શેરબજારમાં અસ્થિરતાની સંભાવના, ખરીફ પાકને મળશે ચોમાસાનો લાભ, જાણો કેવું રહેશે આ સપ્તાહ

કૃષિ પેદાશોમાં ગુવારના બીજ અને ગુવાર ગમમાં મજબૂતાઈની સંભાવના છે, આ મજબૂતી આગામી 2 થી 3 મહિના સુધી રહે તેવી શક્યતા છે. ગ્રહોની ચાલ પરથી જાણી શકાય છે કે શેરબજારમાં ઉતાર -ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.

શેરબજારમાં અસ્થિરતાની સંભાવના, ખરીફ પાકને મળશે ચોમાસાનો લાભ, જાણો કેવું રહેશે આ સપ્તાહ
બજારનું ભવિષ્ય ફળ (સાંકેતીક તસવીર)

આ સપ્તાહે ગ્રહ દિશાને કારણે ખાસ કરીને શેરબજાર અને ખેતી ક્ષેત્રે કેવુ રહેશે તે જાણવુ મહત્વનુ રહેશે. બુધ ઓગસ્ટ મહિનાના ચોથા સપ્તાહનો પ્રતિનિધિ છે અને બુધ ગ્રહને વર્ષ 2021નો કારક માનવામાં આવે છે. આ સપ્તાહ દરમિયાન સૂર્ય અને મંગળની યુતી રાશિમાં બની રહી છે. તેની અસરો બજારની પરીસ્થીતી પર પણ જોવા મળશે.

બૃહસ્પતિ અને શનિ બંને વક્રી અવસ્થામાં છે. આ તમામ ગ્રહોના સહયોગથી બજારોમાં અનિશ્ચિતતા વધે છે. બુધ ગ્રહને ચંચળ ગ્રહ માનવામાં આવે છે અને તે ખાસ કરીને તેના ઉતાર – ચઢાવ માટે પ્રખ્યાત છે. આ સપ્તાહે કપાસ અને કપાસના તેલ એમ બંનેમાં મજબૂતી જોવા મળી શકે છે.

શેરબજારમાં જોવા મળશે અસ્થિરતા

આ ગ્રહોની પ્રવૃત્તિ પરથી જાણી શકાય છે. આ સાથે શેરબજારમાં ઉતાર -ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે. કૃષિ પેદાશોમાં ગુવારના બીજ અને ગુવાર ગમમાં મજબૂતાઈની સંભાવના છે, આ મજબૂતી આગામી 2 થી 3 મહિના સુધી રહે તેવી શક્યતા છે.

ભારે વરસાદ પડવાની સંભાવના

દક્ષિણ -પશ્ચિમમાં  પુરજોશમાં ધોધમાર વરસાદની શક્યતા દર્શાવે છે. ખરીફ પાકને તેનો લાભ મળી શકે છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં વરસાદની અછત વર્તાય રહી છે, પરંતુ ગ્રહોની સ્થિતિ મુજબ ત્યાં પણ સારા વરસાદની સંભાવના છે.

શેરબજારનું વલણ

સ્થાનિક સ્તરે કોઈ મોટા ઘટનાક્રમની આશા નથી, આથી આ સપ્તાહે વિશ્વના ઘટનાક્રમનાં વલણ સાથે શેરબજારોની દિશા નક્કી કરવામાં આવશે. આ સિવાય, ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટના સેટલમેન્ટને કારણે બજારમાં થોડો ઉતાર – ચઢાવ જોવા મળી શકે છે. ત્રિમાસિક પરિણામોની સીઝન પૂરી થઈ ગઈ છે.

આવી સ્થિતિમાં માર્કેટમાં રૂપિયાની વધઘટ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ અને વિદેશી ભંડોળના પ્રવાહથી પણ ફેરફારો જોવા મળી શકે છે. આ અનુસાર, બજારનું વલણ પણ નક્કી થતું જોવા મળશે.

Disclaimer: ઉપરોક્ત તમામ માહિતી નાણાકીય જ્યોતિષ અને મૂળભૂત વિશ્લેષણના આધારે આપવામાં આવી છે. લેખક અથવા વેબસાઇટ તમારા નફા અને નુકસાન માટે જવાબદાર રહેશે નહીં. કોઈપણ વેપાર કરતા પહેલા તમે તમારા નાણાકીય સલાહકારની સલાહ લઈ શકો છો.

આ પણ વાંચો : TATA GROUP ના આ શેર્સએ રોકાણકારોને કર્યા માલામાલ , 54% સુધી રિટર્ન આપનાર સ્ટોક્સ તરફ રાકેશ ઝુનઝુનવાલાનો પણ છે ઝુકાવ

આ પણ વાંચો : e-filing પોર્ટલની હલ ન થતી સમસ્યાઓ બાબતે હવે સરકારની ધીરજ ખૂટી, Infosys ના MD ને સમન્સ મોકલી માંગ્યો જવાબ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati