નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (Narcotics Control Bureau) ક્રુઝ શિપ પર ચાલી રહેલી પાર્ટીમાં પ્રતિબંધિત નશીલા પદાર્થોના સેવન મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની અટકાયત કરી છે. 12 કલાકની પૂછપરછ બાદ આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે.
એનસીબીએ શનિવારે એક ક્રુઝ શિપ પર દરોડો પાડ્યો હતો, જ્યાં પાર્ટી ચાલી રહી હતી અને તેમાં ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ જહાજ ગોવા જવાનું હતું અને જહાજમાં સેંકડો મુસાફરો જઈ રહ્યા હતા. જહાજ પર પાર્ટી હોવાની સૂચના મળતા NCB ટીમે દરોડો પાડ્યો હતો. આમાં સામેલ 13 લોકોમાંથી 8ની NCB દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામની નજર રિમાન્ડ પર છે. NCBને ત્રણેયની કસ્ટડી મળશે કે કેમ તે જોવાનું રહેશે. એનસીબીના મુંબઈ ઝોનલ સુપરીટેન્ડન્ટ વિશ્વ વિજય સિંહે આર્યન ખાનની ધરપકડનો મેમો બહાર પાડ્યો છે. આમાં NDPSની તમામ કલમો લખવામાં આવી છે, જેના આધારે આર્યનની ધરપકડ કરવામાં આવી છે.
NCBએ કોર્ટમાંથી આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓની કસ્ટડી 2 દિવસ માટે એટલે કે 5 ઓક્ટોબર સુધી માંગી છે. NCBએ કહ્યું છે કે તેમને વધુ તપાસ માટે આરોપીઓની કસ્ટડી આપવી જોઈએ. એનસીબી તરફથી હાજર રહેલા સરકારી વકીલ અદ્વૈત સેઠનાએ જણાવ્યું હતું કે અમારે ડ્રગ્સ સપ્લાયર અને પેડલર્સની કડીઓ શોધવી માટે અને કેટલીક વોટ્સએપ ચેટ્સ મળી છે. એટલા માટે બે દિવસની કસ્ટડી આપવી જોઈએ. સાથે જ સરકારી વકીલનું કહેવું છે કે મામલો ગંભીર છે, તેથી કસ્ટડી ફરજિયાત છે.
વકીલ સતીશ માનેશીંદેએ કહ્યું કે આર્યનને પાર્ટીના આયોજકે આમંત્રણ આપ્યું હતું. બોર્ડિંગ સમયે અથવા તપાસ સમયે તેની પાસેથી કશું જ મળ્યું ન હતું. જાણીતા વકીલ સતીશ માનેશીંદેએ કોર્ટમાં આર્યન ખાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેણે રિયા ચક્રવર્તીનો કેસ લડ્યો હતો. આર્યનના વકીલ સતીશ માનેશીંદેએ કહ્યું કે 2 દિવસની જગ્યાએ મારા અસીલની કસ્ટડી માત્ર 1 દિવસ માટે આપવી જોઈએ. આર્યનના વકીલે કોર્ટને કહ્યું કે આ કેસ જામીનપાત્ર છે.
વિશ્વ વિજય સિંહે કહ્યું કે ધરપકડ મેમો પર આર્યનની સહી સાથે તેની મંજૂરી પણ લેવામાં આવી છે. જેમાં આર્યને સ્પષ્ટ લખ્યું છે કે તેને ધરપકડના કારણ અને ગ્રાઉન્ડ અંગે જાણ કરવામાં આવી છે. કિલા કોર્ટે ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને એક દિવસની એનસીબી કસ્ટડીમાં મોકલી આપ્યા છે. મુંબઈની કિલા કોર્ટે આર્યન ખાન, અરબાઝ શેઠ મર્ચન્ટ અને મુનમુન ધમેચાને સોમવાર સુધી NCB કસ્ટડીમાં મોકલી દીધા છે.
આ પણ વાંચો : મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીની તપાસમાં ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ, આ રીતે NCBની જાળમાં ફસાયો શાહરૂખ ખાનનો પુત્ર