાનું શરૂ કર્યું. મુસાફરોનો અવાજ સાંભળીને ત્યાં તૈનાત પોલીસ કર્મીઓએ પોતાની બહાદુરી બતાવીને વૃદ્ધ મહિલાને (Women) ટ્રેકમાંથી બહાર કાઢી હતી. જોકે સદનસીબે વૃદ્ધ મહિલા જીવિત હતી, પરંતુ તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હાલ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર પીડિતાને ગંભીર ઈજાઓ થઈ છે.

 

આ પણ વાંચો: Mumbai: વરસોવા બીચ પર ગણપતિ વિસર્જન દરમ્યાન 5 બાળક ડૂબ્યા, 2 બાળકનો બચાવ, 3ની શોધખોળ ચાલુ

આ પણ વાંચો:  Maharashtra: કોલ્હાપુરમાં ભાજપના નેતાના પ્રવેશ પર પ્રતિબંધ! મુંબઈ પોલીસે ઘરમાં કર્યા નજરકેદ, કિરીટ સૌમૈયાથી કેમ ડરી રહી છે ઠાકરે સરકાર?

Published On - 3:59 pm, Mon, 20 September 21

Next Article