AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર : ‘પાંચ રાજ્યોના EXIT POLL ખોટા સાબિત થશે’ ,શિવસેના સાંસદ સંજય રાઉતનો દાવો

સંજય રાઉતે કહ્યું,"જે રાજ્યોમાં ચૂંટણીઓ થઈ છે ત્યાં લોકોમાં સત્તાધીશો સામે રોષ છે. EVM મશીનો ખોલવામાં આવશે ત્યારે આ ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળશે."

મહારાષ્ટ્ર : 'પાંચ રાજ્યોના EXIT POLL ખોટા સાબિત થશે' ,શિવસેના સાંસદ સંજય રાઉતનો દાવો
shiv sena MP Sanjay Raut (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 8:35 AM
Share

Maharashtra : શિવસેના સાંસદ સંજય રાઉતે (MP Sanjay Raut) મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ સાંજે 4 વાગે કેન્દ્રીય તપાસ એજન્સીઓના ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના ભ્રષ્ટ નેતાઓના કારનામાનો ખુલાસો કરવા જઈ રહ્યા છે. પરંતુ સંજય રાઉત કંઈ ખુલાસો કરે તે પહેલા જ ભાજપ અને કેન્દ્રીય એજન્સીએ સવારથી જ શિવસેનાના (Shivsena Leaders) પદાધિકારીઓના ઘરો પર દરોડા પાડવાનું શરૂ કરી દીધું હતુ. તેમાંથી એક છે મહારાષ્ટ્રના પ્રવાસન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના(Aditya Thackeray)  નજીકના સાથી અને શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી રાહુલ કનાલ અને પરિવહન મંત્રી અનિલ પરબના નજીકના સાથી સંજય કદમ.

10 માર્ચ ચિત્ર કંઈક અલગ જ જોવા મળશે

આ ઉપરાંત આરટીઓ અધિકારી અને અનિલ પરબના નજીકના સાથી બજરંગ ખરમાટેના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. અનિલ પરબની EDની પૂછપરછમાં રાઉતનું નામ સામે આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સ પહેલા મંગળવારે સવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે પાંચ રાજ્યોના એક્ઝિટ પોલ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. તેમણે કહ્યું કે એક્ઝિટ પોલ ખોટા સાબિત થવાના છે. 10 માર્ચ ચિત્ર કંઈક અલગ જ જોવા મળશે.

એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે

સંજય રાઉતે કહ્યું,”ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા (Assembly Election) ચૂંટણી સંબંધિત એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. 10 માર્ચ EVM મશીનો ખુલશે તો અલગ જ ચિત્ર જોવા મળશે. જે રાજ્યોમાં ચૂંટણીઓ થઈ છે ત્યાં લોકોમાં સત્તાધીશો સામે રોષ છે. EVM મશીનો ખોલવામાં આવશે ત્યારે આ ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળશે.

વધુમાં તેમણે કહ્યું હતુ કે,’હું આજે EDના ભ્રષ્ટ અધિકારીઓનો પર્દાફાશ કરવાનો છું. મેં ED અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર અંગે PM નરેન્દ્ર મોદીને 13 પાનાનો પત્ર મોકલ્યો છે.રાજકીય વિરોધીઓ પર કાર્યવાહી કરીને EDના અધિકારીઓ ભાજપને કેવી રીતે રાજકીય મદદ કરી રહ્યા છે, તે સ્પષ્ટ થશે. હું એક પછી એક બધું લાવીશ. કેટલાક ખાસ લોકો આપણા પર હુમલો કરે છે અને નિર્મળ બનીને ફરે છે. તેમના મુખટા ઉતારવાનો પણ સમય આવી ગયો છે.

આ પણ વાંચો  : Maharashtra :કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ જનહિત માટે પોતાની જ સરકાર પર ઉઠાવ્યા સવાલ, જાણો શું છે મામલો

g clip-path="url(#clip0_868_265)">