આજે ઉદ્ધવ સરકારની કેબિનેટ બેઠક, ઈંધણની કિંમતો પર વેટ ઘટાડવા પર થઈ શકે છે ચર્ચા

CMOએ કહ્યું કે મુંબઈમાં વેચાતા ડીઝલ પર કેન્દ્રને 24.38 રૂપિયા મળે છે, જ્યારે રાજ્યને 22.37 રૂપિયા મળે છે. મુંબઈમાં વેચાતા એક લિટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો અનુક્રમે રૂ. 31.58 અને રૂ. 32.55 છે.

આજે ઉદ્ધવ સરકારની કેબિનેટ બેઠક, ઈંધણની કિંમતો પર વેટ ઘટાડવા પર થઈ શકે છે ચર્ચા
Maharashtra Cabinet Meeting ( File Photo)
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Apr 28, 2022 | 9:49 AM

ગુરુવારે યોજાનારી મહારાષ્ટ્ર રાજ્ય કેબિનેટની બેઠકમાં (Maharashtra state cabinet meeting) મહારાષ્ટ્ર સરકાર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) અને ઈંધણના ભાવ (fuel prices) અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે. એક વરિષ્ઠ મંત્રીએ બુધવારે આ જાણકારી આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) બુધવારે વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથેની ડિજિટલ મીટિંગ દરમિયાન તેમને મૂલ્ય વર્ધિત કર (VAT) ઘટાડવા જણાવ્યુ હતુ, ખાસ કરીને વિરોધ પક્ષો દ્વારા શાસિત કેટલાક રાજ્યોમાં ઈંધણના ઊંચા ભાવનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યુ હતું.

વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે પેટ્રોલ પર વેટમાં મહારાષ્ટ્રનો હિસ્સો કેન્દ્ર કરતા થોડો વધારે છે અને આ મુદ્દા પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક અગાઉ બુધવારે યોજાવાની હતી, પરંતુ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની વડા પ્રધાન સાથેની કોરોના સંદર્ભે ડિજિટલ મીટિંગને કારણે ગુરુવારે યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન સાથેની ડિજિટલ મીટિંગ પછી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની ઑફિસ (CMO) એ એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં ઇંધણ અને મુખ્યત્વે પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવતા ટેક્સમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસ્સાની વિગતો આપવામાં આવી હતી. CMOએ કહ્યું કે મુંબઈમાં વેચાતા ડીઝલ પર કેન્દ્ર સરકારને 24.38 રૂપિયા મળે છે, જ્યારે મહારાષ્ટ્ર રાજ્યને 22.37 રૂપિયા મળે છે. મુંબઈમાં વેચાતા એક લિટર પેટ્રોલ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો હિસ્સો અનુક્રમે રૂ. 31.58 અને રૂ. 32.55 છે.

આ પણ વાંચોઃ

Petrol  Diesel Price Today : સતત 23મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન કરાયો, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

આ પણ વાંચોઃ

પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની PM મોદીની વિનંતી પર વિપક્ષનો પ્રહાર, કહ્યું- મોંઘા પેટ્રોલ માટે કેન્દ્ર જવાબદાર

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati