AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં Jioની ટેલિકોમ સેવાઓ 8 કલાક ઠપ્પ રહી, કંપની ભરપાઈ કરવા માટે કરશે આ કામ

કંપનીએ મોડી સાંજે તેના ગ્રાહકોને મોકલેલા સંદેશમાં યુઝર્સને પડી રહેલી સમસ્યાઓનો સ્વીકાર કર્યો અને આ સમસ્યાને કારણે વધારાના બે દિવસીય 'અનલિમિટેડ પ્લાન'ની પણ જાહેરાત કરી.

મુંબઈમાં Jioની ટેલિકોમ સેવાઓ 8 કલાક ઠપ્પ રહી, કંપની ભરપાઈ કરવા માટે કરશે આ કામ
Reliance Jio (File Photos)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 12:51 PM
Share

દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે રિલાયન્સ જિયો (Reliance Jio)ની ટેલિકોમ સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ હતી. મુંબઈ અને થાણેના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા Jio યુઝર્સે આ મામલે સોશિયલ મીડિયા પર ફરિયાદ નોંધાવી હતી કે તેઓ તેમના નંબર પરથી કૉલ કરી શકતા નથી. જો કે રાત્રે 8 વાગ્યા પછી ટેલિકોમ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. કંપનીને બપોરે આ સમસ્યાની જાણ થઈ. Jio યુઝર્સે કહ્યું કે કોલ કરતી વખતે તેમને ‘કસ્ટમર નેટવર્ક પર રજીસ્ટર નથી’ એવો મેસેજ મળી રહ્યો છે. જોકે ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં આવી ફરિયાદો ભાગ્યે જ જોવા મળે છે. જોકે મુંબઈ ટેલિકોમ સર્કલ (Mumbai Telecom Sector)માં રિલાયન્સ જિયોનું નેટવર્ક કેમ અને કેવી રીતે ડાઉન થયું તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

રિલાયન્સ જિયોએ ટેલિકોમ સેવાઓ ડાઉન થવાને કારણે ગ્રાહકોની માફી માંગી

કંપનીએ મોડી સાંજે તેના ગ્રાહકોને મોકલેલા સંદેશમાં યુઝર્સને પડી રહેલી સમસ્યાઓનો સ્વીકાર કર્યો અને આ સમસ્યાને કારણે વધારાના બે દિવસીય ‘અનલિમિટેડ પ્લાન’ની પણ જાહેરાત કરી અને સંદેશમાં કહેવામાં આવ્યું કે “જ્યારે અમારી ટીમે આ નેટવર્ક સમસ્યાને થોડા કલાકોમાં ઉકેલી લીધી, અમે સમજીએ છીએ કે તમારા માટે આ સારો અનુભવ ન હતો અને અમે તેના માટે દિલથી માફી માંગીએ છીએ,”

Jio યુઝર્સ WhatsAppના કોલિંગ ફીચરની મદદથી કોલ કરતા હતા

કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે તબક્કાવાર સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન ગ્રાહકોને તેમના ફોન ‘રીસ્ટાર્ટ’ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ તકનીકી ખામીને કારણે Jioના ઘણા વપરાશકર્તાઓએ એકબીજા સાથે વાત કરવા માટે WhatsAppના ‘કોલિંગ’ ફીચર જેવા વિકલ્પોનો આશરો લેવો પડ્યો હતો. આ સિવાય વાઈ-ફાઈ કોલિંગની મદદથી મહત્વપૂર્ણ કોલ પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Technology News: હવે સમગ્ર પરિવાર માટે મેળવો આધાર PVC કાર્ડ, જાણો શું છે પ્રોસેસ

આ પણ વાંચો: RIP Lata Mangeshkar : બાળપણથી કંઈક આવા દેખાતા હતા લતા મંગેશકર, તેમના સફરની કહાની દર્શાવે છે આ તસ્વીરો

Follow Us
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
અમદાવાદ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ દુર્ઘટના કેસમાં 2ની અટકાયત
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
કચ્છના પશુપાલકો માટે રાહત: માત્ર ₹2માં મળશે ઘાસચારો, જુઓ નિયમો
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
થરાદમાં SOGની રેડ: રૂ. 6.89 કરોડની ટ્રામાડોલ દવાઓનો જથ્થો જપ્ત
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
'The India Story' માં જોવા મળશે 'ભ્રષ્ટ સિસ્ટમ' સામેની લડાઈ
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
ડાયપરને ફ્રિજમાં મૂકીને માથા પર પહેરી લીધું - જુઓ Trending Video
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
વરસાદના અભાવે ઘાસચારો, ખોળ અને ભૂસાના ભાવમાં ભારે વધારો
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
ST બસની આડે આવ્યું સિંહોનું ટોળું! 6 સિંહોને જોઈ મુસાફરો થયા રોમાંચિત
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
આ કેવો પ્રવાસી? રિક્ષાની છત પર મગર હોવાનો દાવો કરતો વીડિયો થયો વાયરલ !
g clip-path="url(#clip0_868_265)">