પરિવારથી લઈ ભ્રષ્ટાચાર સુધીના તમામ મુદ્દાઓ પર ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું

ઉદ્ધવ ઠાકરેએ ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે જ્યારથી ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો સામે આવ્યો છે, લોકો ભાજપ એટલે ભ્રષ્ટ જનતા પાર્ટીનો અસલી ચહેરો જાણી ગયા છે. સાથે જ તેમને કહ્યું કે તે પરિવારનો મતલબ સમજતા નથી ઠાકરેએ ભાજપને સવાલ પુછતા કહ્યું કે ભાજપ જે ભ્રષ્ટાચારની વાત કરી રહી છે, પહેલા તે જણાવે કે જેટલા ભ્રષ્ટાચારના આરોપ જે નેતાઓ પર લગાવ્યા તેને પોતાની પાર્ટીમાં કેમ લઈ લીધા?

પરિવારથી લઈ ભ્રષ્ટાચાર સુધીના તમામ મુદ્દાઓ પર ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું
Uddhav ThackerayImage Credit source: File Image
Follow Us:
| Updated on: Mar 31, 2024 | 1:57 PM

આજે એટલે કે 31 માર્ચે દિલ્હીના રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં સમગ્ર વિપક્ષ એકત્ર થશે. જેના પહેલા ભાજપે એક પ્રેસ કોન્ફરન્સ કરી, ભાજપની આ પ્રેસ કોન્ફરન્સના જવાબમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર પ્રહાર કર્યા છે. ઠાકરેએ કહ્યું કે ભાજપ ભ્રષ્ટ જનતા પાર્ટી છે.

ઉદ્ધવ ઠાકરેએ ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે જ્યારથી ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો સામે આવ્યો છે, લોકો ભાજપ એટલે ભ્રષ્ટ જનતા પાર્ટીનો અસલી ચહેરો જાણી ગયા છે. સાથે જ તેમને કહ્યું કે તે પરિવારનો મતલબ સમજતા નથી ઠાકરેએ ભાજપને સવાલ પુછતા કહ્યું કે ભાજપ જે ભ્રષ્ટાચારની વાત કરી રહી છે, પહેલા તે જણાવે કે જેટલા ભ્રષ્ટાચારના આરોપ જે નેતાઓ પર લગાવ્યા તેને પોતાની પાર્ટીમાં કેમ લઈ લીધા?

ઠાકરેનો ભાજપ પર પ્રહાર

ઠાકરેએ ભાજપના મોદી પરિવારના નારા પર તીખો પ્રહાર કરતા કહ્યું કે પરિવારનો મતલબ જ તે નથી સમજતા, પરિવારની જવાબદારી લેવી પડે છે. તમારા પરિવારમાં સપોર્ટ, ખુરશી અને તમે છો. ઈલેક્ટોરલ બોન્ડ પર સવાલ કરતા શિવસેના પ્રમુખે કહ્યું કે જ્યારથી તેમનો રાજ ખુલી ગયો, ભ્રષ્ટ જનતા પાર્ટીનો અસલી ચહેરો સામે આવ્યો. ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર હુમલો કરતા કહ્યું કે આ અસલમાં ભ્રષ્ટ જનતા પાર્ટી છે, જે પરિવારવાદનો આરોપ આ વિપક્ષના નેતાઓ પર લગાવી રહ્યા છે, તેને ખબર નથી કે પરિવાર શું હોય છે.

Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક

મહારેલીમાં ઠાકરે થયા સામેલ

ઠાકરેએ કહ્યું કે જેટલા ભ્રષ્ટા ચહેરા છે તે તમામ ભાજપની સાથે છે. ભાજપે જેની પર આરોપ લગાવ્યા છે તે તમામ ભાજપની સાથે છે. તેમને આગળ કહ્યું કે તે નાની નાની પાર્ટીઓને પોતાની સાથે જોડી રહી છે. દિલ્હીમાં આજે એટલે કે 31 માર્ચે સીએમ અરવિંદ કેજરીવાલની કથિત શરાબ કૌભાંડમાં થયેલી ધરપકડની વિરૂદ્ધ રામલીલા મેદાનમાં ઈન્ડિયા ગઠબંધનની મહારેલી થઈ રહી છે. આ રેલીમાં સામેલ થવા માટે ઉદ્ધવ ઠાકરે પણ દિલ્હી પહોંચ્યા છે. આ રેલીનું નામ તાનાશાહી હટાવો, લોકતંત્ર બચાવો આપવામાં આવ્યું છે. આ મહારેલીમાં લગભગ 28 પાર્ટીઓ ભાગ લઈ રહી છે.

g clip-path="url(#clip0_868_265)">