વીર સાવરકર મુદ્દે ઉદ્ધવ જૂથનું કોંગ્રેસ વિરૂદ્ધ આક્રમક વલણ, ખડગેની બેઠકમાં હાજર ન થવાનો કર્યો નિર્ણય

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વીર સાવરકર અમારા ભગવાનની જેમ છે. તેમના પ્રત્યે અપમાન સહન કરવામાં આવશે નહીં. અમે લડવા માટે તૈયાર છીએ પણ અમારા ભગવાનનું આ રીતે અપમાન ન કરો, જેને અમે સહન નહીં કરીએ.

વીર સાવરકર મુદ્દે ઉદ્ધવ જૂથનું કોંગ્રેસ વિરૂદ્ધ આક્રમક વલણ, ખડગેની બેઠકમાં હાજર ન થવાનો કર્યો નિર્ણય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 5:00 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વીર સાવરકરને લઈને આપેલા નિવેદન પર રાજનીતિ ગરમાઈ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પ્રવક્તા સંજય રાઉતે સીધુ જ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. સાથે જ શિવસેનાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેની ડિનર પાર્ટીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ડિનર પાર્ટીમાં શિવસેના તરફથી કોઈ સામેલ નહીં થાય.

શિવસેનાએ લોકસભામાંથી રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવાની નિંદા કરી છે. સાથે જ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસને ચેતવણી પણ આપી છે કે વીર સાવરકરને નીચુ દેખાડવાથી વિપક્ષી ગઠબંધનમાં તિરાડ ઉભી થશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે વીર સાવરકર અમારા ભગવાનની જેમ છે. તેમના પ્રત્યે અપમાન સહન કરવામાં આવશે નહીં. અમે લડવા માટે તૈયાર છીએ પણ અમારા ભગવાનનું આ રીતે અપમાન ન કરો, જેને અમે સહન નહીં કરીએ.

આ પણ વાંચો: Breaking News: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો હુમલો, વિદેશ મંત્રાલય પાસે વિસ્ફોટમાં 13ના મોત

સાંજે 7.30 વાગ્યે છે ડિનર પાર્ટી

ખડગેએ ડિનર પાર્ટી સોમવારે સાંજે પોતાના દિલ્હીના નિવાસસ્થાન પર રાખી છે. આ પાર્ટીમાં ખડગેએ તમામ વિપક્ષી દળોના નેતાઓને બોલાવ્યા છે. શિવસેનાએ આ પાર્ટીમાં આવવાની ના પાડી દીધી છે. શિવસેનાએ હિન્દુત્વ વિચારક વીર સાવરકરની વિરૂદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણી પર નારાજગી વ્યક્ત કરી છે. વિપક્ષી દળોના નેતા આજે એટલે કે સોમવારે 7.30 વાગ્યે ખડગેના નિવાસસ્થાન પર ડિનર પાર્ટીમાં સામેલ થશે.

ત્યારે ગૌતમ અદાણી મુદ્દો અને લોકસભામાંથી રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવાને લઈ મોદી સરકારના વિરોધમાં ઘણા વિપક્ષી સાંસદોએ સંસદથી વિજય ચોક સુધી વિરોધ માર્ચ કાઢી છે.

ટીએમસી પણ ડિનર પાર્ટીમાં ભાગ લેશે નહીં

તૃણમૂલ કોંગ્રેસ (TMC) જે અત્યાર સુધી વિપક્ષના પ્રદર્શનોથી દૂર રહી હતી, તે પણ આજે વિરોધમાં જોડાઈ હતી. જો કે, સૂત્રોનું માનવું છે કે TMC સાંસદ ખડગેના નિવાસસ્થાને આયોજિત ડિનર પાર્ટીમાં ભાગ લેશે નહીં.

                                                                   દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

                                                                             દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Latest News Updates