Mumbai : ભાજપ અને શિવસેના પહેલીવાર બુલેટ ટ્રેન માટે થયા સહમત, જમીન સોંપવાના પ્રસ્તાવને આપવામાં આવી મંજૂરી
રેલ મંત્રી રાવસાહેબ દાનવેએ રેલવે અધિકારીઓને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન તેમજ દિલ્હી-જેએનપીટી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (Western Dedicated Freight Corridor) પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું હતું.
Mumbai : ભાજપ અને શિવસેના પહેલી વાર થાણે વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સહમત થયુ છે, બુધવારે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train project) માટે જમીન સોંપવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ TMC એ આ માટે એક ઠરાવ પસાર કર્યો હતો. જો કે તે ઠરાવને ભૂતકાળમાં ત્રણ વખત નકારીને અટાકાવી દેવામાં આવ્યો હતો. શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Government) અને ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર વચ્ચે મેટ્ર શેડના નિર્માણ માટે વિવાદ ચાલી રહ્યો હતો.અહેવાલોનું માનીએ તો, બુલેટ ટ્રેન માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા માંગવામાં આવેલી 3,849 ચોરસ મીટર જમીનને શિવસેનાએ આપવાનો ઇનકાર કર્યો હતો.
રેલ પ્રધાન દાનવેએ જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવવા નિદર્શ કર્યા
રેલ મંત્રી રાવસાહેબ દાનવેએ રેલવે અધિકારીઓને મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન તેમજ દિલ્હી-જેએનપીટી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (Western Dedicated Freight Corridor) પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવ્યું હતું.
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL) અને મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ દ્વારા હાથ ધરવામાં આવેલી WDFC ની સ્થિતિની સમીક્ષા કરતી વખતે રેલ મંત્રીએ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા અધિકારીઓને નિર્દેશ કર્યા હતા.
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ” દાનવેએ મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ સહિત સંબંધિત અધિકારીઓને નિર્ધારિત સમયગાળામાં પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માટે કામ ઝડપી કરવા નિર્દેશ આપ્યો હતા” ઉપરાંત દાનવેએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ” પ્રોજેક્ટ્સ માટે અપેક્ષિત છે કે જમીન સંપાદન સંબંધિત બાબતોને ફાસ્ટ ટ્રેક પર મૂકવામાં આવે.”
आज पश्चिम रेलवे के मुख्यालय में @dfccil_india, @nhsrcl और राज्य सरकार के अधिकारियों के साथ समीक्षा बैठक की। परियोजनाओं का कार्य तेजी से निष्पादित करने के अलावा भूमि अधिग्रहण संबंधी मामलों का फास्ट ट्रॅक पर निपटान करने पर जोर देते हुए कई अन्य महत्वपूर्ण विषयों पर भी चर्चा हुई।
— Raosaheb Patil Danve (@raosahebdanve) September 8, 2021
દાનવેને આ પ્રોજેક્ટ્સના વિવિધ તબક્કાઓથી માહિતગાર કરવામાં આવ્યા
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, દાનવેને આ પ્રોજેક્ટ્સની (Bullet Projects) પ્રગતિના વિવિધ તબક્કાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં જમીન સંપાદન પ્રક્રિયા, પ્રોજેક્ટ અસરગ્રસ્ત લોકોના પુનર્વસનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: PM મોદી આજે બ્રિક્સ સમિટની કરશે અધ્યક્ષતા, ‘અફઘાનિસ્તાન કટોકટી’ સહિત વિવિધ મુદ્દાઓ પર વાતચીતની સંભાવના
આ પણ વાંચો: Mumbai : ગણેશ ઉત્સવ પહેલા BMC એક્શનમાં, કોરોનાની ત્રીજી લહેરને ટાળવા ગાઈડલાઈન કરી જાહેર