‘મને રવિ પૂજારી તરફથી ધમકીનો ફોન આવ્યો હતો’ સોનુ સૂદે મકોકા કોર્ટમાં આપ્યુ નિવેદન

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ મંગળવારે નિર્માતા કરીમ મોરાનીના બંગલામાં 2014માં થયેલા ગોળીબારના સંબંધમાં અહીંની વિશેષ મકોકા કોર્ટમાં સાક્ષી તરીકે હાજર થયો હતો અને કહ્યું હતું કે તેને ગેંગસ્ટર રવિ પૂજારી તરફથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. તેણે ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'ના પ્રમોશનમાં ભાગ લીધો ન હતો.

'મને રવિ પૂજારી તરફથી ધમકીનો ફોન આવ્યો હતો' સોનુ સૂદે મકોકા કોર્ટમાં આપ્યુ નિવેદન
Sonu Sood
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:18 PM

બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood) મંગળવારે નિર્માતા કરીમ મોરાનીના (Karim Morani) નિવાસસ્થાને 2014માં થયેલા ગોળીબારના સંબંધમાં અહીંની વિશેષ મકોકા કોર્ટમાં (MCOCA court) સાક્ષી તરીકે હાજર થયો હતો અને કહ્યું હતું કે તેને ગેંગસ્ટર રવિ પૂજારી (Gagster Ravi Pujari) તરફથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. રવિ પૂજારીએ ઘમકી આપતા કહ્યુ હતુ કે, ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ના (Film ‘Happy New Year’) પ્રમોશનમાં ભાગ લેવાની જરૂર નથી. પોલીસના જણાવ્યા અનુસાર નિર્માતા કરીમ મોરાનીના નિવાસસ્થાને કરાયેલ ફાયરિંગ રવિ પૂજારી ગેંગના ( Pujari gang ) માણસો દ્વારા કરવામાં આવ્યું હતું.

ફરિયાદ પક્ષે દાવો કર્યો છે કે હિન્દી ફિલ્મના વિદેશી પ્રચાર અધિકારોને લઈને મોરાનીને નિશાન બનાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. સૂદ ઉપરાંત, 2014ની ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ જેવા બોલીવુડ કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં હતા.

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રદીપ ઘરતના જણાવ્યા અનુસાર, અભિનેતાએ પ્રોસિક્યુશન કેસને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) કોર્ટમાં કેસની સુનાવણી કરતા મંગળવારે તેના પુરાવાનું રેકોર્ડિંગ પૂર્ણ થયું હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

પોતાના નિવેદન દરમિયાન સોનુ સૂદે કોર્ટને જણાવ્યું કે 2014માં તેને પૂજારી તરફથી ધમકીભર્યો ફોન આવ્યો હતો કે તેણે ‘હેપ્પી ન્યૂ યર’ના પ્રમોશનમાં ભાગ ન લેવો જોઈએ. 48 વર્ષીય અભિનેતાએ કહ્યું કે તેને મીડિયા રિપોર્ટ્સ પરથી ખબર પડી કે મુંબઈમાં મોરાનીના ઘરે શૂટિંગ ચાલી રહ્યું છે.

પ્રોસિક્યુશન અનુસાર, મોરાનીએ ગેંગસ્ટરને ફિલ્મના ફોરેન પબ્લિસિટી રાઇટ્સ આપવાની તેમની માંગને ફગાવી દીધા પછી પૂજારી ‘હેપ્પી ન્યૂ યર’ના કલાકારો અને ક્રૂને નિશાન બનાવી રહ્યો હતો.

સોનુ સૂદને ધમકીભર્યો ફોન આવ્યા બાદ તેણે પોલીસને ફરિયાદ કરી હતી અને સુરક્ષાની માંગણી પણ કરી હતી. આ દરમિયાન ફિલ્મના બાકીના કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને પણ ધમકી આપવામાં આવી હતી.

હકીકતમાં, પૂજારીએ મોરાનીને તેના નજીકના મિત્ર માટે કોન્સર્ટનું આયોજન કરવા કહ્યું હતું. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 23 ઓગસ્ટ 2014ના રોજ ત્રણ બાઇક સવારોએ ફિલ્મ નિર્માતા મોરાનીના જુહુના ઘરની બહાર ઉપરાછાપરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ ગોળીઓ મોરાનીના ઘરની બારીઓમાં વાગી હતી.

જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ પૂજારી વિરુદ્ધ મુંબઈના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 49 કેસ નોંધાયેલા છે. પૂજારીને સેનેગલથી પ્રત્યાર્પણ કરીને ભારત પરત લાવવામાં આવ્યો હતો અને હાલમાં તે બેંગ્લોરની જેલમાં બંધ છે. આ કેસમા અભિનેતા સોનુ સૂદનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ

Vijay Hazare 2021: બરોડાની ટીમે અનોખા રેકોર્ડ સાથે મેળવી જીત, તમિલનાડુને 115 રનનો ટાર્ગેટ આપી 41 રને વિજય મેળવ્યો

આ પણ વાંચોઃ

Omicron: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો હાહાકાર, મુંબઈમાં વધુ 7 કેસ નોંધાયા, રાજ્યમાં કુલ કેસની સંખ્યા 28 પર પહોંચી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">