દશેરાની રેલીમાં અસલી શિવસેનાને લઈ ઉદ્ધવ અને શિંદે વચ્ચે વાકયુદ્ધ, ભાષણમાં જોવા મળ્યા વાર અને પલટવાર

શિવાજીપાર્ક ખાતે યોજાયેલી દશેરા રેલીમાં એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray and CM Eknath Shinde) વચ્ચે ભારે વાકયુદ્ધ જાવા મળ્યુ હતું, વાર પલટવારની આ રમતમાં કટ્પ્પાથી લઈને પિતાને ચોરવા વાળા સુધીના શિરપાવ એકબીજાને આપવામાં આવ્યા હતા. અસલી શિવસેના કોની મુદ્દાએ હવે મહારાષ્ટ્રના રાજકારણને ગરમ કરી નાખ્યુ છે.

દશેરાની રેલીમાં અસલી શિવસેનાને લઈ ઉદ્ધવ અને શિંદે વચ્ચે વાકયુદ્ધ, ભાષણમાં જોવા મળ્યા વાર અને પલટવાર
War of words between Uddhav and Shinde over the real Shiv Sena in the Dussehra rally
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 7:19 AM

શિવસેના(Shivsena)ના ઈતિહાસમાં પહેલીવાર મુંબઈમાં એક સાથે બે દશેરા રેલી(Dussehra ralley) જોવા મળી. શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે (Uddhav Thackeray and CM Eknath Shinde)એ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં રેલીને સંબોધી હતી. આ દરમિયાન બંને વચ્ચે પરસ્પર તણાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ શિંદે પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ સીએમ એકનાથ શિંદેએ પણ ઠાકરેના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો હતો. રેલીમાં ઠાકરેએ શિંદેની સરખામણી કટપ્પા સાથે કરી હતી. એટલું જ નહીં, તેમણે કાચંડો, દેશદ્રોહી અને પિતાને ચોરવા વાળા સુધી કહી નાખ્યુ.

સીએમ એકનાથ શિંદેએ ઠાકરેના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. શિંદેએ ઠાકરેને બાળાસાહેબના મૂલ્યો સાથે દ્રોહી ગણાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે તેમણે પીએમના ફોટા દ્વારા સીએમની ખુરશી માટે વોટ માંગ્યા અને બાળાસાહેબના વિચારો છોડી દીધા. એટલું જ નહીં શિંદેએ એમ પણ કહ્યું કે ઠાકરેએ બાળાસાહેબના વિચારો સાથે દગો કર્યો છે. રેલીમાં ઠાકરે અને શિંદેના ટશનની ચર્ચા પણ રાજકીય ગલિયારાઓમાં તેજ બની છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

જાણો વાર-પલટવારમાં ઠાકરે-શિંદેની ટક્કર

ઉદ્ધવનો પહેલો હુમલો – બાપની ચોરી કરનારાઓની શું વાત કરું? ન તો પોતાના વિચારો, ન પોતાની સંસ્કૃતિ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શિંદેનો પલટવાર – અમે બાળાસાહેબના વિચારો અપનાવ્યા છે, તમે તેમના વિચારો વેચ્યા. તમે પિતા વેચવા નીકળ્યા તો સાચો દેશદ્રોહી કોણ?

ઉદ્ધવનો બીજો હુમલો – આ કટપ્પા છે, કારણ કે તેઓ સાથે રહીને શિવસેના વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા.

શિંદેનો વળતો પ્રહાર – કટપ્પા સ્વાભિમાની હતા. તમારી જેમ ડબલ નીતિ ધરાવનારા નહી. શિવસેના માટે દિવસ-રાત એક કર્યું. મારા પર 100 કેસ દર્જ છે, તમારા પર કેટલા કેસ છે?

ઉદ્ધવનો ત્રીજો હુમલો- કાચંડાનો પોતાનો કોઈ રંગ નથી હોતો, કાચંડા જેવા લોકો તક જોઈને રંગ બદલી નાખે છે. આવનારી દરેક ચૂંટણીમાં તેમને તેમનું સ્થાન બતાવી દઈશું

શિંદેનો વળતો પ્રહાર – 2019માં મને નાયબ મુખ્યમંત્રી બનાવવાની વાત થઈ હતી. મેં વિચાર્યા વગર તમને આગળ કર્યા. ઠાકરે જી અમે ચોડવા વાલા લોકો છીએ પરંતુ તમે મુખ્યમંત્રીની ખુરશી માટે બાળાસાહેબના વિચારો છોડી દીધા.

ઉદ્ધવનો ચોથો હુમલો – જો કોઈ વફાદાર શિવસૈનિક પણ મને બહાર નીકળવાનું કહેતે તો હું પળવારમાં રાજકારણ છોડી દેત. પણ આ દેશદ્રોહીઓનું શું? બીજેપીએ પીઠમાં ખંજર ઘોંપી દીધુ

શિંદેનો વળતો પ્રહાર – અમે દગો કર્યો નથી, અમે બળવો કર્યો છે. અમે ક્રાંતિ કરી છે. તમે બાળાસાહેબના વિચારો સાથે દગો કર્યો. 2019માં પીએમ મોદીની તસવીર બતાવીને વોટ માંગ્યા અને સીએમની ખુરશી પર બેઠા.

ઉદ્ધવનો પાંચમો હુમલો– અમિત શાહ અમને કઈ જમીન બતાવશે?, અમે ધરતીના લોકો છીએ. પહેલા PoKની જમીન ભારત લાવીને બતાવો

શિંદેનો વળતો પ્રહાર – બાળાસાહેબનું સ્વપ્ન કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું હતું, અમિત શાહે તે કર્યું. તમે તેમની સાથે છેતરપિંડી કરી. શાહને તમે અફઝલ ખાન કહીને બોલાવ્યો અને જેમણે બાળાસાહેબ ઠાકરેની ધરપકડ કરી હતી તમે તેમની સાથે ગયા.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">