Maharashtra: શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી અને આદિત્ય ઠાકરેના નજીક ગણાતા આ વ્યક્તિના ઘરે રેડ, સંજય રાઉતની પ્રેસ કોન્ફરન્સ પહેલા આયકર વિભાગ એક્શનમાં
આ કાર્યવાહી પર ટિપ્પણી કરતા આદિત્ય ઠાકરેએ મુંબઈમાં પત્રકારોને કહ્યું કે આ મહારાષ્ટ્ર પર દિલ્હીનો હુમલો છે. અગાઉ પણ આવું બન્યું છે. જ્યાં ચૂંટણી નજીક આવે છે ત્યાં તેમના દરોડા શરૂ થઈ જાય છે.
મહારાષ્ટ્ર સરકારમાં પર્યટન અને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના (Aaditya Thackeray) નજીકના સાથી રાહુલ કનાલના ઘરે આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા ઈન્કમ ટેક્સ આઈટીના દરોડા પાડવામાં આવ્યા છે. રાહુલ કનાલ શિવસેનાની યુવા પાંખના નેતા અને શિરડી સાંઈ સંસ્થાનના ટ્રસ્ટી છે. આ સિવાય શિવસેના સાથે જોડાયેલા પદાધિકારીઓના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાહુલ કનાલ ઉપરાંત પરિવહન મંત્રી અને શિવસેના નેતા અનિલ પરબના સહયોગી સંજય કદમ (Sanjay Kadam) ના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. શિવસેનાના ઉપનેતા અને સ્થાયી સમિતિના પ્રમુખ યશવંત જાધવના ઘર પર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવાની ઘટના હજુ તાજી જ હતી કે આજે (8 માર્ચ, મંગળવાર) સવારથી જ મુંબઈના વિવિધ સ્થળોએ શિવસેનાના પદાધિકારીઓના ઘરો પર આઈટી વિભાગે દરોડા પાડવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે શિવસેના સાંસદ સંજય રાઉતે જાહેરાત કરી છે કે તેઓ આજે સાંજે 4 વાગ્યે શિવસેના ભવન સામે ભાજપના નેતાઓ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે. આ પીસી પહેલા આવકવેરા વિભાગની આ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. છેલ્લી વખતે, જે દિવસે સંજય રાઉત તેમની પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા, તે દિવસે EDએ મુંબઈમાં દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત અલગ-અલગ સ્થળો પર દરોડા પાડ્યા હતા. દાઉદની બહેન હસીના પારકરના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને તેના ભાઈ ઈકબાલ કાસકરને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કહેવાય છે કે તેણે પોતાની પૂછપરછમાં નવાબ મલિકનું નામ લીધું હતું અને ત્યારબાદ EDએ લાંબી પૂછપરછ બાદ નવાબ મલિકની ધરપકડ કરી હતી.
આદિત્ય ઠાકરેએ આ દરોડા પર પ્રતિક્રિયા આપી, તેને કેન્દ્રનો હુમલો ગણાવ્યો
Central agencies misused in the past too, it happened in Bengal, Andhra Pradesh & now it's happening in Maharashtra too. Central agencies have in a way become publicity machinery of BJP itself. Maharashtra will not bow down: State min Aaditya Thackeray on I-T raids in the state pic.twitter.com/V6KUw7ATTf
— ANI (@ANI) March 8, 2022
‘મહારાષ્ટ્ર દિલ્હી સામે ઝૂકશે નહીં, અટકશે નહીં’
આ કાર્યવાહી પર ટિપ્પણી કરતા આદિત્ય ઠાકરેએ મુંબઈમાં પત્રકારોને કહ્યું કે આ મહારાષ્ટ્ર પર દિલ્હીનો હુમલો છે. અગાઉ પણ આવું બન્યું છે. જ્યાં ચૂંટણી નજીક આવે છે અને તેમને હારનો ડર લાગે છે, ત્યાં તેમના દરોડા શરૂ થઈ જાય છે. હાલમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી છે. પશ્ચિમ બંગાળ, યુપી, હૈદરાબાદ દરેક જગ્યાએ તેમના દ્વારા આ થતુ રહ્યું છે. મહારાષ્ટ્ર દિલ્હી સામે ઝૂકશે નહીં અને અટકશે નહીં.
વહેલી સવારે દરોડા, શિવસેનાના અધિકારીઓ નિશાના પર
આજે સવારે આવકવેરા અધિકારીઓએ મુંબઈના બાંદ્રામાં શિરડી દેવસ્થાનના ટ્રસ્ટી અને યુવા સેનાના અધિકારી રાહુલ કનાલના ઘરે દરોડા પાડ્યા હતા. રાહુલ કનાલનું આ ઘર બાંદ્રામાં ભાભા હોસ્પિટલની ગલીમાં નાઈન અલ્મેડા નામની ઈમારતમાં છે. હાલ રાહુલ કનાલના બિલ્ડિંગની આસપાસ સુરક્ષા ટીમના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રાહુલ કનાલ હાલમાં ઘરમાં છે કે નહીં, તેની માહિતી ઉપલબ્ધ નથી.
આ પણ વાંચો : Women’s Day: મુંબઈના મહિલા પોલીસકર્મીઓને મોટી ભેટ, ફરજ ડ્યૂટીના સમયમાં કરાયો ઘટાડો