Power Crisis: મહારાષ્ટ્રમાં વીજળીનું સંકટ, લોડશેડિંગના મુદ્દા પર આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક, વીજળીના ભાવમાં થઈ શકે છે વધારો
Power Crisis in Maharashtra: વીજ વિતરણ કંપનીઓ વીજ ઉત્પાદન કરતી કંપનીઓ પાસેથી વીજળી ખરીદે છે અને ગ્રાહકોને વીજળી વેચે છે. વીજળી બનાવવાનો ખર્ચ વધે તો વીજ વિતરણ કંપનીઓએ મોંઘી વીજળી ખરીદવી પડે છે.
મહારાષ્ટ્રમાં વીજળીનું સંકટ (Power Crisis in Maharashtra) વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મોટાભાગની વીજળી કોલસામાંથી ઉત્પન્ન થાય છે. કોલસા આધારિત વીજળી ઘણી મોંઘી થઈ ગઈ છે. તેને ખરીદવા માટે પાવર કંપનીઓ પાસે ઉપલબ્ધ ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ફંડનો અંત આવી ગયો છે. આવી સ્થિતિમાં હવે વીજળીના ભાવમાં વધારો લગભગ નિશ્ચિત છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશને વીજ વિતરણ કંપનીઓને આપેલી નવી સૂચનાઓ હેઠળ આગામી સમયમાં વીજળીની કિંમત વધી શકે છે. લોડ શેડિંગ (load shedding) મુદ્દે આજે (8 એપ્રિલ, શુક્રવાર) રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ દરમિયાન રાજ્ય સરકાર લોડશેડિંગનો સામનો કરવા માટે સોલાર પાર્ક બનાવવાની યોજના પર કામ કરી રહી છે.
વીજ વિતરણ કંપનીઓ વીજ ઉત્પાદન કરતી કંપનીઓ પાસેથી વીજળી ખરીદે છે અને ગ્રાહકોને વીજળી વેચે છે. વીજળી બનાવવાનો ખર્ચ વધે તો વીજ વિતરણ કંપનીઓએ મોંઘી વીજળી ખરીદવી પડે છે. આવી સ્થિતિમાં વીજળી વિતરણ કંપનીઓ પણ ગ્રાહકો પાસેથી વીજળીના ઊંચા ભાવ વસૂલવાનું શરૂ કરે છે. સામાન્ય રીતે વીજ કંપનીઓ ‘ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ફંડ’ના નામે અમુક રકમ રાખે છે, જેથી ગ્રાહકો પર મોંઘી વીજળીનો બોજ અચાનક ન વધે. જ્યારે વીજ ઉત્પાદન કંપનીઓ કિંમતમાં વધારો કરે છે, ત્યારે વિતરણ કંપનીઓ આ ભંડોળનો ઉપયોગ કરીને પાવર ખરીદે છે. તેનાથી ગ્રાહકો પર અચાનક બોજ વધતો નથી. પરંતુ હવે વિતરણ કંપનીઓના આ એડજસ્ટમેન્ટ ફંડનો અંત આવી ગયો છે. તેથી સામાન્ય ગ્રાહકો માટે વીજળીના ભાવમાં વધારો નિશ્ચિત માનવામાં આવે છે.
છેલ્લા એક વર્ષમાં કોલસામાંથી પેદા થતી વીજળી મોંઘી થઈ ગઈ
છેલ્લા એક વર્ષથી કોલસા આધારિત વીજળી ખરીદવી ખૂબ મોંઘી થઈ ગઈ છે. આ જ કારણ છે કે પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ પાસે હવે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ફંડ સમાપ્ત થવાના તબક્કે આવી ગયું છે. મહારાષ્ટ્ર ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશને આ અંગે માહિતી આપી છે.
વીજળીના ભાવ મે અને જુલાઈ વચ્ચે ગમે ત્યારે વધી શકે છે
મહારાષ્ટ્ર ઈલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશનના નિર્દેશો અનુસાર હાલમાં એપ્રિલ મહિનામાં વીજળીના દરમાં વધારો કરવામાં આવશે નહીં. પરંતુ વીજ વિતરણની સરકારી કંપની મહાવિતરણનું ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ફંડ ડિસેમ્બર મહિનામાં જ સમાપ્ત થઈ ગયું છે. આ સાથે મુંબઈને વીજળી સપ્લાય કરતી અદાણી ઈલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ, ટાટા પાવર અને બેસ્ટ કંપનીઓના એડજસ્ટમેન્ટ ફંડ પણ છેલ્લા વર્ષમાં મોંઘી વીજળી ખરીદીને કારણે સમાપ્ત થઈ ગયા છે. તેથી રાજ્યમાં વીજળીના ભાવ મે અને જુલાઈ વચ્ચે ગમે ત્યારે વધી શકે છે. નિષ્ણાંતોના મતે મહાવિતરણ વીજળીના દરમાં યુનિટ દીઠ રૂ. 1.50, ટાટા પાવર અને બેસ્ટ રૂ. 1.10 અને અદાણી ઈલેક્ટ્રીસિટી 25 પૈસાનો વધારો કરી શકે છે.
આ પણ વાંચો: Kutch જિલ્લા પાણી સમિતિની બેઠક મળી, વિધાનસભા અધ્યક્ષે લોકોને પૂરતુ પાણી મળે તેની વ્યવસ્થા જાળવવા સૂચન કર્યુ
આ પણ વાંચો: Budget Session 2022: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં મીડિયા પર કોઈ નિયંત્રણ નથી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-