Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra :કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જનહિત માટે પોતાની જ સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો

નાના પટોલેના જવાબમાં મંત્રી દત્તા ભરણેએ કહ્યુ કે, રાજ્યમાં 2 લાખ 3 હજાર 302 જગ્યાઓ ખાલી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ જગ્યાઓ પર ભરતી અટકી પડી છે. આ જગ્યાઓની ભરતી અંગે સરકાર હકારાત્મક રીતે વિચારી રહી છે.

Maharashtra :કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જનહિત માટે પોતાની જ સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો
Maharashtra Congress president Nana Patole (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 7:14 AM

Maharashtra : હાલમાં મહારાષ્ટ્રમાં વિધાનસભાનું(Maharashtra Assembly)  બજેટ સત્ર (Budget Session) ચાલી રહ્યું છે. આ સત્રમાં ઘણા મહત્વના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે વિપક્ષના નેતાઓ શાસક પક્ષ પર સવાલ ઉઠાવે છે, પણ અહીંયા કંઈક જુદુ જ જોવા મળ્યુ.

નાના પટોલેએ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો

કોંગ્રેસ પાર્ટી મહા વિકાસ અઘાડી સરકારમાં સામેલ છે અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ (Nana Patole) પોતાની જ સરકાર(Maharshtra Government)  પર સવાલ ઉઠાવ્યા છે. તેણે સતત બીજા દિવસે આવું કર્યું છે. સોમવારે તેમણે ખેડૂતોની લોન માફીનો મુદ્દો ઉઠાવ્યો હતો.જ્યારે મંગળવારે તેમણે રાજ્યમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે સવાલ કર્યો છે કે રાજ્યના વિવિધ વિભાગોમાં લાખો જગ્યાઓ ખાલી છે. પરંતુ છેલ્લા પાંચ-છ વર્ષથી સરકારી નોકરીઓમાં શા માટે ભરતી કરવામાં આવી નથી ? લાખો બેરોજગાર યુવાનો મહારાષ્ટ્રમાં આ ભરતી પ્રક્રિયા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. વિવિધ ખાલી જગ્યાઓ પર નોકરીઓ પુનઃસ્થાપિત કરવા માટે સરકારની યોજના શું છે ?

જનતાની સેવા કેવી રીતે કરીશું ?

વિધાનસભામાં બોલતા નાના પટોલેએ કહ્યું,’રાજ્યમાં દર વર્ષે 9 ટકા કર્મચારીઓ નિવૃત્ત થાય છે. હાલમાં જે ખાલી જગ્યાઓ આપવામાં આવી છે તેની સંખ્યા ઓછી છે. ખાલી જગ્યાઓની સંખ્યા દર્શાવેલ સંખ્યા કરતા વધુ છે. છેલ્લા પાંચ-છ વર્ષમાં એક પણ જગ્યા પર ભરતી કરવામાં આવી નથી. વિધાનસભામાં કર્મચારીઓનો પણ મોટો બેકલોગ છે. કર્મચારીઓની સંખ્યા પુરતી નથી તો જનતાની સેવા કેવી રીતે કરીશું ?

IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

નોકરીઓ પુનઃસ્થાપિત કરવામાં કેટલા દિવસો લાગશે ?

વધુમાં નાના પટોલેએ કહ્યું,’પહેલી સરકારના કાર્યકાળમાં પણ નોકરીઓમાં કોઈ ભરતી થઈ ન હતી. આ ખાલી જગ્યાઓ વહેલી તકે ભરવા જરૂરી છે. વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી અંગે રાજ્યનું શું આયોજન છે ? અને નોકરીઓ પુનઃસ્થાપિત કરવામાં કેટલા દિવસો લાગશે ?

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે ઘણા ઉદ્યોગો બંધ છે. ઘણા લોકોએ તેમની નોકરી પણ ગુમાવી છે. અનેક લોકોનો ધંધો બરબાદ થઈ ગયા છે. આવી સ્થિતિમાં સરકારી નોકરીઓમાં ભરતી બંધ થવાથી બેરોજગારીની સમસ્યા વકરી રહી છે. તેથી વહેલી તકે ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તે જરૂરી છે. સરકારમાં રહીને પણ આ અવાજ ઉઠાવ્યો છે.

મંત્રી દત્તા ભરણેએ પટોલેને આપ્યો આ જવાબ

તેના જવાબમાં મંત્રી દત્તા ભરણેએ કહ્યુ કે, રાજ્યમાં 2 લાખ 3 હજાર 302 જગ્યાઓ ખાલી છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આ જગ્યાઓ પર ભરતી અટકી પડી છે. આ જગ્યાઓની ભરતી અંગે સરકાર હકારાત્મક રીતે વિચારી રહી છે. ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : Maharashtra: ચૂંટણી પૂરી, હવે વધશે મોંઘવારી? મુંબઈમાં આ આશંકાને કારણે પેટ્રોલ-ડીઝલ માટે ગ્રાહકોની લાઈનો

આ પણ વાંચો : Women Empowerment: મહારાષ્ટ્રનું એક એવું રેલ્વે સ્ટેશન જ્યા સ્ટેશન માસ્તરથી ગાર્ડ સુધી દરેક પદ પર છે મહિલા

g clip-path="url(#clip0_868_265)">