AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન

નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે કહ્યુ કે, ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ જ રહેશે. જ્યારે નવમા ધોરણથી લઈને આગળના વર્ગો પૂર્ણ સમય ચાલશે.

Pune : આ તારીખથી ખૂલશે શાળાઓ, તરૂણોના વેક્સિનેશનને લઈને અજીત પવારે આપ્યુ મોટુ નિવેદન
School Reopening (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2022 | 4:26 PM
Share

Pune School Reopening: પુણેમાં 1 ફેબ્રુઆરીથી શાળા અને કોલેજો ખુલી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે (DY CM Ajit Pawar)  જણાવ્યુ કે, શાળા-કોલેજોમાં જ 15 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓનું રસીકરણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અજિત પવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને આ અંગે માહિતી આપી હતી. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે વિદ્યાર્થીને શાળા કે કોલેજમાં (School Reopening) મોકલવા કે નહીં તે વાલીઓએ નક્કી કરવાનુ રહેશે એટલે કે વાલીઓની સંમતિ વિના બાળકને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહિ.

શાળા-કોલેજમાં જ કિશોરોનુ વેક્સિનેશન થશે

અજિત પવારે 15 થી 18 વર્ષના કિશોરોના રસીકરણ પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યુ કે શાળાઓમાં જ 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. મોબાઈલ વાન દ્વારા પણ આ રસીકરણ અભિયાન ચલાવવામાં આવશે.

રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી હતી. જો કે રાજ્ય સરકારે સ્થાનિક વહીવટીતંત્રને તેમના જિલ્લા સંબંધિત મામલામાં ત્યાં શાળાઓ ખોલવી કે નહીં તે નક્કી કરવાની સત્તા આપી છે. આ રીતે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સોમવારથી શાળાઓ ખુલી ગઈ છે.

પરંતુ કોરોના સંક્રમણને કારણે પુણેમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં31 જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરતા અજિત પવારે કહ્યુ હતુ કે તેઓ કોરોનાની સ્થિતિને(Corona Condition)  ધ્યાનમાં રાખીને આગામી સમયમાં શાળા-કોલેજ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હાલ સંક્રમણ ઘટતા શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે.

આ વર્ગોના બાળકો માટે અડધો દિવસ શાળાઓ ચાલુ રહેશે

આ અંગે અજિત પવારે જણાવ્યુ હતુ કે, ‘શાળા શરૂ થાય ત્યારે પણ વિદ્યાર્થીઓને શાળાએ આવવુ ફરજિયાત નથી. આ બાબતે માતાપિતાએ જાતે નિર્ણય લેવાનો રહેશે. ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ શરૂ રહેશે. જ્યારે નવમા ધોરણથી આગળના વર્ગો માટે પૂર્ણ સમય શાળાઓ ચાલુ રહેશે.

આ પણ વાંચો : Maharashtra : મહિલા પોલીસ કર્મીઓએ હવે માત્ર આટલા કલાક કરવી પડશે ડ્યુટી, કોરોના પ્રતિબંધો પણ થશે હળવા

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">