Maharashtra: કોલ્હાપુરમાં ભાજપના નેતાના પ્રવેશ પર પ્રતિબંધ! મુંબઈ પોલીસે ઘરમાં કર્યા નજરકેદ, કિરીટ સૌમૈયાથી કેમ ડરી રહી છે ઠાકરે સરકાર?

સોમૈયાએ ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફ વિરુદ્ધ જુદી જુદી તપાસ એજન્સીઓમાં ફરિયાદ નોંધાવી છે. તેમના અને તેમના પરિવાર પર 127 કરોડની મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો છે.

Maharashtra: કોલ્હાપુરમાં ભાજપના નેતાના પ્રવેશ પર પ્રતિબંધ! મુંબઈ પોલીસે ઘરમાં કર્યા નજરકેદ, કિરીટ સૌમૈયાથી કેમ ડરી રહી છે ઠાકરે સરકાર?
કિરીટ સોમૈયા (ફાઈલ ઈમેજ)

કોલ્હાપુરમાં ભાજપના નેતા કિરીટ સોમૈયાના (Kirit Somaiya) પ્રવેશ પ્રતિબંધનો આદેશ આપવામાં આવ્યો છે. કોલ્હાપુરના કલેક્ટર રાહુલ રેખાવારે (Rahul Rekhawar, Collector Kolhapur) આ આદેશ આપ્યો છે.

 

મુંબઈ પોલીસે કિરીટ સોમૈયાને બપોરે ચાર કલાક માટે તેમના મુલુંડ નિવાસસ્થાનથી બહાર નીકળવા પર રોક લગાવી હતી. વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ટ્વીટ કરીને આનો વિરોધ કર્યો હતો અને કિરીટ સોમૈયાની આ અટકાયતને ગેરકાયદેસર ગણાવી હતી.

 

દરમિયાન, કિરીટ સોમૈયાએ મરાઠીમાં બપોરે 3:24 વાગ્યે એક ટ્વીટ કર્યું. ટ્વીટમાં તેમણે કહ્યું કે ઠાકરે સરકાર દાદાગીરી પર ઉતરી આવી છે. મારા ઘરની આસપાસ પોલીસ જ પોલીસ છે. આ બધુ મારી કોલ્હાપુરની મુલાકાત રોકવા માટે હસન મુશ્રીફના કૌંભાંડ પર પડદો પાડવા માટે થઈ રહ્યું છે.

 

મને ઘરમાં જ અરેસ્ટ કરવા માટે આ કરવામાં આવ્યું છે. આ ગૃહ મંત્રી (મહારાષ્ટ્ર) ના આદેશ પર થયું છે. હું મુલુંડના નીલમ નગરથી સવારે 5.30 વાગ્યે નીકળીશ. પહેલા હું ગિરગામ ચોપાટી ગણેશ વિસર્જન માટે જઈશ અને ત્યાંથી હું સીએસએમટીથી સાંજે 7.15 વાગ્યે મહાલક્ષ્મી એક્સપ્રેસ દ્વારા કોલ્હાપુર માટે રવાના થઈશ.”

 

ઠાકરે સરકારે જાહેરાત કરવી જોઈએ કે રાજ્યમાં ઈમરજન્સી છે- ભાજપના પ્રદેશ પ્રમુખ

આ પછી પ્રદેશ ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે નિવેદન આપ્યું કે મુંબઈમાં આતંકવાદીઓ મુક્તપણે રખડી રહ્યા છે, પરંતુ ખોટી બાબતો સામે અવાજ ઉઠાવનારાઓ સામે રાજ્ય સરકાર બળનો ઉપયોગ કરે છે. શું કિરીટ સોમૈયા બળાત્કારી છે?

 

શું તે આતંકવાદી છે?  આખરેે, રાજ્ય સરકાર સત્તાવાર રીતે કેમ જાહેર કરતી નથી કે રાજ્યમાં ઈમરજન્સી છે. વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવિણ દારેકરે કહ્યું કે જેમ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ ખોટી હતી, તેવી જ રીતે કિરીટ સોમૈયા સાથે જે થઈ રહ્યું છે તે પણ ખોટું થઈ રહ્યું છે.

 

કિરીટ સોમૈયા મક્કમ, કોલ્હાપુર જવા નીકળ્યા

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કિરીટ સોમૈયા પોલીસ સાથે દલીલ કરતા રહ્યા કે જ્યારે કોલ્હાપુર કલેકટરે મને ત્યાં પ્રવેશવા પર પ્રતિબંધ મુક્યો છે તો તેમને મુંબઈમાં ઘર છોડવાની મંજૂરી કેમ નથી આપવામાં આવી રહી? તેઓ ગણેશ વિસર્જન માટે જશે.

 

આ પછી કિરીટ સોમૈયા ગણેશ વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી તરફ ગયા. ત્યાંથી તે સીધા સીએસએમટી સ્ટેશન ગયા. કોલ્હાપુર માટે મહાલક્ષ્મી એક્સપ્રેસ પકડતા પહેલા, તેને ફરી એકવાર પોલીસે સ્ટેશન પર અટકાવ્યા અને સુરક્ષાનો હવાલો આપીને કોલ્હાપુર જવાનું ટાળવાનું કહ્યું.

 

તેમને કહેવામાં આવ્યું કે NCP નેતા અને ગ્રામ વિકાસ મંત્રી હસન મુશ્રીફના કાર્યકરો કોલ્હાપુરમાં તેમના પર હુમલો કરી શકે છે. તેથી, સલામતીને ધ્યાનમાં રાખીને તેઓએ ન જવું જોઈએ પણ કિરીટ સોમૈયા કોલ્હાપુર જવા મક્કમ હતા. તેમણે કહ્યું કે તેઓ અંબે માતાના દર્શન કરવા જઈ રહ્યા છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ CSMTથી થાણે પહોંચી. ત્યાં પણ થાણે પોલીસે તેને ટ્રેનમાંથી ઉતરવાનું કહ્યું. કિરીટ સોમૈયા સહમત ન થયા અને કોલ્હાપુર તરફ આગળ વધ્યા.

 

ઠાકરે સરકાર આ કારણે સોમૈયાથી ડરી રહી છે

સોમૈયાએ જુદી જુદી તપાસ એજન્સીઓમાં ગ્રામ વિકાસ મંત્રી હસન મુશ્રીફ સામે અનેક ફરિયાદો નોંધાવી છે. તેમના અને તેમના પરિવાર પર 127 કરોડની મની લોન્ડરિંગનો આરોપ છે. સોમૈયાએ જાહેરાત કરી છે કે તેઓ મુશ્રીફ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સહિત એનસીપીના નેતાઓના ખાંડના કારખાનાઓની મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલા આર્થિક ગેર વ્યવહારની તપાસ કરશે. તેમણે અલીબાગના કોરલાઈ ગામની મુલાકાત લેવાની પણ જાહેરાત કરી છે, જ્યાં થોડા વર્ષો પહેલા રશ્મિ ઠાકરેના નામે 19 બંગલાઓ સહિત વિશાળ જમીન ખરીદવામાં આવી છે.

 

કિરીટ સોમૈયાએ કોલ્હાપુર જતા ટ્રેનમાં અમારી સંલગ્ન ચેનલ Tv9 મરાઠીને કહ્યું કે, ‘મને નથી લાગતું કે ઠાકરે સરકાર મને કોલ્હાપુર પહોંચવા દેશે. મારા માર્ગમાં વધુ અવરોધો આવશે. આ સરકાર નથી ઈચ્છતી કે હું કોલ્હાપુરના કાગલ પોલીસ સ્ટેશન પહોંચું અને મારી પાસે  આ કૌભાંડી સરકારના મંત્રી વિરુદ્ધ જે પુરાવા છે તે રજૂ કરું. પરંતુ ગમે તેટલી મુશ્કેલી આવે, હું હસન મુશ્રીફને જેલમાં પહોંચાડીને જ જંપીશ.

 

કોલ્હાપુર કલેકટરે તેમના આદેશમાં શું કહ્યું છે?

કોલ્હાપુરના કલેક્ટર રાહુલ રેખાવારે તેમના આદેશમાં કહ્યું છે કે કિરીટ સોમૈયા 20 સપ્ટેમ્બરે અહીં આવવાના છે અને ઘણી જગ્યાએ જવાના છે. દરમિયાન, હસન મુશ્રીફના સમર્થકો પણ અહીં મક્કમ છે કે તેઓ સોમૈયાને કોલ્હાપુરમાં ફરવા નહીં દે.

 

રેખાવારે પોતાના આદેશમાં કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા ભંગ થવાનો ભય છે. કલેકટરે ચેતવણી આપી છે કે જો પ્રવેશ પ્રતિબંધ હોવા છતાં કિરીટ સોમૈયા અહીં આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસ સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં જાહેર કરાયુ એલર્ટ

Click on your DTH Provider to Add TV9 Gujarati