AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેક્નોલોજી બની જીવનરક્ષક : મુંબઈમાં પૌત્રે GPS ટ્રેકરની મદદથી ગુમ થયેલાં દાદીમાને શોધી કાઢ્યાં!

મુંબઈમાં બનેલી એક અજોડ અને હૃદયસ્પર્શી ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટેક્નોલોજી જો સમજદારીથી વાપરવામાં આવે તો જીવ પણ બચી શકે છે. એક પૌત્રે તેની 79 વર્ષીય દાદીના ગળામાં પહેરેલા નેકલેસમાં સ્માર્ટ GPS ટ્રેકર લગાવ્યું હતું અને એ જ ઉપકરણ તેમના માટે જીવનદાતા સાબિત થયું. જાણો આખી ઘટના વિશે.

ટેક્નોલોજી બની જીવનરક્ષક : મુંબઈમાં પૌત્રે GPS ટ્રેકરની મદદથી ગુમ થયેલાં દાદીમાને શોધી કાઢ્યાં!
| Updated on: Dec 09, 2025 | 8:48 PM
Share

મુંબઈમાં ટેક્નોલોજીએ માનવતા સાથે હાથ મિલાવ્યો છે. દક્ષિણ મુંબઈમાં રહેનારા એક પરિવારએ પોતાની 79 વર્ષીય દાદીને તેમના ગળામાં પહેરેલું નેકલેસમાં GPS ડિવાઈસની મદદથી શોધી કાઢ્યા. આ ઘટના પછી સ્થાનિકોમાં પણ સુરક્ષા માટે સ્માર્ટ ડિવાઇસના ઉપયોગ અંગે ચર્ચા શરૂ થઈ છે.

સાંજે વોક કરવા નીકળેલી દાદી ગુમ

3 ડિસેમ્બરના રોજ સાયરા બી. તાજુદ્દીન મુલ્લા હંમેશાની જેમ સાંજની ચક્કર માટે બહાર ગયાં હતાં, પરંતુ લાંબા સમય સુધી ઘરે ન પરત આવતા પરિવાર ચિંતિત થઈ ગયો. આ દરમિયાન શિવરી નજીક બાઈક સાથેના અકસ્માતમાં તેઓ ઘાયલ થયા હતા અને સ્થાનિક લોકોએ તેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા.

પૌત્રે GPS વડે શોધી કાઢ્યાં

દાદીના ગળામાં પહેરેલા નેકલેસમાં ખાસ લગાવેલું GPS ટ્રેકર પરિવાર માટે જીવનરક્ષક સાબિત થયું. પૌત્ર મોહમ્મદ વસીમ અયુબ મુલ્લાએ ઉપકરણ દ્વારા લૉકેશન ચકાસ્યું અને પરેલમાં KEM હોસ્પિટલ સુધી પહોંચ્યા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો જાણવા મળ્યું કે વૃદ્ધ મહિલાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે.

5 કિમી દૂર મળ્યાં સુરક્ષિત

GPS લોકેશન માત્ર 5 કિલોમીટરનાં અંતરે બતાવતું હતું, જેથી પરિવાર ઝડપથી હોસ્પિટલ પહોંચ્યા અને દાદીમાંને શોધી કાઢ્યાં. સમયે મળેલી મદદને કારણે હાલ તેમની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.

બજારમાં અસંખ્ય મીની GPS ટ્રેકર્સ ઉપલબ્ધ છે

ઓનલાઈન અને ઓફલાઈન બજારોમાં અસંખ્ય મીની GPS ટ્રેકર્સ ઉપલબ્ધ છે. પહેલું ટ્રેકર એપલ એરટેગ જેવું કામ કરે છે, જે તેને કોઈપણ રિચાર્જ પ્લાન વિના ઉપયોગમાં લેવાની મંજૂરી આપે છે.

એપલ એરટેગ હજારો કિલોમીટર દૂરથી પણ સ્થાન શેર કરે છે. વિજય સેલ્સ પર તેની કિંમત ₹2,799 છે. તે એપલના ફાઇન્ડ માય સાથે કામ કરે છે.

એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે JioTag

JioTag Go નો ઉપયોગ ખોવાયેલી વસ્તુઓ અને લોકોને શોધવા માટે પણ થઈ શકે છે. ₹999 ની કિંમતનો જીઓટેગ ખોવાયેલી વસ્તુઓ જેમ કે કાર, બાઇક,  પાલતુ પ્રાણીઓ વગેરે ગોતી શકાય છે.

g clip-path="url(#clip0_868_265)">