AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi High Court : ઉદ્ધવ ઠાકરે,આદિત્ય ઠાકરે અને સંજય રાઉતની વધી શકે છે મુશ્કેલી , માનહાનિ કેસમાં હાઈકોર્ટે મોકલ્યું સમન્સ

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે મહાની કેસમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉતને સમન્સ જારી કર્યા છે. શિવસેનાના નેતા રાહુલ રમેશ શેવાળે દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં આ સમન્સ મોકલવામાં આવ્યું છે.

Delhi High Court : ઉદ્ધવ ઠાકરે,આદિત્ય ઠાકરે અને સંજય રાઉતની વધી શકે છે મુશ્કેલી , માનહાનિ કેસમાં હાઈકોર્ટે મોકલ્યું સમન્સ
Uddhav Thackeray, Aditya Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 3:48 PM
Share

દિલ્હી હાઈકોર્ટે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેને માનહાનિના કેસમાં સમન્સ જાહેર કર્યા છે. એકનાથ શિંદે જૂથના નેતા રાહુલ રમેશ શેવાલેએ માનહાનિના કેસમાં કેસ દાખલ કર્યો છે. જેમાં આ સમન્સ જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટે શિવસેનાના નેતા સંજય રાઉતને પણ સમન્સ મોકલ્યા છે. કોર્ટ હવે આ મામલે 17 એપ્રિલે સુનાવણી કરશે.

આ પણ વાંચો : G-20 Meeting: આજથી મુંબઈમાં G-20ની બેઠક શરૂ, ભારત અને વિદેશના મહેમાનો સાથે ત્રણ દિવસ સુધી બેઠકનો આ રાઉન્ડ ચાલશે

શું છે સમગ્ર બાબત

ભૂતકાળમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર ‘સામના’માં એક લેખ લખવામાં આવ્યો હતો. આ લેખમાં શિવસેના (શિંદે જૂથ)ના નેતા રાહુલ રમેશ શેવાલેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાહુલ રમેશ શેવાળેએ આ લેખને લઈને ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વિરુદ્ધ સિવિલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

શિવસેનાનો આરોપ છે કે આ લેખથી તેની છબીને નુકસાન થયું છે. સામના લેખની હેડલાઇન જેના પર રાહુલ રમેશ શેવાળેએ કેસ દાખલ કર્યો છે,રાહુલ શેવાળેની કરાચીમાં હોટલ, રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. શેવાલેનો આરોપ છે કે તેમની વિરુદ્ધ પાયાવિહોણા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા અને તેમની સામાજિક છબીને નુકસાન થયું.

શેવાલે બળાત્કારના કેસમાં આરોપી છે

જણાવી દઈએ કે શિવસેના નેતા રાહુલ શેવાલે પણ બળાત્કાર કેસમાં આરોપી છે અને દુબઈમાં કામ કરતી એક ફેશન ડિઝાઇનરે શેવાલે પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે શેવાલે વર્ષ 2020થી લગ્નના બહાને તેનું જાતીય શોષણ કરી રહ્યો છે.

પીડિતાએ આ મામલાની ફરિયાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ કરી છે. શેવાલે મુંબઈ દક્ષિણ મધ્યથી સાંસદ છે અને ચાર વખત BMCની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. શેવાલે મહારાષ્ટ્રના રાજકારણમાં જાણીતું નામ છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

મહારાષ્ટ્ર સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">