આજે ED સમક્ષ હાજર થશે સંજય રાઉત, શિવસૈનિકોને કરી ખાસ અપીલ

મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉત આજે ED સમક્ષ હાજર થશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સંજય રાઉતને જે કેસમા બોલાવ્યા છે તે સમગ્ર મામલો લગભગ એક હજાર કરોડ રૂપિયાની જમીન કૌભાંડ સાથે સંબંધિત છે.

આજે ED સમક્ષ હાજર થશે સંજય રાઉત, શિવસૈનિકોને કરી ખાસ અપીલ
Sanjay Raut
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 01, 2022 | 8:35 AM

શિવસેનાના (Shiv Sena) નેતા અને પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut) આજે મની લોન્ડરિંગ (Money laundering) કેસમાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. EDએ રાઉતને બે વખત સમન્સ પાઠવ્યા હતા. મુંબઈમાં રૂ. 1,000 કરોડના ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ કૌભાંડની તપાસની પ્રગતિ માટે આ તપાસ મહત્ત્વપૂર્ણ છે. EDએ શિવસેનાના નેતાની કેટલીક બેનામી સંપત્તિની નવી વિગતો એકત્રિત કરી છે. રાઉતને શુક્રવારે EDની તપાસ ટીમ સમક્ષ હાજર થવા માટે નવુ સમન્સ પાઠવ્યું હતું. જેના પર સંજય રાઉતે તેમના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમને ટાંકીને મંગળવારે હાજર થવાના સમન્સને રદ કરીને નવી તારીખ ફાળવવાની માંગ કરી હતી.

રાઉતનું ટ્વીટ

દરમિયાન આજે રાઉતે ટ્વિટ કરીને લખ્યું કે, ‘હું આજે બપોરે 12 વાગ્યે ED સમક્ષ હાજર થઈશ. મને પાઠવવામાં આવેલા સમન્સનું હું સન્માન કરું છું અને તપાસ એજન્સીઓને સહકાર આપવો એ મારી ફરજ છે. હું શિવસેનાના કાર્યકર્તાઓને ED ઓફિસમાં એકઠા ના થવાની અપીલ કરું છું. ચિંતા કરશો નહીં!’ જો સૂત્રોનું માનીએ તો, રાઉતને બેનામી પ્રોપર્ટીમાં રોકાણ અને તેની પત્ની અને સહયોગીઓને ‘મની લોન્ડરિંગ’ સાથે જોડતા નાણાંની અન્ય વિગતોને લગતા નવા પુરાવાઓ પર પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે.

શુ છે કેસ

આ વર્ષે એપ્રિલમાં, EDએ અલીબાગમાં આઠ પ્લોટ અને મુંબઈના દાદર ઉપનગરમાં શિવસેના નેતાનો એક ફ્લેટ તેની પત્ની વર્ષાના નામે 11 કરોડ રૂપિયાનો હતો. તેમની નજીકના સહયોગી પ્રવીણ રાઉતની આ વર્ષની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)ના પ્રમોટર રાકેશ વાધવન સાથે ન્યાયિક કસ્ટડીમાં છે. મુંબઈના ગોરેગાંવમાં પતરા ચાલ પ્રોજેક્ટ તરીકે ઓળખાતા રૂ. 1,000 કરોડના મુંબઈ સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કથિત ભંડોળના ‘મની લોન્ડરિંગ’માંથી વાધવાઓએ પ્રવિણ રાઉતને 100 કરોડ રૂપિયા ચૂકવ્યા હોવાનો આરોપ છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati