AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Drugs Case: આર્યન ખાનને ક્રુઝ ડ્રગ પાર્ટીમાં લાવનાર અરબાઝ મર્ચન્ટ કોણ છે? ઘણી ફિલ્મી હસ્તીઓ સાથે છે તેને સારા સંબંધો

આર્યન ખાન સહિત ધરપકડ કરાયેલા ત્રણ લોકોમાંથી એક અરબાઝ મર્ચન્ટ અને અન્ય મુનમુન ધામેચાની ધરપકડ કરવામાં આવી છે.

Mumbai Drugs Case: આર્યન ખાનને ક્રુઝ ડ્રગ પાર્ટીમાં લાવનાર અરબાઝ મર્ચન્ટ કોણ છે? ઘણી ફિલ્મી હસ્તીઓ સાથે છે તેને સારા સંબંધો
આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 10:24 PM
Share

મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝમાં રેવ અને ડ્રગ પાર્ટી (Mumbai-Goa Cruise Drugs & Rave Party) કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની (Shahrukh Khan’s son Aryan Khan Arrest In Drug Case) ધરપકડ કરી છે.

ક્રૂઝમાં આયોજિત પાર્ટીમાં સેવન માટે ડ્રગ્સ લઈ જવા બદલ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આર્યન ખાને ડ્રગ્સનું સેવન કરવા માટે ક્રૂઝમાં ડ્રગ્સ લઈ જવાની એનસીબીના અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી છે. એનસીબીના હાથમાં પુરાવા તરીકે, આર્યન ખાનનો ક્રૂઝની ડ્રગ્સ પાર્ટીમાં હાજરી આપતો એક વીડિયો છે.

આર્યન ખાન સહિત 3 લોકોની ધરપકડ, 5 લોકોની પૂછપરછ શરૂ

આર્યન ખાનનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે અને તેમાં થયેલી ચેટ્સની તપાસ કરવામાં આવી રહી છે. આર્યન ખાન સહિત મુંબઈ ડ્રગ્સ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ મોબાઈલ સેટ જપ્ત કરવામાં આવ્યા છે. કસ્ટડીમાં લેવાયેલા અન્ય 5 લોકોની પૂછપરછ ચાલુ છે.

પરંતુ આ પાંચ લોકોની ધરપકડ પણ નિશ્ચિત માનવામાં આવે છે. આ 8 લોકોમાં દિલ્હીના એક મોટા ઉદ્યોગપતિની ત્રણ દીકરીઓ પણ સામેલ છે. NCB દ્વારા જેમના નામ જાહેર કરવામાં આવ્યા છે તે મુનમુન ધામેચા, નુપુર સારિકા, ઇસ્મિત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત ચોકર, ગોમિત ચોપરા, આર્યન ખાન અને અરબાઝ શેઠ મર્ચન્ટ છે.

અરબાઝ મર્ચન્ટની પણ આર્યન સાથે ધરપકડ

આર્યન ખાન સહિત ધરપકડ કરાયેલા ત્રણ લોકોમાંથી એક અરબાઝ મર્ચન્ટ અને અન્ય મુનમુન ધામેચાની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અરબાઝ મર્ચન્ટ તે વ્યક્તિ છે જેણે આર્યન ખાનને આ ડ્રગ્સ પાર્ટીમાં જોડાવા માટે મનાવ્યો હતો. અરબાઝ શેઠ મર્ચન્ટનું નામ બોલિવૂડ અભિનેત્રી પૂજા બેદીની (Pooja Bedi) પુત્રી અને ‘જવાની દીવાની’ અભિનેત્રી અલયા ફર્નિચરવાલા સાથે જોડાયેલું છે.

અરબાઝ મર્ચન્ટે પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રીને ડેટ કરી છે

કહેવાય છે કે જ્યારે અલયા ફર્નિચરવાલા (Alaya Furniturewala) અમેરિકામાં ભણતી હતી, ત્યારે તે અરબાઝ શેઠ મર્ચન્ટને ડેટ કરતી હતી. બાદમાં બાલાસાહેબ ઠાકરે (Bal Thackeray)ની પૌત્રી એશ્વર્યા ઠાકરે (Aishwarya Thackeray) સાથે પણ અરબાઝનું નામ જોડાયું હતું. આ પછી એક ઈન્ટરવ્યુમાં અરબાઝે ઐશ્વર્યાને ફક્ત એક મિત્ર ગણાવી હતી. એવું કહેવાય છે કે અરબાઝ મર્ચન્ટની ફિલ્મ ઉદ્યોગમાં સારી ઓળખ છે અને ઘણા ફિલ્મી હસ્તીઓ સાથે સારા સંબંધો છે.

NCB દ્વારા પકડાયેલા લોકોમાં મોહક, નૂપુર અને ગોમિત દિલ્હીના રહેવાસી છે. મોહક અને નૂપુર વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. ગોમિત હેર સ્ટાઈલિસ્ટ છે. નૂપુર ગોમિત સાથે મુંબઈ આવી હતી.

આ પણ વાંચો :  વિધાનસભા પેટાચૂંટણી 2021:  ભાજપે મહારાષ્ટ્ર, તેલંગાણા અને મિઝોરમના ઉમેદવારોના નામ કર્યા જાહેર, 30 ઓક્ટોબરે થશે મતદાન

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">