શિવસેનાએ ફ્લોર ટેસ્ટના આદેશને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો, સંજય રાઉતે કહ્યું- ખોટી રીતે સરકારને તોડવાનું ષડયંત્ર
સંજય રાઉતે કહ્યું કે ખોટી રીતે સરકારને તોડી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ સામેની અરજીનો સ્વીકાર કર્યો છે અને સાંજે પાંચ વાગે સુનાવણી હાથ ધરાશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) વિધાનસભા સચિવને પત્ર લખીને 30 જૂને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. એટલે કે ઉદ્ધવ સરકારે બહુમતી સાબિત કરવી પડશે. આ સાથે જ શિવસેના ફ્લોર ટેસ્ટના (Floor test) વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચી છે. સુપ્રીમ કોર્ટમાં સાંજે શિવસેનાની અરજી પર સુનાવણી હાથ ધરશે. સંજય રાઉતે કહ્યું કે ખોટી રીતે સરકારને તોડી પાડવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. અમે ફ્લોર ટેસ્ટના આદેશને કોર્ટમાં પડકાર્યો છે, સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટના મામલે દરમિયાનગીરી કરવી જોઈએ, ફ્લોર ટેસ્ટનો આદેશ ગેરકાયદેસર રીતેઆપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે શિવસેના વતી અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરી છે. જેના પર સાંજે પાંચ વાગે સુનાવણી હાથ ધરાશે.
વિધાનસભામાં બહુમતનું સમર્થન સાબિત કરવા માટે, સીએમ ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગઈકાલે સૂચના આપી હતી. હવે ફ્લોર ટેસ્ટના આદેશને પડકારતાં શિવસેના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ સમક્ષ તેના પર સ્ટે મૂકવાની માંગ કરશે. સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને, શિવસેના આગામી આદેશો સુધી સત્ર ના બોલાવવા અથવા ફ્લોર ટેસ્ટ ના યોજવા આદેશ આપવાની વિનંતી કરશે.
We will go to the Supreme Court (against the Maharashtra Governor’s decision to call for a floor test). This is an unlawful activity as the matter of disqualification of our 16 MLAs is pending in SC. The Governor was waiting for this moment only: Shiv Sena MP Sanjay Raut pic.twitter.com/nnqBLBPFqD
— ANI (@ANI) June 29, 2022
ભાજપે ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી
જણાવી દઈએ કે શિવસેનાના નેતા અને મંત્રી એકનાથ શિંદેના બળવાના કારણે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના એક સપ્તાહ બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને એક પત્ર સુપરત કર્યો હતો, જેમાં તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજ્ય વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરવા કહેવાની માંગ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે વાત કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળવા પહોંચ્યા હતા.