AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 વર્ષની માસૂમ બાળકી પર અત્યાચાર કરી હત્યા કરનાર 65 વર્ષના નરાધમને કોર્ટે 60 જ દિવસમાં ફટકારી ફાંસીની સજા

પુણેની સ્પેશિયલ કોર્ટે ગુનાના માત્ર 60 દિવસમાં જ 65 વર્ષના આરોપી ભીમરાવ કાંબળેને ફાંસીની સજા ફટકારી છે. પીએમ રિપોર્ટ અને ડીએનએ પુરાવા મહત્વના સાબિત થયા.

3 વર્ષની માસૂમ બાળકી પર અત્યાચાર કરી હત્યા કરનાર 65 વર્ષના નરાધમને કોર્ટે 60 જ દિવસમાં ફટકારી ફાંસીની સજા
Image Credit source: Google
| Updated on: Jun 29, 2026 | 6:47 PM
Share

મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં એક ઐતિહાસિક અને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંની એક સ્પેશિયલ કોર્ટે 03 વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર 65 વર્ષના નરાધમ આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. આરોપીનું નામ ભીમરાવ કાંબળે છે. કોર્ટે આ અપરાધને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવતા કહ્યું કે આરોપીની દાનત ખૂબ જ ખરાબ હતી, તેથી તે કોઈ પણ પ્રકારની દયાને પાત્ર નથી. આ ઐતિહાસિક ચુકાદાનું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે સહિતના નેતાઓએ સ્વાગત કર્યું છે.

લાલચ આપીને વાડામાં લઈ ગયો હતો નરાધમ

આ હૃદયદ્રાવક ઘટના 1 મે 2026 ના રોજ પુણેના નસરાપુર ગામમાં બની હતી. 65 વર્ષના નરાધમ ભીમરાવ કાંબળેએ 3 વર્ષની માસૂમ બાળકીને ખાવાની વસ્તુઓ આપવાની અને ગાયનું નવું વાછરડું બતાવવાની લાલચ આપીને પોતાની સાથે લીધી હતી. તે બાળકીને ઢોરના વાડા પાસે આવેલા એક શેડમાં લઈ ગયો હતો, જ્યાં તેણે માસૂમ બાળકી પર અત્યાચાર ગુજાર્યો હતો અને બાદમાં તેની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે જામ કરીને કડક સજાની માંગ કરી હતી.

માત્ર 60 દિવસમાં જ ફાસ્ટ ટ્રેક કોર્ટનો ચુકાદો

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. કોર્ટે ઘટનાના માત્ર 60 દિવસની અંદર જ તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપીને દોષિત જાહેર કર્યો છે. એડિશનલ સેશન જજ એસ આર સાળુંખેએ ભીમરાવ કાંબળેને અપહરણ, બળાત્કાર, હત્યા અને પોક્સો એક્ટ (POCSO Act) ની વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠેરવ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને DNA પુરાવાએ ખોલી પોલ

સરકારી વકીલ અજય મિશારે કોર્ટમાં જણાવ્યું હતું કે નરાધમે તે નાની બાળકી પર સતત 39 મિનિટ સુધી અત્યાચાર કર્યો હતો. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ઈજાના 18 નિશાન મળી આવ્યા હતા.

કોર્ટમાં આરોપીની પોલ ખોલવા માટે નીચેના વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરાયા હતા:

  • બાળકીના શરીર પરથી મળી આવેલા આરોપીના ડીએનએ સેમ્પલ.
  • બાળકીને પોતાની સાથે લઈ જતી વખતના સીસીટીવી ફૂટેજ.
  • મેડિકલ તપાસનો સચોટ અહેવાલ.
  • આ કેસમાં કુલ 82 સાક્ષીઓએ કોર્ટ સમક્ષ પોતાની જુબાની આપી હતી.

સુધરવાની કોઈ આશા નથી: કોર્ટ

સુનાવણી દરમિયાન આરોપીએ પોતાના બચાવમાં ખોટું બહાનું કાઢ્યું હતું કે બાળકીને વાછરડું બતાવતી વખતે તે પોતે પડી ગયો હતો, જેના કારણે બાળકીને ઈજા થઈ હતી. પરંતુ વૈજ્ઞાનિક પુરાવાઓ સામે આ દલીલ ટકી શકી નહોતી. સરકારી વકીલે જણાવ્યું કે આરોપી ભૂતકાળમાં પણ આવા ગુના કરી ચૂક્યો છે અને તેનામાં સુધારો થવાની કોઈ શક્યતા નથી. અંતે, પીડિત બાળકીના પિતાની કડક સજાની માંગ અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.

યૂટ્યુબ જોઈ ઘરે કરાવી ડિલિવરી, પ્રસૂતા મહિલાનું મોત; પતિ સામે FIR

Follow Us
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
રાજ્યના માથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 48 કલાક બાદ મેઘરાજા કરશે તાંડવ
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
મોરબીમાં હિલોળા લેતા કૂવાના પાણીને જોવા GSIની ટીમે લીધી મુલાકાત
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલ
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
કચ્છમાં ઘરવિહોણા પરિવારોના 33 દિવસથી ધરણા છતાં તંત્ર ઉદાસીન
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
150 મી ભારત યાત્રાનો વિડિયો વાયરલ, એક વિદેશીએ હજારો લોકોના દિલ જીત્યા
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
ચૈતર વસાવા સામેના 12 પેન્ડિંગ કેસ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
25 ખેડૂતો જીવના જોખમે સાપ વચ્ચે કેનાલ સાફ કરવા મજબૂર
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
દૂધ મંડળીમાં 15,200 ની દૂધની ચોરીનો નિષ્ફળ પ્રયાસ
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
રાજકોટમાં રિલ્સ બનાવવાના ચક્કરમાં કાર પાણીમાં ફસાઇ, જુઓ Video
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર આપઘાત કેસમાં 4 સિનિયર સસ્પેન્ડ
g clip-path="url(#clip0_868_265)">