AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : રાજ્યમાં ‘બુલ્લી બાઈ’ એપને લઈને હંગામો, ગૃહપ્રધાન સતેજ પાટિલે આપ્યુ મોટુ નિવેદન

મહારાષ્ટ્ર રાજ્યમાં એક એપ પર સેંકડો લઘુમતિ કોમની મહિલાઓની તસવીરો અપલોડ કરવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે ગૃહપ્રધાન સતેજ પાટિલે આ મામલે કાર્યવાહી કરવાની લોકોને ખાતરી આપી છે.

Maharashtra : રાજ્યમાં 'બુલ્લી બાઈ' એપને લઈને હંગામો, ગૃહપ્રધાન સતેજ પાટિલે આપ્યુ મોટુ નિવેદન
Satej Patil (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 3:03 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રમાં ઓનલાઈન એપ ‘બુલ્લી બાઈ’ને લઈને ભારે હંગામો થયો છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી સતેજ ડી. પાટીલે (Satej Patil) બુલ્લી બાઈ એપને લઈને પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘આવા ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) મહિલાઓ માટે સાંપ્રદાયિક નફરતથી ભરેલા છે. તેણે વધુમાં કહ્યું કે આ ખૂબ જ ચિંતાજનક અને શરમજનક છે. મહારાષ્ટ્ર સરકાર આવા પ્લેટફોર્મ સામે કડક કાર્યવાહી કરશે.’

અમે દોષિતો સામે કડક પગલાં લઈશું : સતેજ પાટીલ

આ ડિઝિટલ એપને લઈને તેણે કહ્યું કે મેં આ માટે તંત્રને કડક સૂચના આપવામાં આવી છે. જો કે, મહારાષ્ટ્ર સાયબર પોલીસ(Maharashtra Cyber Police)  અને મુંબઈ સાયબર સેલે પહેલાથી જ તપાસ શરૂ કરી દીધી છે અને આ સંદર્ભમાં FIR પણ નોંધવામાં આવી રહી છે. ખાતરી રાખો, અમે દોષિતો સામે કડક પગલાં લઈશું.

રાજ્યમાં કડક કાર્યવાહિની ઉઠી માંગ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક એપ પર સેંકડો મુસ્લિમ મહિલાઓની તસવીરો અપલોડ કરવાનો મામલો સામે આવ્યો છે. આ અંગે શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ(Priyanka Chaturvedi)  શનિવારે કહ્યુ હતુ કે, હોસ્ટિંગ પ્લેટફોર્મ GitHubનો ઉપયોગ કરીને સેંકડો લઘુમતિ  મહિલાઓના ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. તેણે આ મામલો મુંબઈ પોલીસ સમક્ષ ઉઠાવ્યો છે. આ સાથે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ કડક કાર્યવાહીની માંગ કરી છે.

એપ પર મુસ્લિમ મહિલાઓની તસવીરો પોસ્ટ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મુંબઈ પોલીસને ફરિયાદ કરીને દોષિત વિરુધ્ધ ધરપકડ કરવાની માંગ કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે મેં મુંબઈ પોલીસ કમિશનર અને ડીસીપી ક્રાઈમ રશ્મિ કરંદીકર જી સાથે વાત કરી છે. સાથે જ મેં મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (DGP) સાથે પણ આ બાબતે દરમિયાનગીરી કરવા વાત કરી છે. આશા છે કે આ પ્રકારની ખોટી સાઈટ પાછળના લોકો પકડાઈ જશે.”

આ પણ વાંચો : Mumbai : કોરોનાનો કહેર યથાવત, ઓરપોર્ટ પર 15 કસ્ટમ અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની વધી ચિંતા

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">