શાહરૂખ ખાને તેમના વિશ્વાસુ માણસને આપી આર્યનની જવાબદારી,જાણો કોણ છે આ વ્યક્તિ ?
સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન 2 ઓક્ટોબરના રોજ ડ્રગ્સના કેસમાં (Cruise Drugs Case) ફસાયા બાદ વિવાદમાં આવ્યો હતો.આ કેસમાં આર્યન ખાનને 24 દિવસો સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.
Mumbai : બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાને આર્યનના જામીન બાદ મોટો નિર્ણય લીધો છે. અહેવાલો અનિસાર શાહરૂખ ખાને તેના પુત્ર આર્યન ખાનની જવાબદારી તેના બોડીગાર્ડ રવિને સોંપી છે. આર્યન ખાનના રવિ સાથે ઘણા સારા સંબંધો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શાહરૂખ ખાને (Shahrukh Khan) પોતાના પુત્રની સુરક્ષાને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માહિતી અનુસાર, રવિ કિંગ ખાન સાથે તેના શૂટિંગ પર પણ જશે નહીં. આથી શાહરૂખ ખાન હવે તેના માટે એક નવો બોડીગાર્ડ રાખશે.
તમને જણાવી દઈએ કે, સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન 2 ઓક્ટોબરના રોજ ડ્રગ્સના કેસમાં (Cruise Drugs Case) ફસાયા બાદ વિવાદમાં આવ્યો હતો.આર્યન ખાનને 24 દિવસ સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટ (Bombay Highcourt) આર્યન ખાનને રાહત આપી છે,જો કે એ માટે કોર્ટ કેટલીક શરતો પણ મુકી છે.
શુક્રવારે આર્યન સાપ્તાહિક હાજરી નોંધાવવા માટે NCB ઓફિસ પહોંચ્યો હતો
આજે આર્યન ખાનનો જન્મદિવસ છે. પરંતુ તેમના જન્મદિવસના એક દિવસ અગાઉ તેણે આખો દિવસ NCB ઓફિસમાં વિતાવ્યો હતો. શુક્રવારે આર્યનની છ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, NCB (Narcotics Control Bureau) સમક્ષ સાપ્તાહિક હાજરી એ બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યનના જામીન માટે મુકેલી 14 શરતો પૈકીની એક છે.
NCBની ટીમે 12થી વધુ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ હવે NCBની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ ટીમે અત્યાર સુધીમાં 12 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. NCBના વરિષ્ઠ અધિકારી દ્વારા (Senior Officer) આ જાણકારી આપવામાં આવી હતી. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું હતુ કે, ટીમ તપાસની ગતિ અને દિશાથી સંતુષ્ટ છે.ત્યારે આ કેસમાં હવે ક્યા નવા ખુલાસા થાય છે,તે જોવુ રહ્યુ.
આ પણ વાંચો: મુંબઈ બનાવશે રેકોર્ડ ! આજે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને મળી જશે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ