AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Drugs Case : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મળી ક્લીનચીટ, અભિનેતાના પુત્રને જેલમાં વિતાવવા પડ્યા હતા 28 દિવસ

Shah Rukh Khan Son Aryan Khan Latest News : NCBએ આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપી છે. જણાવી દઈએ કે, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ઓક્ટોબર 2021માં NCB દ્વારા ક્રુઝમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

Aryan Khan Drugs Case : શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં મળી ક્લીનચીટ, અભિનેતાના પુત્રને જેલમાં વિતાવવા પડ્યા હતા 28 દિવસ
Aryan KhanImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 2:27 PM
Share

Aryan Khan Case : અભિનેતા શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાનને ડ્રગ્સના કેસમાંથી મુક્તિ મળી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ આપી દીધી છે. સૌથી પહેલા મુંબઈની NCB ટીમ આ મામલે તપાસ કરી રહી હતી. આ પછી, આ કેસ ડીડીજી સંજય સિંહના નેતૃત્વમાં દિલ્હી એનસીબીની એસઆઈટી ટીમને સોંપવામાં આવ્યો હતો. SIT ટીમે આ મામલાની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરી, જેમાં તેમને જાણવા મળ્યું કે આર્યન ખાન (Aryan Khan) ડ્રગ્સ કેસમાં સામેલ નથી. એસઆઈટીને તેની તપાસમાં જાણવા મળ્યું કે આર્યન ખાન સહિત મોહકને ડ્રગ્સ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. જો કે, આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટ, અરબાઝ મર્ચન્ટને SIT દ્વારા ક્લીનચીટ આપવામાં આવી નથી.

એનસીબીને આર્યન ખાન ખાન સહિત 6 લોકો સામે કોઈ પુરાવા મળ્યા નથી. એનસીબી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં 19થી 14 લોકોના નામ સામેલ છે. NCB દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. આ ચાર્જશીટમાં આર્યન ખાન સિવાય અન્ય 5 આરોપીઓનું નામ પણ નથી. આજે એટલે કે શુક્રવારે બપોરે 3 વાગ્યે NCB એક પ્રેસ કોન્ફરન્સ કરશે. જેમાં તે આ કેસ સાથે જોડાયેલી મહત્વની બાબતો મીડિયાની સામે રાખવા જઈ રહી છે.

ANIનું ટ્વીટ અહીં જુઓ…….

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB દ્વારા ઓક્ટોબર 2021માં મુંબઈના એક ક્રુઝમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાનને 28 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ દરમિયાન શાહરૂખ ખાન પણ તેને મળવા જેલ પહોંચ્યો હતો. કોર્ટમાં અનેક સુનાવણી બાદ આર્યન ખાનને 28 ઓક્ટોબરે બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. જો કે, જામીન મળ્યાના બે દિવસ પછી એટલે કે 30 ઓક્ટોબરે તે જેલમાંથી બહાર આવ્યો હતો.

23 વર્ષીય આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, અહીં તેને કેદીનો નંબર પણ મળ્યો, જે હતો – 956. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આર્યન ખાને જેલનું ભોજન પણ નથી ખાધું. અહીં તે અન્ય કેદીઓની વચ્ચે રહેવામાં ખૂબ જ અસ્વસ્થતા અનુભવતો હતો. આર્યન ખાનને અન્ય કેદીઓથી અલગ બેરેકમાં રાખવામાં આવ્યો હતો, જેથી તેની સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય.

આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં ક્લીનચીટ મળવાથી જો કોઈ સૌથી વધુ ખુશ હશે તો તે તેનો પરિવાર હશે. જ્યારે આર્યન ખાન જેલમાં હતો ત્યારે આવા ઘણા અહેવાલો સામે આવ્યા હતા કે આર્યનની માતા ગૌરી ખાને તેના રસોઈયાને સૂચના આપી હતી કે, જ્યાં સુધી આર્યન ઘરે પરત નહીં આવે ત્યાં સુધી ઘરમાં મીઠાઈઓ તૈયાર કરવામાં નહીં આવે અને ત્યાં કોઈ ઉજવણી પણ કરવામાં આવશે નહીં.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">