AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra હોટલ-રેસ્ટોરન્ટ્સ, દુકાનોને લઈ CM ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય, અમ્યૂઝમેન્ટ પાર્ક ખોલવાની પણ આપી પરવાનગી

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયા બાદ હવે લોકડાઉન પ્રતિબંધોમાં છૂટછાટ જાહેર કરવામાં આવી છે.

Maharashtra હોટલ-રેસ્ટોરન્ટ્સ, દુકાનોને લઈ CM ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય, અમ્યૂઝમેન્ટ પાર્ક ખોલવાની પણ આપી પરવાનગી
Chief Minister Uddhav Thackeray
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 8:09 PM
Share

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં (Corona in Maharashtra) ઘટાડો થયા બાદ હવે લોકડાઉન પ્રતિબંધોમાં છૂટછાટ જાહેર કરવામાં આવી છે. હોટલ, રેસ્ટોરાં અને દુકાનોના સમયમાં વધારો કરવા માટે લીલી ઝંડી આપવામાં આવી છે. અમ્યૂઝમેન્ટ પાર્કને પણ 22 ઓક્ટોબરથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) આજે ​​(18 ઓક્ટોબર, સોમવારે) કોરોના ટાસ્ક ફોર્સ (Corona task force of maharashtra) સાથે મહત્વની બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લીધો છે.

હાલમાં અમ્યૂઝમેન્ટ પાર્ક વિશે નિર્ણય લેવામાં આવ્યો છે કે ખુલ્લી જગ્યામાં રાઈડ્સ શરૂ થશે. પાણીની રાઈડ્સ બાબતે પાછળથી નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના ટાસ્ક ફોર્સ સાથેની બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. આ બેઠકમાં નાના બાળકોના ડોકટરોની ટાસ્ક ફોર્સ પણ હાજર હતી.

મુંબઈમાં હોટેલ, રેસ્ટોરન્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલા રહેશે

મુખ્યમંત્રીના આ નિર્ણય બાદ રાજ્યના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ વધુમાં જણાવ્યું હતું કે, મુંબઈમાં રેસ્ટોરાં, હોટલ અને દુકાનોને રાત્રે 12 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી છે. એટલું જ નહીં, છેલ્લો ઓર્ડર રાત્રે 1 વાગ્યા સુધી હોટલોમાં લઈ શકાશે. પરંતુ આ છૂટ માત્ર મુંબઈ માટે છે. બાકીના મહારાષ્ટ્રમાં સ્થાનિક વહીવટીતંત્રને અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે, સ્થાનિક વહીવટ નક્કી કરશે કે, કેટલા સમય સુધી દુકાનો, રેસ્ટોરન્ટને ખુલ્લા રહેવા દેવા જોઈએ. અત્યારે વેપારીઓને રાત્રે 10 વાગ્યા સુધી દુકાનો, બાર, રેસ્ટોરાં, મોલ ખોલવાની છૂટ છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રતિબંધોમાં છૂટછાટની જાહેરાત કરતી વખતે આ કહ્યું

કોરોના સિવાય ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોનો પ્રકોપ પણ વધ્યો છે. આને જોતા મુખ્યમંત્રીએ બેઠકમાં નિર્દેશ આપ્યો હતો કે, આ રોગોની સારવાર માટે હોસ્પિટલોમાં સંપૂર્ણ તૈયારીઓ રાખવી જોઈએ. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘સારી બાબત છે કે પ્રતિબંધોમાં છૂટછાટ હોવા છતાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. સિનેમા હોલ, થિયેટરો 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યા છે. હોટલ, રેસ્ટોરન્ટ અને દુકાનોનો સમય વધારવાની સતત માંગણીઓ કરવામાં આવી રહી છે. તેથી આ સંદર્ભમાં માર્ગદર્શિકાઓ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

મુખ્યમંત્રીએ બાળકોને રસીકરણ અંગે સૂચના પણ આપી હતી

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બાળકોના રસીકરણ અંગે જાહેર આરોગ્ય વિભાગને મહત્વની સૂચનાઓ પણ આપી હતી. સીએમ ઠાકરેએ કેન્દ્રના સંપર્કમાં રહેવાનું કહ્યું અને જલદી જ આ અંગે નિર્ણય લેવામાં આવે, બાળકોને રસીકરણ માટે સંપૂર્ણ તૈયારીઓ રાખવા સૂચના આપી હતી.

‘ત્રીજી લહેરનો ભય યથાવત્ છે, કોરોનાના નિયમો કડક રહે છે’

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બેઠકમાં આરોગ્ય વિભાગને પણ સૂચના આપી હતી કે, ‘કોરોનાની બીજી લહેર ઓછી થઈ છે પરંતુ ત્રીજી લહેરની શક્યતા યથાવત છે. તેથી કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવામાં કોઈ ઢીલ ન હોવી જોઈએ જેમ કે નિયમિત રીતે માસ્ક પહેરવા, સામાજિક અંતરનું પાલન કરવું, વારંવાર હાથ ધોવા. આ બાબતે લોકોમાં જાગૃતિ વધારવાનું કામ ચાલુ રહેવું જોઈએ.

‘કોરોનાની સારવાર માટે નવા પ્રયોગો અને સંશોધનોને અપડેટ લેતા રહો’

મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને પણ નિર્દેશ આપ્યો કે, કોરોનાની દવાઓ અને સારવાર અંગે સમગ્ર વિશ્વમાં નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. તેમની અસર, ઉપલબ્ધતા અને ભાવો વિશે અપડેટ રહો અને સંબંધિત સંસ્થાઓ સાથે સંપર્કમાં રહો.

આ પણ વાંચો: CBSE Board Exams 2022 : CBSE 10 અને 12ની ટર્મ-1ની પરીક્ષાની તારીખ આજે થશે જાહેર

આ પણ વાંચો: TCS Smart Hiring Program અંતર્ગત 78000 ફ્રેશર્સની ભરતી કરશે, જાણો નોકરી માટે જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">