Viral Video : રસ્તા પર પલટી ગઇ કાર, લોકોએ મળીને કરી દીધી સીધી ને બચી ગયા જીવ

ઉંધી પડેલી કારને જોઇને ત્યાં હાજર કેટલાક લોકો ભેગા થયા અને પૂરી તાકાત લગાવીને તેને સીધી કરી દીધી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 18, 2021 | 3:25 PM

Mumbai : ભારતમાં અકસ્માતમાં (Accident) રોજ કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવે છે. કેટલાક અકસ્માતો એવા હોય છે કે જેમાં જો સમય પર મદદ મળી જાય તો લોકોનો જીવ બચી શકે છે. મોટેભાગે લોકો પોલીસ સ્ટેશનના ચક્કર ન મારવા પડે તે માટે અકસ્માતમાં ઘાયલ લોકોની મદદ કરતા અચકાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે ઉભા રહીને તમાશો જોવાની બદલે લોકોની મદદ કરે છે અને તેમનો જીવ બચાવે છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમે પણ ચોંકી જશો

મુંબઇના (Mumbai Valkeshvar) વાલકેશ્વરમાં રસ્તા વચ્ચે એક કાર પલટી ખાય ગઇ. ગાડીમાં સવાર બધા જ લોકો સલામત છે. ઉંધી પડેલી કારને જોઇને ત્યાં હાજર કેટલાક લોકો ભેગા થયા અને પૂરી તાકાત લગાવીને તેને સીધી કરી દીધી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઇ લોકો કાર ઉઠાવનારના વખાણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

 

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ યૂઝર Binjal Parekh એ શેયર કર્યો હતો. 17 જૂને ફોટોગ્રાફર અને કંટેંટ ક્રિએટર (Content Creator) માનવ મંગલાણીએ (Manav Manglani) પોતાના ઇન્સ્ટા હૈંડલ (Instagram) પર શેયર કર્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કેટલાક લોકો પોલીસની સાથે મળીને રસ્તા પર ઉંધી પડેલી કારને સીધી કરવા માટે મહેનત કરી રહ્યા હતા. અંતમાં તેમની મહેનત રંગ લાવે છે અને ઉંધી કારને તેઓ સીધી કરી નાખે છે.

આ વીડિયોને જોઇને લોકો મુંબઇકર્સના ખૂબ વખાણ કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યૂઝરે લખ્યુ કે, યે મુંબઇ હે મેરે યાર. અન્ય એક યૂઝરે લખ્યુ કે, કઇ પણ થઇ જાય આપણે સાથે મળીને કઇ પણ કરી શકીયે છીએ, આ વીડિયો એ વાતનું ઉદાહરણ પુરુ પાડે છે.

આ પણ વાંચો – Gujarat Board Exam Result : ધોરણ 12ના પરિણામની 40-30-30ની ફોર્મ્યુલા અપનાવવા વાલીઓ-વિધાર્થીઓની માંગ

આ પણ વાંચો – Vadodra : પોલીસના વફાદાર સ્નિફર ડોગ મીનાનું નિધન, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત VVIP બંદોબસ્તમાં ફરજ બજાવી છે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">