Raj Thackeray Pune Rally : આજે પુણેમાં રાજ ઠાકરેની રેલી, પોલીસે ચેતવણી આપી- ‘કોઈનું અપમાન કરશો નહીં’

Raj Thackeray Rally: આજે પુણેમાં રાજ ઠાકરેની રેલી, પોલીસે ચેતવણી આપી- 'કોઈનું અપમાન કરશો નહીં'

Raj Thackeray Pune Rally : આજે પુણેમાં રાજ ઠાકરેની રેલી, પોલીસે ચેતવણી આપી- 'કોઈનું અપમાન કરશો નહીં'
MNS Chief Raj Thackeray (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 11:01 AM

મહારાષ્ટ્રના રાજકારણમાં રસ ધરાવતા લોકોની નજર આજે પુણે પર છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) અહીં રેલીને સંબોધશે. ગણેશ કલા ક્રિડા મંચ ખાતે યોજાનારી આ રેલી માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માનવામાં આવે છે કે રાજ ઠાકરે અહીં હાજર લોકોને પોતાની આગવી શૈલીમાં સંબોધિત કરશે અને પોતાના વિરોધીઓ પર નિશાન સાધશે. રેલી (Raj Thackeray Pune Rally) પહેલા પુણે પોલીસે ચેતવણી જાહેર કરી છે. પુણે પોલીસે કહ્યું છે કે રાજ ઠાકરેએ તેમના સંબોધન દ્વારા કોઈપણ સમુદાયનું અપમાન ન કરવું જોઈએ. આ સાથે પુણે પોલીસે કુલ 13 શરતો સાથે આજની સભાની પરવાનગી આપી છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે શરતોના ઉલ્લંઘન કરવા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

વાસ્તવમાં, રાજ ઠાકરેએ સૌથી પહેલા મસ્જિદો પરના લાઉડસ્પીકરનો મુદ્દો (Loudspeaker controversy) ઉઠાવ્યો હતો. તેમણે ઉદ્ધવ ઠાકરે સરકારને આ લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે જો આવું નહીં થાય તો તેમના લોકો મસ્જિદોની બહાર લાઉડસ્પીકર લગાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરશે. રાજ ઠાકરેના આ વિવાદાસ્પદ નિવેદનની અસર દેશભરમાં જોવા મળી હતી. યુપી સહિત ઘણી જગ્યાએ મોટા અવાજે વગાડવામાં આવતા લાઉડસ્પીકર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત સરકારનું નેતૃત્વ કરી રહેલા ઉદ્ધવ ઠાકરેને ચિંતા છે કે રાજ ઠાકરેનુ વક્તવ્ય રાજ્યનું વાતાવરણ બગાડી શકે છે. તમને જણાવી દઈએ કે, રાજ ઠાકરેએ રામલલાના દર્શન કરવા માટે અયોધ્યા જવાની વાત કરી હતી, પરંતુ હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે પુણે રેલીમાં પોતાના સંબોધનના કારણે રાજ ઠાકરે અયોધ્યા પ્રવાસ રદ્દ કરવાનું કારણ જણાવશે અને નવી કોઈ જાહેરાત પણ કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પોલીસે આ શરતો પર આપી મંજૂરી

રેલીમાં ભાગ લેનારાઓએ સ્વયંશિસ્તનું પાલન કરવું જોઈએ. આયોજકોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ અપમાનજનક સૂત્રોચ્ચારને મંજૂરી આપતા નથી. હાજર લોકોની સંખ્યા ઓડિટોરિયમની ક્ષમતા સુધી મર્યાદિત હોવી જોઈએ અને સર્વોચ્ચ અદાલત દ્વારા નિર્ધારિત અવાજના ધોરણોનું (ધ્વની પ્રદુષણ) ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

ગણેશ કલા ક્રિડા સ્ટેજ ખાતે યોજાનારી રેલીમાં કોઈ પણ વ્યક્તિને લાકડી, બંદૂક, તલવાર વગેરે જેવા ઘાતક શસ્ત્રો લઈ જવા કે પ્રદર્શિત કરવાની મંજૂરી નથી. લાઉડ સ્પીકરના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન ના કરવું જોઈએ.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">