AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: 100 કરોડની વસૂલી કેસમાં અનિલ દેશમુખનું નિવેદન નોંધશે CBI, જાણો શું છે મામલો

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનુ કહ્યુ હતુ.

Maharashtra: 100 કરોડની વસૂલી કેસમાં અનિલ દેશમુખનું નિવેદન નોંધશે CBI, જાણો શું છે મામલો
Anil Deshmukh (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 3:38 PM
Share

Maharashtra:  મહારાષ્ટ્રની એક વિશેષ અદાલતે CBI ને 100 કરોડની ખંડણી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખનું(Anil Deshmukh)  નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અનિલ દેશમુખ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

કોર્ટના વિશેષ ન્યાયાધીશ આર એન રોકડેએ સોમવારે તપાસ એજન્સી CBI ને આર્થર રોડ જેલમાં દેશમુખનું નિવેદન રેકોર્ડ કરવાની મંજૂરી આપી હતી. તમને જણાવવુ રહ્યુ કે, દેશમુખ હાલ આર્થર જેલમાં બંધ છે.

જેલ અધિકારીની હાજરીમાં નિવેદન રેકોર્ડ કરશે

3 માર્ચથી CBI અધિકારીને અનિલ દેશમુખને મળવાની મંજૂરી આપવામાં આવી છે.સીબીઆઈના અધિકારીઓ આગામી ત્રણ દિવસ સુધી તેમને મળી શકે છે. જો કે સીબીઆઈ અધિકારીઓ એકલા દેશમુખનું નિવેદન નોંધશે નહીં. અધિકારીઓ આર્થર રોડ જેલ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા પોસ્ટ કરાયેલ જેલ અધિકારીની હાજરીમાં નિવેદન રેકોર્ડ કરશે.

પૂર્વ પોલીસ કમિશનરે આક્ષેપ કર્યો હતો

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે, તત્કાલિન ગૃહ પ્રધાન દેશમુખે મુંબઈના કેટલાક પોલીસ અધિકારીઓને રેસ્ટોરન્ટ અને બારમાંથી દર મહિને 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનું કહ્યુ હતુ. જો કે દેશમુખે આ આરોપોને નકારી કાઢ્યા છે.પરમબીર સિંહે CM ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આક્ષેપો કર્યા હતા. જે બાદ ફરિયાદના આ પત્ર સાથે એડવોકેટ જયશ્રી પાટીલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ સાંભળ્યા બાદ કોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.હાલ એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે જો તેમની તપાસમાં કંઈક સામે આવે તો FIR પણ નોંધાઈ શકે છે.

બરતરફ કરાયેલા પોલીસકર્મીને એન્ટિલિયા કેસમાં જામીન મળ્યા નથી

મુંબઈની વિશેષ અદાલતે મંગળવારે બરતરફ કરાયેલા પોલીસકર્મી રિયાઝુદ્દીન કાઝીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. કાઝીએ ગયા વર્ષે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયા નજીક એક વાહનમાં વિસ્ફોટકો મળવા અને મનસુખ હિરેનની હત્યામાં તેની કથિત ભૂમિકાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : NCB Team: આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું ન હતું, તે તેના નેટવર્કનો ભાગ નહોતો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">