Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર : નવાબ મલિક ED વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટના શરણે, તેમની ધરપકડને ગણાવી ગેરકાયદેસર

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કનેક્શન કેસમાં હવે ED નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક પર સકંજો કસવા જઈ રહી છે.EDએ ફરાજ મલિકને સમન્સ પાઠવ્યું છે.

મહારાષ્ટ્ર : નવાબ મલિક ED વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટના શરણે, તેમની ધરપકડને ગણાવી ગેરકાયદેસર
Nawab Malik (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2022 | 3:34 PM

Maharashtra: મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં લઘુમતી મંત્રી નવાબ મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હાલ નવાબ મલિક (Nawab Malik) ED વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં (Bombay Highcourt) પહોંચ્યા છે. નવાબ મલિકે ED દ્વારા તેમની સામે નોંધાયેલ મની લોન્ડરિંગ કેસને રદ કરવાની અપીલ કરી છે. સાથે જ કોર્ટમાં કરેલી અરજીમાં તેણે તેની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે અને તેને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે.

 નિશાન બનાવવાનો દેશમાં ટ્રેન્ડ શરૂ થયો

નવાબ મલિકે પોતાની અરજીમાં જણાવ્યુ છે કે કેન્દ્રમાં સત્તાધારી પક્ષ દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે માત્ર તેની મુક્તિ માટે કોર્ટમાં અપીલ કરી નથી પણ તેને ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવા અને તેની સામેના આરોપોમાંથી મુક્ત કરવા પણ કહ્યું છે.

જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો
Plant in pot : ઘરે જેડ પ્લાન્ટની બોંસાઈ સરળ રીતે બનાવો

નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક પર સંકજો

તમને જણાવી દઈએ કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કનેક્શન કેસમાં હવે ED નવાબ મલિકના પુત્ર ફરાજ મલિક પર સકંજો કસવા જઈ રહી છે. EDએ ફરાજ મલિકને સમન્સ પાઠવ્યું છે અને મલિકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે લાંબી પૂછપરછ બાદ 23 ફેબ્રુઆરીએ ED દ્વારા નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી હતી. સ્પેશિયલ PMLAએ કોર્ટે તેને મની લોન્ડરિંગ કેસમાં આઠ દિવસ માટે ED કસ્ટડીમાં મોકલ્યા છે. નવાબ મલિક હાલમાં EDની કસ્ટડીમાં છે અને તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

નવાબ મલિક 3 માર્ચ સુધી EDની કસ્ટડીમાં

નવાબ મલિક પર આરોપ છે કે તેણે મુંબઈના કુર્લા સ્થિત મુનિરા પ્લમ્બરની 300 કરોડની જમીન 30 લાખ રૂપિયામાં ખરીદી હતી અને તેમાં 20 લાખ રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવી હતી. તેમજ આ જમીનના માલિકને એક પણ રૂપિયો આપવામાં આવ્યો ન હતો. તેના બદલે આ જમીન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટના આરોપીઓ સાથે સંબંધિત વ્યક્તિઓના નામે પાવર ઓફ એટર્ની દ્વારા તેમને આપવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન નવાબ મલિકના પુત્ર ફરાજ મલિકના નામે લેવામાં આવી હતી.

આ પણ વાંચો : યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
આ 6 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સફળતા મળશે
અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ
અડાલજમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, આરોપીની ધરપકડ કરી હાથ ધરી તપાસ
ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી
Deesa factory blast 2 હજાર વિસ્ફોટક પદાર્થ, ગેસ સિલિન્ડર હોવાનો ખુલાસો
Deesa factory blast 2 હજાર વિસ્ફોટક પદાર્થ, ગેસ સિલિન્ડર હોવાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">