AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: વરસોવા બીચ પર ગણપતિ વિસર્જન દરમ્યાન 5 બાળક ડૂબ્યા, 2 બાળકનો બચાવ, 3ની શોધખોળ ચાલુ

ત્રણ બાળકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્રણેય બાળકોને શોધવા માટે પોલીસ બોટની પણ મદદ લેવામાં આવી છે

Mumbai: વરસોવા બીચ પર ગણપતિ વિસર્જન દરમ્યાન 5 બાળક ડૂબ્યા, 2 બાળકનો બચાવ, 3ની શોધખોળ ચાલુ
વર્સોવા બીચ પર ગણેશ મૂર્તિનું વિસર્જન કરતી વખતે 5 બાળકો દરિયામાં ડૂબી ગયા હતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 8:10 AM
Share

Mumbai: ગણેશ મૂર્તિ વિસર્જન (Ganpati visarjan 2021) દરમિયાન રવિવારે મુંબઈ (Mumbai) માં એક મોટી ઘટના સામે આવી છે. અહીં વર્સોવા બીચ પર ગણેશ મૂર્તિનું વિસર્જન કરતી વખતે 5 બાળકો દરિયામાં ડૂબી ગયા હતા. ઘટના દરમિયાન બીચ પર હાજર લોકો બે બાળકોને લઈને કૂપર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં ત્રણ બાળકો ગુમ છે. BMCના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં ગુમ થયેલા ત્રણની શોધ ખોળ અને બચાવ કામગીરી ચાલુ છે.

BMCનું કહેવું છે કે લાઈફ બોય અને મનીલા રોપ, ફ્લડ રેસ્ક્યુ ટીમ દ્વારા બનાવ બન્યાના વિસ્તારમાં અને તેની આસપાસ એલઈડી લાઈટ્સ મારફતે ફેરી બોટનો ઉપયોગ કરીને ત્રણ બાળકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્રણેય બાળકોને શોધવા માટે પોલીસ બોટની પણ મદદ લેવામાં આવી છે. બચાવ કાર્યને ધ્યાનમાં રાખીને જેટીની ફ્લડ લાઇટ પણ ચાલુ રાખવામાં આવી છે.

વિસર્જન માટે આવ્યા હતા 5 બાળકો

વર્સોવા બીચ પર નહોતી વિસર્જનની મંજૂરી આ વખતે વહીવટીતંત્ર દ્વારા વિસર્જન સરઘસને અહી મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ તેમ છતાં, મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન માટે બહાર આવ્યા હતા. વર્સોવા બીચ પર પણ વિસર્જનની મંજૂરી નહોતી. મુંબઈના રાજા તરીકે જાણીતા ગણેશ ગલીના ગણપતિ બાપ્પાનું મુંબઈના ગિરગાવ ચોપાટી ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. મુંબઈના મેયર કિશોરી પેડણેકર પણ બાપ્પાના દર્શન કરવા આવ્યા હતા.

કોવિડ નિયમો અનુસાર કરવામાં આવી ગણેશ પૂજા મુંબઈમાં ગણેશ ઉત્સવના છેલ્લા દિવસે રવિવારે બપોર સુધી શહેરના વિવિધ સ્થળોએ ગણપતિ અને ગૌરીની 2,185 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. કોરોનાને ધ્યાનમાં રાખીને, આ વર્ષે મહારાષ્ટ્રમાં, જાહેર વર્તુળોમાં ગણપતિની મહત્તમ ઊંચાઈ ચાર ફૂટ હતી અને સરઘસને મંજૂરી નહોતી.

આને ધ્યાનમાં રાખીને, ગણેશ ગલીથી લાલબાગના રાજાની મૂર્તિની ઊંચાઈ પણ ચાર ફૂટથી વધુ ન હતી. બીજી તરફ મુંબઈના સૌથી લોકપ્રિય લાલબાગના રાજાનું વિસર્જન સરઘસ રસ્તા પર નીકળ્યું હતું.

લાલબાગના રાજાનું વિસર્જન ગિરગાવ ચોપાટી ખાતે થયું હતું. લાલબાગના રાજાનું વિસર્જન સરઘસ હજારો ગણેશ ભક્તોને ખેંચે છે, પરંતુ આ વર્ષે ભક્તો કરતા વધુ પોલીસ જોવા મળી હતી. કોરોના માર્ગદર્શિકાનું કડક પાલન થાય તે માટે વિસર્જન સરઘસના સમગ્ર માર્ગ પર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Petrol Price Today: कुछ ही मिनटों में आई कच्चे तेल में भारी गिरावट, जानिए आपके शहर में आज कितना सस्ता/महंगा हुआ पेट्रोल-डीज़ल

આ પણ વાંચો: Uttar Pradesh: बाराबंकी में गणेश विसर्जन के दौरान कल्याणी नदी में डूबे 5 लोग, महिला का शव बरामद; 4 की तलाश जारी

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">