Mumbai : કોરોનાનો કહેર યથાવત, ઓરપોર્ટ પર 15 કસ્ટમ અધિકારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની વધી ચિંતા
કોરોના સંક્રમિત અધિકારીઓમાં કસ્ટમ વિભાગના કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિન્ટેન્ડેન્ટ રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.
Mumbai : મુંબઈમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. મળતા અહેવાલ અનુસાર મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) કસ્ટમ્સના 15 અધિકારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય અધિકારીઓના ટેસ્ટ રિપોર્ટ (Custom Officer) આવવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ એરપોર્ટ પર વિવિધ દેશોમાંથી દરરોજ હજારો મુસાફરો આવે છે. જેથી ટેક્સ ચોરી અટકાવવા માટે અહીં કસ્ટમ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે, ત્યારે આ દરમિયાન અધિકારીઓ અસંખ્ય પ્રવાસીઓના સંપર્કમાં આવે છે.
આ કોરોના સંક્રમિત અધિકારીઓમાં કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિન્ટેન્ડેન્ટ રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે. તેઓને હાલ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. હાલ અધિકારીઓના સંપર્કમાં આવેલા લોકોનું પણ કોરોના ટેસ્ટિંગ (Corona Testing) શરૂ કરવામાં આવ્યું છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
મુંબઈમાં વધતા કોરોના સંક્રમણે વધારી ચિંતા
કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે શનિવારે મુંબઈમાં 6 હજાર 347 નવા કેસ નોંધાયા છે. જ્યારે શુક્રવારે 5 હજાર 631 કેસ નોંધાયા હતા. કોરોના સંક્રમણ વધવાની સાથે મુંબઈમાં સક્રિય કોરોના કેસની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. હાલમાં મુંબઈમાં 22 હજાર 334 દર્દીઓની સારવાર શરૂ છે.
સાથે જ શનિવારે 451 દર્દીઓ કોરોનામાંથી રિકવર થઈને ધરે પરત ફર્યા છે. જો કે એક દર્દીનું કોરોનાને કારણે મોત પણ થયું છે. મુંબઈમાં કોરોના ગ્રોથ રેટ (Corona Growth Rate) 0.28 ટકા પર પહોંચી ગયો છે. કોરોના કેસ બમણા થવાનો સમયગાળો હવે 251 પર પહોંચી ગયો છે. હાલમાં કોરોના રિકવરી રેટ 95 ટકા છે. ત્યારે હાલ કોરોના કેસમાં ઉછાળો આવતા તંત્રની ચિંતા વધી છે.
કોરોના સંબંધિત નિયંત્રણોને વધુ કડક બનાવવમાં આવ્યા
મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય અને સરકાર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા કોરોના સંબંધિત નિયંત્રણોને વધુ કડક બનાવ્યા છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં મુંબઈકરોએ વધુ કડક પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : આ ભીડ ભારે પડશે : પુણેના જયસ્તંભ લશ્કરી સ્મારક પહોંચ્યા હજારો લોકો, પાંચ મુલાકાતીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ