AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Political Crisis : ફ્લોર ટેસ્ટ પહેલા એકનાથ શિંદેની આ છે યોજના, આજે ગુવાહાટીથી ગોવા અને આવતીકાલે મુંબઈ

મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો આજે ગોવા જવા રવાના થશે. ગોવાના તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં બળવાખોર ધારાસભ્યો માટે રૂમ બુક કરવામાં આવ્યા છે. આ પછી ગુરુવારે તમામ ધારાસભ્યો મુંબઈ જવા રવાના થશે.

Maharashtra Political Crisis : ફ્લોર ટેસ્ટ પહેલા એકનાથ શિંદેની આ છે યોજના, આજે ગુવાહાટીથી ગોવા અને આવતીકાલે મુંબઈ
Eknath Shinde's group
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 10:42 AM
Share

મહારાષ્ટ્રમાં પ્રવાહી રાજકીય માહોલ (Maharashtra Political Crisis) વચ્ચે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ (Eknath Shinde) મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે સંપૂર્ણ યોજના તૈયાર કરી છે. તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકાર સામે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે ગુરુવારે મુંબઈ જશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari) એ મહારાષ્ટ્ર વિધાનસભાના સચિવને ગુરુવારે સવારે 11 વાગ્યે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારનો ફ્લોર ટેસ્ટ કરવા જણાવ્યું છે. એકનાથ શિંદેએ ગુવાહાટીમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ તેમના જૂથના તમામ ધારાસભ્યો સાથે મુંબઈ પહોંચશે. તેઓ એક સપ્તાહથી ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલમાં રોકાયા છે અને તેમના સમર્થનમાં ધારાસભ્યોના એક મોટા જૂથ સાથે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો આજે ગોવા જવા રવાના થશે. મળતી માહિતી મુજબ, ગોવાના તાજ રિસોર્ટ એન્ડ કન્વેન્શન સેન્ટરમાં બળવાખોર ધારાસભ્યો માટે 70 જેટલા રૂમ બુક કરવામાં આવ્યા છે. આ પછી ગુરુવારે તમામ ધારાસભ્યો મુંબઈ જવા રવાના થશે. મહારાષ્ટ્ર પહોંચ્યા બાદ તેઓ સીધા વિધાનસભા ભવન પહોચશે.

ગુવાહાટીમાં હોટલમાંથી બહાર આવેલા શિંદેએ કહ્યું કે તેમણે ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં મહારાષ્ટ્રના લોકોની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. શિંદેએ મંદિરની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા ગુરુવારે મુંબઈ પરત ફરશે. મતલબ કે તે નવી સરકારની રચનાની પ્રક્રિયામાં ભાગ લેશે.

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના વધુ બે ધારાસભ્યો સાથે વહેલી સવારે બ્રહ્મપુત્રા નદીના કિનારે નીલાંચલ પર્વત પર સ્થિત મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે આસામના બીજેપી ધારાસભ્ય સુશાંત બોરગોહેન પણ હતા. ગુવાહાટી એરપોર્ટ પર આવ્યા ત્યારથી બોરગોહેન બળવાખોર ધારાસભ્યોની સાથે છે.

શિંદેએ કહ્યું, હું મહારાષ્ટ્રની સુખ-સમૃદ્ધિ માટે કામાખ્યા મંદિર ગયો હતો. મા કામાખ્યાના આશીર્વાદ લીધા. જ્યારે તેમના આગામી પગલા વિશે પૂછવામાં આવ્યું ત્યારે બળવાખોર ધારાસભ્યએ કહ્યું, “અમે આવતીકાલે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે મુંબઈ પાછા આવીશું.”

શિંદેની મુંબઈ પરત ફરવાની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે રાત્રે રાજભવન ખાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા હતા. તેમણે રાજ્યપાલને વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા વિનંતી કરી, એવો દાવો કર્યો કે ઠાકરેની આગેવાનીવાળી સરકારે શિંદેના જૂથ દ્વારા બળવો કર્યા પછી બહુમતી ગુમાવી દીધી છે. તેઓ એકનાથ શિંદે જૂથના ટેકાથી મહારાષ્ટ્રમા મુખ્ય પ્રધાન તરીકે પરત ફરી શકે છે.

Follow Us
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણાના પાંચોટમાં ઢોર ડબ્બા અને પંચાયત ઘર મુદ્દે ઘમાસાણ- Video
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
મહેસાણા: પાંચોટમાં પંચાયત ઘરના નિર્માણ સામે ગ્રામજનોનો મોરચો
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
અમદાવાદ: બાળકીઓના મોત મામલે FSLનો ચોંકાવનારો ખુલાસો, હત્યા કે આપઘાત?
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
કેસરના રસીયાઓ માટે માઠા સમાચાર, આ વર્ષે ઓછી ખાવા મળશે કેરી- Video
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
ગુજરાતમાં વધતી ગરમીનો કહેર: તાપમાન 46°C સુધી પહોંચવાની શક્યતા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી રોકવા પાટીદાર નેતાએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સુરત-રાજકોટને લઈને બેઠક પૂર્ણ, વડોદરાને લઈને ચર્ચા શરૂ
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
સેવ-ખમણી ખાધા પછી 60થી વધુ લોકોની તબિયત લથડી
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
24 કલાકમાં 2 વખત પક્ષ પલટો ! ભાજપથી કોંગ્રેસ ફરી પાછા ભાજપમાં જોડાયા
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
તમારા વજન પર નજર રાખો, અણધાર્યા નફાનો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">