શરદ પવારના મુંબઈના નિવાસસ્થાન પર MSRTC કર્મચારીઓ દ્વારા કરાયેલા હુમલાથી વિફર્યા મમતા બેનર્જી, સખ્ત કાર્યવાહીનું કર્યું સમર્થન

Mamata Banerjee: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શનિવારે સવારે ટ્વીટ કરીને એનસીપી પ્રમુખ શરદ પવારના ઘર પર થયેલા હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી હતી.

શરદ પવારના મુંબઈના નિવાસસ્થાન પર MSRTC કર્મચારીઓ દ્વારા કરાયેલા હુમલાથી વિફર્યા મમતા બેનર્જી, સખ્ત કાર્યવાહીનું કર્યું સમર્થન
Mamata Banerjee & Sharad Pawar (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 6:19 PM

મુંબઈમાં એનસીપી ચીફ શરદ પવારના (Sharad Pawar) નિવાસસ્થાન ‘સિલ્વર ઓક’ની બહાર મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના હડતાળ કરી રહેલા કર્મચારીઓ (MSRTC Workers) દ્વારા ઘેરાવ કરવામાં આવતા ચપ્પલ ફેંકવા અને તેમના પર કથિત રીતે મારપીટ કરવાના મુદ્દે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ખુલીને સામે આવ્યા છે. સીએમ મમતા બેનર્જીએ શનિવારે સવારે ટ્વીટ કરીને શરદ પવારના ઘર પર થયેલા હુમલાની નિંદા કરી હતી. આ સાથે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને સમર્થન આપીને આક્રમણખોરો સામે કડક કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી. આ ઘટનાને લઈને ફરી ભાજપ પર નિશાન સાધતા વિપક્ષી પાર્ટીઓને એક કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ શનિવારે ટ્વીટ કર્યું હતું કે, હું ભારતના સૌથી વરિષ્ઠ જાહેર વ્યક્તિઓમાંના એક શરદ પવારના નિવાસસ્થાન પર હુમલાની નિંદા કરું છું. મહારાષ્ટ્રના સીએમના નિવેદનનું સ્વાગત કરું છું. દોષિતો સામે કડક કાર્યવાહીનું સમર્થન કરું છું.  તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના ઘણા હડતાળ કર્મચારીઓએ શુક્રવારે મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

દાવો કરવામાં આવ્યો હતો કે આ દરમિયાન દેખાવકારોએ પથ્થરમારો પણ કર્યો હતો. કેટલાક કર્મચારીઓએ તેમના ઘર તરફ જૂતા અને ચપ્પલ પણ ફેંક્યા હતા. આ અંગે માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એનસીપી ચીફ પવારને ફોન કરીને તેમની સ્થિતિ જાણી હતી.

મમતા બેનર્જી મહારાષ્ટ્રમાં શરદ પવારને મળ્યા હતા

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">