Maharashtra: અનિલ દેશમુખનું નિવેદન નોંધવા જેલ પહોંચી CBI ટીમ, પૂર્વ ગૃહમંત્રીની વધી શકે છે મુશ્કેલી
મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ વરિષ્ઠ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા દેશમુખ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
Maharashtra: 100 કરોડની કથિત ખંડણીના કેસમાં CBI અધિકારીઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખનું (Former Home Minister Anil Deshmukh) નિવેદન નોંધવા આર્થર રોડ જેલમાં પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે મુંબઈની એક વિશેષ અદાલતે સોમવારે CBIને 100 કરોડની ખંડણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી.
મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ વરિષ્ઠ કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા દેશમુખ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે વિશેષ ન્યાયાધીશ આરએન રોકડેએ સોમવારે તપાસ એજન્સી CBIને આર્થર રોડ જેલમાં દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી.
Maharashtra | CBI officials reach Arthur Road jail to record the statement of Former Maharashtra Home Minister Anil Deshmukh in connection with Rs 100 crore alleged extortion case pic.twitter.com/EfUYmxElXn
— ANI (@ANI) March 4, 2022
CBI અધિકારીઓ આર્થર રોડ જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ જેલ અધિકારીની હાજરીમાં દેશમુખનું નિવેદન રેકોર્ડ કરશે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Parambir Singh) આરોપ લગાવ્યો હતો કે તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનું કહ્યું હતું. જો કે દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા હતા. તમને જણાવવુ રહ્યુ કે પરમબીર સિંહે CM ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આ આક્ષેપો કર્યા હતા.
હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી
આ પછી ફરિયાદના આ પત્ર સાથે એડવોકેટ જયશ્રી પાટીલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બાદ કોર્ટે CBIને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો તેઓને તેમની તપાસમાં એવું કંઈ જણાય છે તો આ કેસમાં FIR નોંધવામાં આવી શકે છે.
નવાબ મલિકને ન મળી રાહત
વિશેષ PMLA કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે. દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં નવાબ મલિકની કસ્ટડી ગુરૂવારે પૂરી થઈ હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટે તેને વધુ આઠ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી તરફ નવાબ મલિકે મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. જેના પર 7 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : Mumbai: BMC કોન્ટ્રાક્ટરોના ઘરે આવકવેરા વિભાગના દરોડા, સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત