Aryan Khan Drugs Caseમાં સમીર વાનખેડેની નોકરી જશે કે નવાબ મલિકનું મંત્રીપદ? આ જોવાનું રહેશે: રામદાસ આઠવલે

જાણીતા વકીલ ઉજ્જવલ નિકમે પણ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજકીય પક્ષો દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી પર સવાલ ઉઠાવવો એ ખતરનાક પ્રથાની શરૂઆત છે.

Aryan Khan Drugs Caseમાં સમીર વાનખેડેની નોકરી જશે કે નવાબ મલિકનું મંત્રીપદ? આ જોવાનું રહેશે: રામદાસ આઠવલે
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે. (ફોટોઃ ANI)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 11:43 PM

શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનના (Aryan Khan) મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Mumbai cruise drugs case) એનસીબી સામે એનસીપીનો વિવાદ વધી રહ્યો છે. NCP નેતા નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે NCBએ નકલી દરોડા પાડીને આર્યન ખાનને ફસાવ્યો છે.

ક્રૂઝમાંથી કોઈ ડ્રગ્સ મળી આવ્યું ન હતું. NCB કચેરીમાં ડ્રગ્સની રિકવરી બતાવવામાં આવી છે. તેમજ NCB દ્વારા 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાંથી 3 લોકોને ભાજપના દબાણ હેઠળ છોડી દેવામાં આવ્યા હતા. એટલે કે એનસીબી રાજકીય પક્ષના ઈશારે કામ કરી રહી છે. NCBએ પણ નવાબ મલિકને જોરદાર જવાબ આપ્યો છે. આ વધી રહેલા વિવાદ પર શનિવારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ (Ramdas Athawale)  પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

મહારાષ્ટ્રના કરાડમાં પત્રકારો સાથે વાત કરતા રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય તપાસ એજન્સીઓ દ્વારા રાજ્યમાં કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં શરદ પવારના પરિવારને અથવા અન્ય કોઈને હેરાન કરવાનો કોઈ હેતુ નથી. આ એજન્સીઓ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેમની ક્રિયાઓમાં કેન્દ્ર સરકારની દખલગીરીનો કોઈ પ્રશ્ન ઉભો નથી.

NCB અને NCPની લડાઈમાં નોકરી જશે કે મંત્રીપદ, આખરે ક્યાં સુધી છે આની હદ

આગળ, રામદાસ આઠવલેએ આ અંગે પોતાની ટિપ્પણી આપતા કહ્યું કે, આ સમગ્ર મામલામાં NCB અધિકારી સમીર વાનખેડેની નોકરી જશે કે એનસીપીમાંથી રાજ્યના લઘુમતી કલ્યાણ મંત્રી નવાબ મલિકનું મંત્રીપદ  જશે, આ બાબત જોવાની હશે.

રામદાસ આઠવલે ઉલ્લેખ કરી રહ્યા હતા કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં બોલીવુડમાં મોટી માત્રામાં ડ્રગ્સ ફરતું હોવાની ચર્ચા હતી. આર્યન ખાન વિરુદ્ધ કાર્યવાહીના મામલે પણ કોઈ પક્ષપાત કરવામાં આવ્યો નથી. તેમની સામે પુરાવા છે, ત્યારે જ કોર્ટ તેમને જામીન આપી રહી નથી. જો ED, CBI, NCBના દરોડામાં કોઈ દોષિત સાબિત થશે તો કાર્યવાહી કરવામાં આવશે. રામદાસ આઠવલેએ આ અંગે સ્પષ્ટતા કરી હતી.

બીજી બાજુ જાણીતા વકીલ ઉજ્જવલ નિકમે પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજકીય પક્ષો દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી પર સવાલ ઉઠાવવો એ ખતરનાક પ્રથાની શરૂઆત છે. પરંતુ તેમણે તપાસ એજન્સીઓના અધિકારીઓને પણ સલાહ આપતા કહ્યું કે તેઓ પણ પોતાની ફરજ પર ધ્યાન આપે. એટલે કે ‘ચમકોગીરી’ થી બચવું જોઈએ.

આ પણ વાંચો :  Ananya Pandey & Aryan Khan: આર્યનખાનને ડ્રગ્સ પહોંચાડનારની જાણકારી મળી, અનન્યા પાંડેની ટીપ પર સોમવારે પુછપરછ

g clip-path="url(#clip0_868_265)">