શિવસૈનિકોએ સંજય રાઉતને ગણાવ્યા વાઘ, ઉદ્ધવે કહ્યું- યોદ્ધા જે ક્યારેય ઝૂક્યા નથી
શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત બુધવારે સાંજે મની લોન્ડરિંગ કેસમાં વિશેષ અદાલત દ્વારા જામીન મળ્યાના કલાકો બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યા હતા, તે લગભગ ત્રણ મહિના સુધી જેલમાં રહ્યાં હતા.

શિવસેનાના નેતા સંજય રાઉતને મુંબઈની અદાલતે જામીન આપ્યા પછી, પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાઉતના પરિવાર સાથે ફોન પર વાત કરી અને રાઉતને એવા યોદ્ધા ગણાવ્યા જે ક્યારેય દબાણ સામે ઝૂક્યા ન હતા. બીજી તરફ જેલમાંથી છૂટ્યા બાદ સમર્થકોની વચ્ચે પહોંચેલા સંજય રાઉતને શિવસૈનિકોએ શિવસેનાનો વાઘ ગણાવ્યા છે. ઉદ્ધવ ઠાકરેના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે પાર્ટીના વડાએ રાઉતની માતા અને પત્ની સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં રાઉતને મળશે.
શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત બુધવારે સાંજે મની લોન્ડરિંગ કેસમાં વિશેષ અદાલત દ્વારા જામીન મળ્યાના કલાકો બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યા હતા, તે લગભગ ત્રણ મહિના સુધી જેલમાં રહ્યાં હતા. ઉપનગરીય ગોરેગાંવમાં પતરા ચાલના પુનઃવિકાસના સંબંધમાં નાણાકીય ગેરરીતિઓમાં કથિત ભૂમિકા બદલ EDએ 1 ઓગસ્ટના રોજ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સંજય રાઉત જેલમાંથી છૂટ્યા બાદ સિદ્ધિ વિનાયક મંદિર અને બાળ ઠાકરેના સ્મારક ગયા હતા. જ્યારે સંજય રાઉત મધ્ય મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગયા ત્યારે તેમના ભાઈ અને ધારાસભ્ય સુનિલ રાઉત અને અન્ય પાર્ટીના નેતાઓ તેમની સાથે હતા.
જેલની બહાર આવી મંદિરે કર્યા દર્શન
રાઉતે દક્ષિણ મુંબઈમાં હનુમાન મંદિર અને શિવાજી પાર્કમાં બાલ ઠાકરે સ્મારકની પણ મુલાકાત લીધી હતી. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સેંકડો કાર્યકરો તેમની તાકાત બતાવવા માટે આર્થર રોડ જેલની બહાર એકઠા થયા હતા અને તેમના હાથમાં ભગવા ઝંડા હતા. રાઉત લગભગ 6.50 વાગ્યે જેલમાંથી મુક્ત થયા હતા, પરંતુ તે લગભગ 10.30 વાગ્યે ઉત્તર પૂર્વ મુંબઈના નાહુરમાં પોતાના ઘરે પહોંચવામાં સફળ થયા હતા.
સંજય રાઉતની જેલમાંથી મુક્તિની રાહ જોઈ રહેલા પક્ષના કાર્યકરોની ગાડીઓની લાંબી કતાર હતી. જ્યારે તેઓ જેલમાંથી બહાર આવ્યા ત્યારે શિવસેના ઠાકરે જૂથના કાર્યકરોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેઓએ રાઉત અને પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા અને એકબીજા ઉપર ‘ગુલાલ’ ઉડાડ્યા. સંજય રાઉતે ગળામાં કેસરી ખેસ પહેરીને જેલની બહાર ઊભેલા લોકોને હાથ હલાવીને અભિવાદન કર્યું હતું.
ઉદ્ધવના નેતૃત્વમાં શિવસેના જ અસલી પક્ષ છે
સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના એ અસલી પાર્ટી છે જેની સ્થાપના દિવંગત બાળ ઠાકરેએ કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યનું વર્તમાન રાજકીય પરિદ્રશ્ય અસ્થાયી છે. મુંબઈની વિશેષ અદાલતે બુધવારે શિવસેનાના સાંસદ સંજય રાઉતની પતરા ચાલ પુનઃવિકાસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડને “ગેરકાયદેસર” અને “લક્ષ્યાત્મક કાર્યવાહી” તરીકે ગણાવી અને તેમના જામીન મંજૂર કર્યા.
કોર્ટે પ્રશ્નો ઉઠાવ્યા
કોર્ટે એ પણ પ્રશ્ન કર્યો હતો કે આ કેસના મુખ્ય આરોપી અને રિયલ એસ્ટેટ ફર્મ HDILના રાકેશ અને સારંગ વાધવનની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી. ન્યાયાધીશે એમ પણ કહ્યું, “માત્ર આટલું જ નહીં, એજન્સી દ્વારા મ્હાડા અને અન્ય સરકારી વિભાગોના સંબંધિત અધિકારીઓની ધરપકડ ન કરવાનું કારણ તત્કાલીન કેન્દ્રીય કૃષિ પ્રધાન અને (મહારાષ્ટ્રના) મુખ્ય પ્રધાનને સંદેશ મોકલવા સિવાય બીજું કંઈ ન હતું, જેથી કરીને તેના મનમાં એક ડર પેદા થઈ શકે છે કે તે આ કતારમાં આગળની વ્યક્તિ છે.