Maharashtra: NCP નેતા નવાબ મલિકને ન મળી રાહત, PMLA કોર્ટે ED કસ્ટડી લંબાવી

મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ED દ્વારા દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં અટકાયત કરવામાં આવી હતી.

Maharashtra: NCP નેતા નવાબ મલિકને ન મળી રાહત, PMLA કોર્ટે ED કસ્ટડી લંબાવી
NCP Nawab Malik (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 5:25 PM

Maharashtra: સ્પેશિયલ PMLA કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની (Nawab Malik) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડી 7 માર્ચ સુધી લંબાવી છે. ઉલ્લેખનીય છે કે, દાઉદ ઈબ્રાહિમ મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) નવાબ મલિકની કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. ત્યારે સ્પેશિયલ કોર્ટે તેને વધુ આઠ દિવસ માટે ED (Enforcement Directorate)  કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી તરફ નવાબ મલિકે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. જેના પર 7 માર્ચે હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે.

EDએ કોર્ટ પાસે સમય માગ્યો

આ મામલે બુધવારે PMLA કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન EDએ નવાબ મલિકની અરજી પર જવાબ આપવા માટે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. કોર્ટે EDને 7 માર્ચ સુધીનો સમય આપ્યો છે. હવે હાઈકોર્ટમાં 7 માર્ચે સુનાવણી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે મલિકે સોમવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની સામે EDની કાર્યવાહી રાજકીય કારણોસર થઈ છે.

મલિકની વધી મુશ્કેલી

નવાબ મલિક પર આરોપ છે કે તેણે મુંબઈના કુર્લા સ્થિત મુનીરા પ્લમ્બરની 300 કરોડની જમીન 30 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેમજ આ જમીનના માલિકને એક પણ રૂપિયો આપવામાં આવ્યો ન હતો. તેના બદલે આ જમીન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગીને આપવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન નવાબ મલિકના પુત્ર ફરાજ મલિકના નામે લેવામાં આવી હતી. તેના બદલામાં દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ખાતામાં પચાસ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ પહેલા તપાસ એજન્સીની ટીમે NCP નેતા અને રાજ્ય સરકારમાં મંત્રી નવાબ મલિકની પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Maharashtra: છત્રપતિ શિવાજી પર વિવાદિત નિવેદનને લઈને વિધાનસભામાં હંગામો, રાજ્યપાલે અધુરું છોડ્યુ ભાષણ

g clip-path="url(#clip0_868_265)">